________________
દેવા હોય તો નૈવેધપૂજા ભાવ પૂર્વક કરતાં કરતાં સવેદીપણાના વિચારો નાશ કરી નિર્વેદી-અવેદીપણાના વિચારો પેદા કરી જલ્દીથી નિર્વેદી થાઉં એવી શક્તિ આપો એ માગણી કરતા રહેવાની છે.
એવી જ રીતે જીવોનો વધ કરાવવામાં બંધનમાં નાંખવામાં જગતને વિષે અપયશ પેદા કરાવવામાં સહાયભૂત થતું હોય તો આ મેથુન નામનું જ પાપ કામ કરે છે. જ્ઞાનીઓએ આ મેથુન પાપમાંજ એનો સમાવેશ કરેલો છે. આથી વિચારો આ પાપ કેવું ભયંકર છે ? જીવોને કેટલું નુક્શાન કરે છે ?
આ વેદનો ઉધ્ય જે સવેદીપણાએ ક્ષણિક સુખરૂપે ભોગવીએ છીએ અને અનેક પ્રકારના દુ:ખથી. મિશ્રીત થયેલા સુખમાં આનંદ માનીએ છીએ એ સુખને જ્ઞાનીઓએ ત્રણ પ્રકાર રૂપે બંધ આશ્રયી કહેલું છે.
(૧) અતિનિકાચીત રૂપે, (૨) અલ્પનિકાચીત રૂપે અને (૩) અનિકાચીત રૂપે હોય છે.
(૧) અતિનિકાચીત વેગવાળા જીવોને યુવાન વય મલતાં જ વેદનો ઉદય ભડકે બળ છે. એટલે અતિ તીવ્રરૂપે ઉદયમાં કામ કરે છે. વેદકર્મના અતિ તીવ્રતાના પ્રતાપે એવા જીવોની મેથુન સંજ્ઞા અત્યંત બળવાન હોવાથી શરીર, મન અને ઇન્દ્રિયો પણ સર્વથા બેકાબુ બને છે.
નૈવેધપૂજા કરનારા તમે તમારો વેદનો ઉદય આવો અતિ નિકાચીત રૂપે તમને પજવે નહિને ? એવો વિશ્વાસ છે !
ભલે વેદનો ઉદય પજવે છે જરૂર પણ અમો નૈવેધપૂજા ભાવથી કરીએ છીએ. આહાર સંજ્ઞાનો નાશ કરતા કરતા મેથુનનો નાશ કરી નિર્વેદીપણાના ભાવો પેદા કરવાની ભાવના છે માટે અમોને અતિ નિકાચીત વેદકર્મ બંધાતુ નથી અને ઉદયમાં પજવતું નથી આટલો વિશ્વાસ પૂજા કરનારાના અંતરમાં ખરો કે નહિ ? તોજ અંતરમાં મોક્ષનો અભિલાષ પેદા થતાં સમકીતની પ્રાપ્તિ જીવો પુરૂષાર્થથી કરી શકે. ચારિત્ર મોહનીયનો ઉદય એ જુદી ચીજ છે અને વેદનો ઉદય એ ચીજ જુદી છે. અવિરતિના ગાઢ ઉદયના કારણે ચારિત્ર લઇ ન શકે પણ ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરી શકે તો પણ વેદનો ઉદય અતીતીવ્ર રૂપે ભોગવવાનો બાકી હોય તો એની આતશ જીવને પેદા થતાં રહી ન શકે એવું પણ બને છે જેમ ક્ષાયિક સમીકીત પામેલા શ્રેણિક મહારાજાના જીવને વેદનો ઉદય તીવ્રપણે રહેલો હતો. તેમજ સત્યની વિધાધર જે હતા તે પણ સાયિક સમજીતી હતા છતાં પણ વેદના તીવ્ર ઉદયના કારણે રાજાના અંત:પુરમાં જેટલી રાણીઓ હતી તે દરેક રાણીની સાથે વૈક્રીય શરીરથી ભોગ ભોગવેલા છે. અંતરમાં હેય પદાર્થમાં હેય બુદ્ધિ હોવા છતાં વેદના ઉદયની આતશના કારણે રહી શકાતું ન હોવાથી એ કામ કરતો હતો જ્યારે પકડાયો ત્યારે લોકોએ ફ્ટિકાર આપ્યો છે તેમાં કેવલી ભગવંત ત્યાં પધાર્યા છે તેમાં આ સત્યની વિધાધર દેશના સાંભળવા જાય છે. લોકો અંડધૂત કરે છે ત્યારે કેવલી ભગવંત કહે છે આશાતના ને કરો નિયમાં ક્ષાયિક સમકીત પામેલો જીવ છે. આથી કોઇક સમઝીતી જીવોને વેદની અતિતીવ્ર આતશના કારણે રહી ન શકે એમ બને એથી સમકીત ચાલ્યું જતું નથી.
અત્યારે વર્તમાનમાં મહાદેવનાં મંદિરમાં જે લિંગ રાખવામાં આવે છે તે આ સત્યકી વિધાધરનું કહેવાય છે. એ સત્યકી હાલ નરકમાં છે ક્ષાયિક સમકીત પામતા પહેલા આયુષ્ય નરકનું બાંધેલું હતું માટે ગયા છે ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જવાના છે.
અનુકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત રાગ રાખીને મારાપણાની બુદ્ધિ રૂપે મમત્વ રાખીને જીવે એવા જીવોને અતિ નિકાચીત વેદકર્મ બંધાય છે. ભગવાનની ભક્તિ કરનારા આપણને અતિ નિકાચીત વેદ કમી બંધાતું નથી ને ? આટલું નિશ્ચિત રૂપે કહી શકીએ ને ? અને એજ અતિ નિકાચીત વેદનો ઉદય જન્મ મરણની પરંપરા વધાર્યા વિના રહેતી નથી. વાસનાના વિચારો ઓછા થતાં જાય તો જ જન્મ મરણની
Page 67 of 97