Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 72
________________ વેદે નડ્યો જડ્યો સંસારી ઘડ્યો નિર્વેદી ચડ્યો નહીં છાંય રે ।। ભાવાર્થ :- અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં અત્યાર સુધીમાં અનંતા જન્મ મરણ કર્યા તેમાં એકેન્દ્રિયથી શરૂ કરીને પંચેન્દ્રિયપણા સુધીનાં કોઇપણ જન્મ મરણ કર્યા એ મરણ કરી-કરીને બીજા સ્થાને ઉત્પન્ન જીવ થાય ત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને એક સમયમાં જીવ ઉત્પન્ન થતો હોય તો જ્યાંથી મર્યો ત્યાં આહાર કરીને મર્યો (નીકળ્યો) અને જ્યાં ઉત્પન્ન થયો ત્યાં આહાર મલે છે માટે આહારી કહેવાય છે. કેટલાક જીવો મરણ પામી બે સમયે બીજા સ્થાને ઉત્પન્ન થાય તેમાં જે સમયે જ્યાંથી મરે ત્યાંથી આહાર લઇને મરે છે અને જ્યાં ઉત્પન્ન થાય ત્યાં આહાર મલે છે માટે અણાહારીપણું પ્રાપ્ત થતું નથી. કેટલાક જીવો ત્રણ સમયે જ્યાં ઉત્પન્ન થવાનું હોય ત્યાં પહોંચે છે તેમાં પહેલા સમયે આહાર લઇને નીકળે. ત્રીજા સમયે જ્યાં પહોંચે ત્યાં આહાર મલે છે પણ વચલા સમયમાં આહાર મલતો ન હોવાથી એ વચલા સમયમાં રહેલા જીવને આહારની ઇચ્છાવાળા અણાહારી કહેવાય છે. એ વિગ્રહગતિપણાનું અણાહારીપણું કહેવાય છે. એવી જ રીતે ચાર સમયે પહોંચનાર જીવોને વચલા બે સમય અણાહારી ગણાય અને પાંચ સમયે પહોંચનાર જીવને વચલા ત્રણ સમય અણાહારી કહેવાય છે. આ રીતે અનંતીવાર જન્મ મરણ કરતા કરતા અનંતીવાર વિગ્રહગતિપણામાં અણાહારીપણાનો અનુભવ કરેલો છે પણ એ આહાર સંજ્ઞાથી યુક્ત અણાહારીપણું હોવાથી એ અણાહારીપણું મારે જોઇતું નથી માટે તે દૂર કરીને હે ભગવન્ ! આહાર સંજ્ઞા વગરનું સદા માટેનું શિવ સુખરૂપ અણાહારીપણું મને આપો ! એવી માગણી કરે છે. IIII જ્ઞાની ભગવંતો કહે છે કે આહારથી વેદનો ઉદય વધે છે એ વેદના ઉદયના કારણે જીવને ઘણાં પ્રકારની જંજાળ પેદા થતી જાય છે. એ વેદના ઉદયથી છૂટવા અને એનાથી પેદા થતી જંજાળથી છૂટવા માટે નિર્વેદી એવા શ્રી અરિહંત પરમાત્મા પાસે નિર્વેદીપણાના સુખને પ્રાપ્ત કરવા માટે શુધ્ધ નૈવેધ ભરીને થાળને ઢોકો એટલે મૂકો. એવી જ રીતે શ્રી અરિહંત પરમાત્માઓ સદા માટે નિર્વેદી છે એ નિર્વેદોની આગળ નિર્વેદી બનવા માટે એટલે સવેદીપણાનો નાશ કરી નિર્વેદી બનવાની ભાવના રાખીને શુધ્ધ એવા નૈવેધનો થાળ અનેક પ્રકારના પકવાન આદિથી યુક્ત તથા દાળ, શાક આદિ આખો થાળ ભોજનનો તૈયાર કરી ધરો અથવા એમને એ થાળ ધરાવીને એમની પાસે મુકો કે જેથી આહાર સંજ્ઞા નાશ પામી નિર્વેદી જલ્દીથી બનવાની શક્તિ આપે. II3II અણાહારી પદ વિગ્રહગતિમાં ઘણાં કર્યા એ દૂર કરીને હે ભગવન્ ! અણાહારી પદ મને આપો એટલે શિવ સુખ આપો ।।૪। વેદની વાહે જીવ દોડે છે તેમાં વિષયી બન્યો એટલે પાંચ ઇન્દ્રિયોના સુખોમાં લપેટાઇ ગયો અને એ પાંચે ઇન્દ્રિયાની લપેટથી સંસારને વિષે જીવો ઘણું ઘણું ભટક્યા છે અને વર્તમાનમાં ભટકી રહ્યા છે. હજી પણ સાવધ નહિ રહે તો ઘણું ઘણું ભટકવું પડશે ! અને એ વિષયી બનીને મોહના ઘરમાં વસ્યા છે અને એ મોહનીયના ખોળે રહેતા આત્મા એવા બની ગયેલા છે કે આ આત્મા છે એમ ખબર પડતી નથી. અને એ વેદે નડેલો હોવાથી એ વેદે એને એવા જડ્યા છે એટલે બાંધ્યા છે કે તે સંસારી રૂપે ઘડેલા છે અને આ રીતે વેદના ઉદયથી ઘડાયેલા સંસારના તાપમાં એવા ફ્સાયા છે કે જે એ તાપથી બચવા માટે નિર્વેદી એવા શ્રી અરિહંત પરમાત્માની છાંયડી એ ચઢી શકતા નથી. અર્થાત્ સંસારના તાપમાં ભટકતા ભટકતા એવા શેકાયા કરે છે કે શ્રી અરિહંત પરમાત્મા નિર્વેદીરૂપે બનેલા એમની જે શીતલતા જેવી છાંયડી જે આત્માને નિર્વેદીપણામાં મસ્ત બનાવે એવી છાંયડીને પામી શકતા નથી અને પરિભ્રમણ કર્યા જ કરે છે તો હવે ઠેઠ આટલી સુંદર સામગ્રીને પામેલા આપણે છાંયડીને નહિ પામીએ તો Page 72 of 97

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97