Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 69
________________ વૈમાનિકના એકથી ચાર દેવલોકના દેવોનું સુખ મનુષ્યના જેવું મેથુન હોવાથી તુચ્છ છે. મેથુન રૂપે સુખ ભોગવવું એ તુચ્છ કહેવાય છે. આ રીતે તુચ્છ રૂપે ભોગવાતું સુખ મન બગાડે, શરીર બગાડે અને જોવામાં વિચારવામાં પણ બિભત્સ લાગે એવું હોય છે. અલ્પ નિકાચીત વેદનો ઉદય – આ ઉદયવાળા જીવો ગ્રહસ્થાશ્રમમાં રહે છતે પણ ભોગ વિલાસોમાં મર્યાદાવાળા હોય છે. સારી સંતતિ પ્રાપ્ત કરવાની તમન્નાવાળા હોય છે તથા દાનધર્મ-શીલધર્મ અને તપધર્મ કરવાવાળા હોય છે તથા સાત્વિક ભાવનામાં આ જીવોની મસ્તી હોય છે. અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોને અંતરમાં સંયમ પ્રત્યેની ભાવના બેઠેલી હોય છે. પણ વેદનો ઉદય ચાલુ હોવાથી સંયમનો સ્વીકાર કરી લઉં એવી ભાવના ઉત્કટ બનતી નથી કારણ કે એ વેદના ઉદયના કારણે સંયમ લઇને પાળવાની શક્તિ દેખાતી નથી. માટે સંસારમાં લગ્ન ગ્રંથીથી જોડાય છે અને સંસારમાં જીવે છે આથી એ નિશ્ચિત થાય છે કે આવા જીવોને લગ્નની ક્રિયા એ પાપની ક્રિયા લાગે છે એ ક્રિયા કરવી પડે છે માટે કરે છે પણ ઉલ્લાસથી કરતો નથી પણ અંતરમાં માત્ર એક જ ધ્યેય હોય છે કે એક સંતતિ પેદા થાય પછી બ્રહ્મચર્યનો નિયમ અને શક્તિ દેખાય તો સંયમનો સ્વીકાર. આથી અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોની ભાવના સંયમની ક્રિયા સંસારની હોય આનાથી અધિક સંસારની લાલસાના વિચારોવાળા જીવોને અતિ નિકાચીત વેદનો ઉદય કહેવાય છે. અલ્પ નિકાચીત વેદના ઉદયવાળા જીવોની ભાવનાના કારણે સંસારમાં એક સંતતિની જ ભાવનાવાળાઓના ઘરમાં સત્વશાળી પુરૂષનો જ મોટે ભાગે જન્મ થાય છે. જેમકે વજસ્વામીજીના પિતાશ્રી ધનગિરિજી. ધનગિરિના પિતા જ્યારે ધનગિરિ ઉંમર લાયક થયા ત્યારે ગામમાં જે કોઇ સારુ કુળ દેખાય એના માબાપને મળીને પોતાના દિકરા માટે કન્યા નક્કી કરીને આવે અને દિકરાને કહે છે. આ માબાપનો કન્યા સાથે તારૂં નક્કી કરેલ છે. ધનગિરિને ખબર પડે એટલે એ કન્યાને ખાનગી મળવા માટે ધનગિરિજી જાય અને પૂછે કે તું મારી સાથે લગ્ન કરવાની છો ? પેલી કન્યા હા કરે એટલે ધનગિરિ કહે કે ધ્યાન રાખીને કરજે હું દીક્ષા લેવાનો છું ! આટલું કહે એટલે પેલી કન્યા ગભરાય પોતાના માતા પિતાને વાત કરે એટલે એના માતા પિતા ધનગિરિની સાથે નક્કી થયેલું ફોક કરી નાંખે આવી રીતે અનેક કન્યાઓની સાથેનું ફોક કરાવ્યું એમાં એક સુનંદા નામની કન્યાની સાથે માતા પિતાએ નક્કી કરેલું એમની પાસે પણ ધનગિરિજી ગયા અને એ જ રીતે વાત કરી એટલે સુનંદાએ કહ્યું તમારે જે કરવું હોય તે કરજો હું તો તમારી સાથે લગ્ન કરવાની છું આ સાંભળીને ધનગિરિજી વિચારે છેકે મારું ભોગાવલી કર્મ બાકી છે એમ માનીને એની સાથે લગ્ન કરે છે. બોગ ભોગવતા ગર્ભ રહ્યો એટલે સુનંદાને કહે છે કે હવે હું દીક્ષા લેવા. જાઉં છું. જે દિકરો ઉત્પન્ન થશે એ તને જીવાડશે એમ કહીને સંયમનો સ્વીકાર કરે છે. આ અલ્પ નિકાચીત વેદનો ઉદય હતો માટે ગર્ભ રહ્યાની સાથે જ સંયમ લેવા નીકળે છે અને એમાં વજસ્વામીજી પેદા થયા અને એ વજસ્વામીએ પણ પોતાના આત્માના કલ્યાણની સાથે માતાનું પણ કલ્યાણ કર્યું. આવા જીવોની પોતાના જીવનમાં થતી દાનની પ્રવૃત્તિ, શીલની પ્રવૃત્તિ અને તપની પ્રવૃત્તિ સત્વ રૂપે એટલે સત્વ પેદા કરનારી, સત્વ વધારનારી અને સત્વથી પુષ્ટ થયેલો પોતાના આત્મ કલ્યાણના માર્ગમાં આગળ વધારનારી હોય છે. આથી જેમ જેમ આ જીવો દાનાદિ ધર્મોનું આચરણ કરતા જાય તેમ તેમ પોતાના આત્મિક ગુણોમાં આગળ વધતા જાય છે અને એ એકાગ્રતાના પ્રતાપે મનોબલ મજબૂત બનાવી કલ્યાણના માર્ગે આગળ વધતા જાય છે તે અલ નિકાચીત વેદના ઉદયવાળા જીવો કહેવાય છે અને એ Page 69 of 97.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97