Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 70
________________ અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોને વેદની ક્રિયાથી જે આનંદ થાય એ આનંદ રૂપે હોતો નથી. એનાથી અધિક આનંદ ભગવાનની ભક્તિમાં એની એકાગ્રતામાં તથા ભગવાનના ગુણોની વિચારણામાં એની તન્મયતા પ્રાપ્ત કરવામાં હોય છે આથી જ આવા જીવોનો મોક્ષનો અભિલાષ વિશેષ રીતે પેદા થતાં થતાં એની આંશિક અનુભૂતિમાં કાળ પસાર થતો જાય છે અને એ આનંદના કારણે વેદના ઉદયનો આનંદ તુચ્છ લાગે છે એના પ્રત્યે નત ભાવ પેદા થતો જાય છે. એજ ખરેખર નૈવેધપૂજાનું પ્રત્યક્ષ ળ કહેલું છે. આ રીતે નેવેધપૂજા કરતાં કરતાં આવા પરિણામો પેદા કરીને આંશિક આત્મિક સુખનો આ ભવમાં અનુભવ કરીએ કે જેના કારણે વેદના સુખનો આનંદ વેદના વિચારો, લાલસાઓ, વાસનાઓ પ્રત્યે નત ભાવ પેદા થતો જાય તોજ આ જન્મમાં કરેલી પૂજા સળ થઇ એમ ગણાય તો મનુષ્ય જન્મ જે પ્રાપ્ત થયો છે તે સળ થયો એમ ગણાય. ૩. અનિકાચીત વેદનો ઉદય – પૂર્વભવમાં સત્કર્મના સેવનથી મનુષ્યપણામાં બ્રહ્મચર્ય ધર્મ પ્રત્યે રાગ પેદા થતો જાય, વધતો જાય અને એના કારણે મેથુનની ક્રિયા એ પાપરૂપે જ છે એવી બુદ્ધિ સ્થિર થતી. જાય છે તે અનિકાચીત વેદનો ઉદય કહેવાય છે. અનિકાચીત વેદના ઉદ્યવાળા જીવો બ્રહ્મચર્યના પાલન પૂર્વક સંસારમાં રહેલા હોય છે. આ જીવોને બ્રહ્મચર્યના પાલનમાં જે આનંદ આવે એ મેથુનની ક્રિયામાં આનંદ આવતો નથી. આજ એનું ખરેખરૂં લક્ષણ ગણાય છે. જ્ઞાની ભગવંતો કહે છેકે સંસારમાં રહેલા જીવોને આ રાગ મોહનીય કર્મ એવું ભયંકર કોટિનું કહ્યું છે કે જે જીવો નવમાં ગુણસ્થાનકે વેદના ઉદયને સર્વથા ઉપશમાવીને અવેદીપણાને પ્રાપ્ત કરીને એનો અનુભવ કરતો કરતો જીવ અગ્યારમાં ગુણસ્તાનને પ્રાપ્ત કરે, વીતરાગ દશાને અનુભવે અને ત્યાંથી પતન પામે છે. એક માત્ર પોતાના જે કપડા છે એ કપડા આદિ પ્રત્યેના આંશિક મમત્વના કારણે પતન થતાં થતાં અવેદીપણાને બદલે સવેદીપણાનો ઉદય થાય છે અને એમાં નીચે ઉતરતા ઉતરતા જીવો વેદના ઉદયને આધીન થઇ ઠેઠ નિગોદ સુધી પહોંચે છે. આવા અવેદીપણાના સુખનો અનુભવ કરી નિગોદમાં ગયેલા વર્તમાનમાં અનંતા જીવો રહેલા છે. આથી આ રાગ મોહનીયથી સાવચેત થવા માટે નૈવેધપૂજા ભાવથી કરતો કરતો રાગમોહનીયનો ઢાળ બદલીને વેદની વાસનાનો સંયમ કરી એની અનુભૂતિ કરતો થાય તોજ આ નૈવેધપૂજા લાભદાયી થાય. આ રીતે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં કરતાં મનુષ્ય જન્મની સફળતા કરો એ અભિલાષા. આથી નેવેધપૂજા કરતા કરતા આહારનો ત્યાગ જેટલો વધારે થતો જાય એટલો વેદનો ઉદય સંયમ પામતો જાય અને એ સંયમીત થાય એનાથી અતિ નિકાચીત વેદ, અલ્પ નિકાચીત થતો જાય. નિર્વેદપણાના અંશનો આનંદ થાય અને અનિકાચીત બનતા બનતા સંપૂર્ણ નિર્વેદીપણાનો અનુભવ પેદા કરી શકે છે અને અણાહારીપણામાં આગળ વધતો જાય છે. સંસાર આખોય આગમાં ભડકે બળતો કહેલો છે એ સંસાર રૂપી આગમાં દાઝી ન જવાય માટે વેરાગ્ય ભાવ પેદા કરીને જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેમ આગમાં જનાર જીવની પાસે ચન્દ્રકાંત મણિ હોય તો તે આગ એ જીવને કાંઇ કરી શકતો નથી. અની જેમ એટલે ચન્દ્રકાન્ત મણિની જેમ વૈરાગ્ય ભાવ સાથે હોય તો સંસાર રૂપી આગ જીવને કાંઇ કરી શકતી નથી. મેથુન કર્મ મીઠી ખણજ જેવું કહેલું છે. જેમ મીઠી ખણજ એવા પ્રકારની હોય છે કે ખણવાનું મન થાય જેમ જેમ ખણવા માંડે તેમ સંતોષ થાય અને લોહી નીકળે, ચામડી ઉખડે એટલે પીડા વધે એની જેમ આ મેથુન નામનું પાપ ભોગવવામાં આનંદ થાય અને પછી તરત જ પીડા થાય. દુઃખ થાય એટલે પાછી પીડા Page 70 of 97

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97