________________
કરવા જેવા લાભદાયી માનતો જાય છે. આવા વિચારો એજ આત્માને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થતા જાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આ વિચારોનો નાશ કરવા માટે નેવેધપૂજા કરવાનું વિધાન કરેલું છે. જેમ જેમ ભગવાનની ભક્તિ સારા સારા નૈવેધ મુકીને કરવામાં આવે તેમ તેમ વિવેક દ્રષ્ટિને નાશ કરવાવાળા વિચાર આદિનો નાશ કરવાનો છે. જો આ લક્ષ્ય વગર નૈવેધપૂજા થાય તો જન્મ મરણની પરંપરા ઘટે નહિ. વધતી જ જાય છે. આથી નૈવેધપૂજા આવા વિચારાદિને સાચવીને વધારીને અનાદિકાળથી અનંતીવાર મનુષ્ય જન્મ પામીને કરતા આવ્યા છીએ. અત્યાર સુધી પણ એજ રીતે કરી છે હવે જાણકારી મેળવી સમજણ મેળવી તો હવે શું કરવું છે એજ રીતે નૈવેધપૂજા કરવી છેકે વિચારાદિમાં
ફાર કરીને કરવી છે ? એ અબ્રહ્મની પ્રવૃત્તિ અધર્મની પ્રવૃત્તિ હોવાથી જન્મ મરણ વધારનારી જ છે. ધર્મની પ્રવૃત્તિ ધર્મ મેળવવાના હેતુથી હોય તો જન્મ મરણ ઘટાડી શકે ! માટે નૈવેધપૂજા ભાવપૂર્વક કરતાં કરતાં અધર્મને અધર્મ રૂપે માનતા થઇએ અને શક્તિ મુજબ અધર્મની પ્રવૃત્તિથી છૂટકારો મેળવીએ એ ભાવથી કરવાની છે !
અબ્રહ્મની પ્રવૃત્તિ એટલે એનું સેવન પાપજનક કહેલું છે કારણકે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોની જે વિચારણા જીવો કરે છે એ વિચારો બીજાની પાસે બોલતા વારંવાર વિચારતા જેના અંતરમાં પાપ ભીરતા હોય, પાપનો ડર હોય એ જીવોને એ પાપરૂપ લાગ્યા વિના રહેતા નથી એ પાપ જનકની પ્રવૃત્તિ કરવાનો વખત આવે તો પણ એ જીવોને પાપરૂપ લાગતાં પ્રવૃત્તિ કરતાં શરમ આવે છે અટલે કે પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોની સાથે ઇન્દ્રિયોને જોડતાં અંતરમાં શરમ-લજ્જા પેદા થતી જાય અને અંતરમાં પાપરૂપ લાગ્યા કરતી હોય છે. આથી આવી વિચારણાઓ-વચનો અને પ્રવૃત્તિઓને જ્ઞાની ભગવંતો પાપજનક કહે છે એટલે પાપને પેદા કરાવનારી, પાપને વધારનારી અને પાપને પુષ્ટ કરનારી કહેલી છે. આથી નિર્વેદી એવા પરમાત્મા પાસે નૈવેધ મુકતા મુકતા પાપ જનક પ્રવૃત્તિ જે સવેદીપણાની અથવા અબ્રહ્મના સેવનની એનાથી છૂટવાની શક્તિ આપો અને સદંતર એના વિચારો, વચનો અને પ્રવૃત્તિનો નાશ કરી નિર્વેદી જલ્દી બની શકું એવી શક્તિ આપો એ માટે નૈવેધપૂજાનું વિધાન કહેલું છે !
આવા વિચારો મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા પેદા થયા વગર થાય નહિ અને સાથે સાથે પોતાનો અવિરતિનો ઉદય એના પ્રત્યે નક્ત ભાવ અને ગુસ્સો વધતો જાય. વિરતિનું જીવન ગમતું જાય એટલે અવિરતિના ત્યાગનું જીવન ગમતું જાય તોજ આ બની શકે છે. માટે હે ભગવન્ ! આપની પાસે સારામાં સારા શુધ્ધ નૈવેદ્ય રૂપે આહારના પુદ્ગલો મુકતાં મુક્તાં એ આહારની લાલસાઓનાં વિચારો એનાથી પેદા થતાં સવેદીપણાની લાલસાઓ અને આતશના વિચારો મારા નાશ પામો એવી માગણી કરવાની કહેલી છે ! આ રીતે રોજે રોજ માગણી કરવાના હેતુથી નેવેધપૂજા કરવામાં આવે તો જરૂર એ માગણીથી ચારે ઘાતી કર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા થયા વગર રહેતો નથી એમાં વિશેષ મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે.
અબ્રહ્મ એટલે મેથુનને બુદ્ધિનો નાશ કરનાર, વિવેકનો નાશ કરનાર અને સવૃત્તિની કુશળતાને એટલે સદ્વિચારોની ધારાને નાશ કરનાર કહેલું છે. વિષયની વાસનાઓ-લાલસાઓ અને એની આતશના વિચારો એજ સંસાર વૃદ્ધિનું જન્મ મરણનું મુખ્ય કારણ કહેલું છે. જ્યાં સુધી જીવોના અંતરમાં એના વિચારો રમતા હોય છે ત્યાં સુધી નૈવેધપૂજાથી નિર્વદીપણાની સન્મુખ થવાના નિર્વેદીની ઇરછા પેદા થવાના વિચારોનો આશા રાખવાની નહિ. જ્યારે નૈવેધપૂજાથી પોતાના સવેદીપણાના વિચારો દુ:ખરૂપ દુ:ખનું ફ્લ આપનાર અને દુ:ખની પરંપરા વધારનાર આ જ છે આવું લાગે ત્યાર પછી જ જીવોને
Page 62 of 97