________________
સુસાધ્ય કષ્ટ સાધ્ય અને અસાધ્ય રોગો અનેક પ્રકારના પેદા થાય છે. સુસાધ્ય એટલે રોગો પેદા થયા પછી સારી રીતે રોગનો નાશ થઇ શકે તે સુસાધ્ય કહેવાય છે. કષ્ટ સાધ્ય એટલે રોગો પેદા થયા પછી દૂર કરવા માટે ઘણો પ્રયત્ન કરે તો પણ તે નષ્ટ થવામાં ઘણો સમય લાગે તે કષ્ટ સાધ્ય રોગ કહેવાય છે અને કેટલાક એવા ભયંકર રોગો પેદા થાય છેકે જે પેદા થયા પછી નાશ પામતા નથી ગમે તેટલી દવાઓ કરાવે ઉપચારો કરાવે છતાં પણ એ રોગો અસાધ્ય રૂપે રહી જીવનું મરણ ન થાય ત્યાં સુધી કાયમ ટકી જ રહે છે અને જીવોના પ્રાણોને લઇને જાય તે અસાધ્ય રોગો કહેવાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે આવા અનેક પ્રકારના રોગોથી જીવો પીડા પામતા, રીબાતા અને દયાજનક દશા ભોગવતા પોતાના મનુષ્ય જન્મને બરબાદ કરે છે. આવા અનેક પ્રકારના રોગો પેદા થવા છતાંય અંતરમાંથી વિષય વાસનાના વિચારો લાલસાઓ નાશ પામતા નથી.
પ્રાકૃતિક મૈથુન એટલે સ્વાભાવિક મૈથુન અને અપ્રાકૃતિક મેથુન એટલે અધ્યવસાયોથી અથવા બીજા કોઇ સાધનોથી મૈથુનની ક્રિયા થાય છે. આ બન્નેમાંથી કોઇપણનો વધારે પડતો દુરૂપયોગ કરવાથી આ પ્રમાણે રોગોની ઉત્પત્તિ થાય છે.
(૧) કંપ થવો-હાથ-પગ-મસ્તક અને શરીરના બીજા કોઇ ભાગ વગર કારણે કંપ્યા કરે એટલે ધ્રુજારી આવ્યા કરે તે કંપ કહેવાય છે. આવી ધ્રુજારી પેદા થવા છતાંય જીવો પોતાના અંતરમાંથી વિષય વાસનાના વિચારો, લાલસાઓ નાશ કરવા પ્રયત્ન કરતા નથી.
(૨) વેદ = શ્રમ વિના પણ એટલે થાક વિના પણ સીમાતીત પરસેવા પેદા થતો જાય એટલે વગર પુરૂષાર્થે પરસેવો વધ્યા જ કરે છે.
(૩) શ્રમ - મામુલી કામ કરતાં અથવા કામ નહિ કરવા છતાં પણ શરીરને વિષે થકાવટ લાગ્યા કરવી. એટલે થાક લાગવો.
(૪) મૂચ્છ - મોહ થવો. અતિશય મૈથુનના કારણે માથાની ગ્રંથીઓ નબળી પડી જાય જેનાથી સારા કે ખરાબ કોઇપણ પદાર્થો પ્રત્યે મૂચ્છ પેદા થતી જાય. ઘણીવાર કુટુંબમાં કહેય ખરા કે નાખી દેવા લાયક જોવાય ન ગમે એવા પદાર્થો પ્રત્યે તમને કેમ આકર્ષણ થાય છે. રાખવાનું અને સંગ્રહ કરવાનું મના થાય છે એજ સમજાતું નથી. આને જ્ઞાની ભગવંતો મોહ અથવા મૂર્છા કહે છે એ પણ મથુનમાંથી જ પેદા થાય છે.
(૫) ભૂમિ – અમુક કામ મેં કર્યું કે નથી કર્યું ? મેં ખાધું કે નથી ખાધું ઇત્યાદિ અનેક પ્રકારના વિચારોની સ્મરણ શક્તિ ઓછી થતી જાય છે. પોતાની મુકેલી ચીજો પોતાને પણ યાદ આવે નહિ કોઇ યાદ કરાવે તો યાદ આવે.
(૬) ગ્લાનિ - કમરનો દુ:ખાવો સાથળનો દુ:ખાવો પગની પિંડીઓનો દુ:ખાવો તથા શરીરના અંગોપાંગો શિથીલ થતા જાય અને વારંવાર લાંબાકાળ સુધી દુ:ખાવો પેદા થયા જ કરે અને વધ્યા જ કરે તે ગ્લાનિ કહેવાય છે.
(૭) બળક્ષય - મેવા, મિષ્ટાન્ન ખાવા છતાંય કોઇપણ જાતનું બળ કે શક્તિ વધે નહિ પરિણામે ચાલવું, બેસવ આદિ ક્રિયાઓ બધી મડદાલ બની જાય એટલે જાણે મરવાના વાંકે ક્રિયાઓ કરતો હોય એમ ક્રિયાઓ થાય છે તે બળક્ષય કહેવાય છે.
આ ઉપરાંત ક્ષય રોગ, ભગંદર રોગ, દમ રોગ, બ્લડ પ્રેશરનો રોગ, ડાયાબીટીશનો રોગ, સંધીવા, લકવા એમ અનેક પ્રકારના અસાધ્ય રોગો પેદા થતા વાર લાગતી નથી. આ રોગો પેદા ન થવા
બાદ બાd.
Page 66 of 97