________________
વધારે શરીરનો દુઃખાવો વધારે અને સંસારની વૃધ્ધિ કરે એટલે આત્માને દુઃખ વધાર્યા વગર રહેતું નથી માટે મીઠી ખણજ જેવું કહ્યું છે એ મીઠી ખણજ જેવા પાપન નાશ કરવા માટે નૈવેધપૂજાનું જ વિધાન કહેલ
છે.
હજારો લાખો રૂપિયાનો ખર્ચ પુરૂષ એક સ્ત્રી માટે કરે તે પોતાની મૈથુનની લાલસા પોષવા માટે કરે છે અને છતાંય જીવો દુ:ખીને દુઃખી રહે છે કારણકે પોતાની ઇચ્છા મુજબ મૈથુન સંજ્ઞા ન પોષાય એટલે દુઃખ વધતું જાય છે અને પોતાના આત્માનો સંસાર વધારતો જાય છે. પોતાના આત્મામાં રહેલી મોહની વાસનાઓને પુષ્ટ કરવા માટે જીવો હજારો અને લાખો રૂપિયાનો ખર્ચ કર્યા જ કરે છે. ધન કમાવા માટે દોડાદોડ કરે એ દોડાદોડમાં ખાવા પીવાનો પણ સમય રહેતો નથી. અપ્રમત્ત ભાવે પૈસા પાછળ મહેનત કરતો જાય છે અને સંસારની વૃધ્ધિ કરતો જાય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જો એવો અપ્રમત્ત ભાવ મોક્ષના અભિલાષને પેદા કરી મોક્ષ મેળવવા માટે જીવો કરે તો જીવોનો મોક્ષ હથેલીમાં થઇ જાય અર્થાત્ દેખાય.
અનુકૂળ પદાર્થો જેમ જેમ પુણ્યના ઉદયથી મળે તેમ તેમ સહજ રીતે એનો ગમો પેદા થાય - આનંદ પેદા થાય અને આત્મા એનાથી રંગાતો જાય એ પદાર્થો મારી પાસે કાયમ રહે એવી બુધ્ધિ જે પેદા થાય એને જ્ઞાની ભગવંતોએ રાગ કહ્યો છે. આવી બુધ્ધિનો ભગવાનની નૈવેધપૂજાથી નાશ થાય છે અને આંશિક નિર્વેદપણાના સુખનો આસ્વાદ પેદા થાય છે.
બ્રહ્મચર્યના આનંદને કાયમી ટકાવી રાખવા માટે અને એને વિઘ્નરૂપ બનીને કોઇ એનો નાશ કરે
નહિ એ માટે ફ્લપૂજા છે. બ્રહ્મચર્યનો નાશ કરવા માટેનું મોટામાં મોટું સાધન પરિગ્રહ છે. પરિગ્રહનો આનંદ માનતા એની મૂર્છા પેદા થવાથી એટલે જેમ જેમ પરિગ્રહની મૂર્છા વધે તેમ તેમ બ્રહ્મચર્યના આનંદનો નાશ થાય છે.
આ રીતે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં આહાર સંજ્ઞાનો નાશ કરી સર્વદીપણાની વાસના-લાલસાઓનો નાશ કરી નિર્વેદીપણાના સુખનો આસ્વાદ બ્રહ્મચર્યપણાના આસ્વાદને પ્રાપ્ત કરી પોતાના આત્માનું સૌ સુંદર રીતે કલ્યાણ સાધો એ અભિલાષા. નૈવેદ્યપૂજાના દુહાઓનું વર્ણન
અણાહારી પદ મેં કર્યા વિગ્ગહ ગઇ અનંત I દૂર કરી તે દીજીએ અણાહારી શિવ સંત ॥૧॥ આહારે વેદ ઉદય વધે જેહથી બહુ જંજાળ | નિર્વેદી આગળ ઠવો ભરી નૈવેધનો થાળ ા૨ા
નિર્વેદી આગળ ધરો શૂચિ નૈવેધનો થાળ । વિવિધ જાતિ પકવાન શું શાળી અમૂલક દાળ ||૩|| અણહારી પદ મેં કર્યા વિગ્ગઇ ગઇઅ અનંત । દૂર કરી એમ કીજીએ દિયો અણહારી ભદંત ॥૪॥ વેદે વાહ્યો જીવ વિષયી થયો ભવમાંહે ઘણું ભટકાય । મોહની ઘર વસ્યો મોહની ખોળતો મળે મોહન ન ઓળખાય ।
Page 71 of 97