Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 74
________________ મથુન અને પરિગ્રહ એ બે પાપો બાકીના સોળે સોળ પાપોને ખેંચી લાવે છે. આ બે પાપોને પાપ ના માને એને જ જ્ઞાનીઓ મિથ્યાત્વ નામનું પાપ કહે છે. નૈવેધપૂજા કરતા કરતા બ્રહ્મચર્યનો આંશિક આનંદ પરિગ્રહને પાપ મનાવ્યા વગર રહે નહિ. પરિગ્રહમાં સૌથી પહેલું શરીર આવે છે. આ શરીરને સુખાકારી રૂપે જાળવી રાખવા માટે જ બધી સાધન સામગ્રી જોઇએ છે માટે શરીરને સૌથી પહેલા પરિગ્રહ રૂપે માની ને એનેજ પાપરૂપ માનવાની બુદ્ધિ પેદા કરવાની છે. એટલેકે જીવ જેમ જેમ ળપૂજા કરતો જાય તેમ તેમ શરીરને પાપરૂપ માનતો જાય તોજ શરીરનો રાગ ઘટતો જાય અને જેમ જેમ શરીર પ્રત્યેનો રાગ ઘટતો જાય તેમ તેમ શરીર પ્રત્યે અનાદિકાળથી જીવની મારાપણાની બુદ્ધિ બેઠેલી છે તે નાશ પામતી જાય અને જેટલી મારાપણાની બુદ્ધિ નાશ પામે તેમ ભેદજ્ઞાન અંતરમાં પેદા થતું જાય એટલેકે શરીર એ હું નથી પણ હું એટલે આત્મા છે. આ શરીર મારાથી પર એટલે જુદુ છે. આ રીતે શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન લાંબા કાળ સુધી ટકી રહે એનેજ જ્ઞાની ભગવંતો આંશિક મોક્ષની અનભૂતિ કહે છે કારણકે મોક્ષનું સુખ એટલે અશરીરીપણાનું સુખ આથી શરીર પ્રત્યેની મૂચ્છ-મમત્વ જેટલું ઘટે અને આ શરીર એ મારૂં નથી. માના પેટમાં પેદા થયેલું છે. અહીં મુકીને જવાનું છે. આ બુદ્ધિના કારણે શરીરનું મમત્વ જેટલું ઘટે એટલા પ્રમાણમાં મોક્ષના સુખની અનુભૂતિ થતી જાય છે. સારામાં સારૂં ળ ભગવાન પાસે મુકવાનું કારણ શરીર પ્રત્યેનો રાગ ઘટાડીને ભેદજ્ઞાન કરવા માટે છે. અશરીરી પાસે ભક્તિ ભાવથી સારામાં સારૂં ળ શરીરનો નાશ કરવા માટે મુકવાનું છે. જીવ ળપૂજા કરતો જાય અને અશરીરીપણાનો જે આસ્વાદ પેદા થતો જાય એ દિવસના બાકીના ભાગમાં શરીરની સુખાકારી રાખવા છતાં એમાંથી રાગને દૂર કરે. શરીરની સેવા કરવા છતાં અશરીરીપણાનું ધ્યેય અંતરમાં સ્થિર રહે અને શરીર પ્રત્યે આનંદ પેદા થવા દે નહિ. અશરીરીપણાનો આસ્વાદ અપરિગ્રહપણાનો આસ્વાદ શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન અંતરમાં સ્થિર કરવામાં સહાયભૂત થાય. પરિગ્રહનો અર્થ - પરિ = આત્માની ચારે બાજુથી. ગ્રહ = વળગાડ. એટલેકે આત્માની ચારે બાજુથી મૂચ્છ મમત્વ ભાવ પેદા કરાવીને જે રહે તે પરિગ્રહ કહેવાય છે અથવા આત્માની ચારે બાજુથી જે વળગે-વળગ્યા કરે તે પરિગ્રહ કહેવાય છે. શરીર હોવા છતાં શરીર પ્રત્યેનું મમત્વ પજવે નહિ એ ળપજાનું પ્રત્યક્ષ ળ કહેવાય છે. સારા સારા ળો લાવીને ભગવાન પાસે મુકતાં અથવા ચઢાવતા આત્મામાં ક્ષયોપશમ ભાવ જ્ઞાનાદિ કર્મોનો એવો પેદા થતો જાય કે જેના પ્રતાપે શરીરનું ભેદજ્ઞાન પેદા કરાવ્યા વિના રહે નહિ. જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ ભાવ જો ટકાવી રાખવામાં આવે તો સદા સ્થિર અને શાશ્વત એવું મોક્ષળ આપે છે. અત્યાર સુધી શરીરનો રાગ કરીને આનંદ કરતો હતો તે હવે ળપૂજા કરતા કરતા અશરીરીપણાનો રાગ વધતાં વધતાં એ અશરીરીપણાનો આનંદ ખુબ ઉંચી કોટિનો છે એવો ભાવ પેદા થતો જાય અને એનો આંશિક પ્રત્યક્ષ અનુભૂતિ રૂપે અનુભવાય એનો આનંદ થાય છે. મોક્ષના સુખનો આંશિક અનુભવ અપરિગ્રહી જીવો જે કરી શકે છે એ પરિગ્રહની મૂચ્છ મમત્વ વાળા તથા પરિગ્રહના રાગવાળા જીવો કરી શકતા નથી. - આત્માને ચારે બાજુથી મૂચ્છ પેદા કરાવે એવું આ શરીર એ પરિગ્રહ રૂપે હોવાથી પાપરૂપે જ છે અને એ શરીરને જાળવવા માટેના પદાર્થો પણ પરિગ્રહ રૂપે હોવાથી પાપરૂપે જ છે આવી સમજ પેદા કરીને Page 74 of 97

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97