________________
ટકાવવાનું છે. શરીર પ્રત્યેનો જેટલો રાગ એટલી જન્મમરણની પરંપરા વધે. શરીરના રાગવાળા જીવો શરીરને જોઇને ધર્મ કરે અને શરીરને જોઇને ધર્મ કરનારા જીવો ધર્મ પામી શકે નહિ એટલે કે શરીરનો પૂજારી આત્મિક ગુણોને પ્રાપ્ત કરી શકે નહિ જ્યારે ધર્મનો પૂજારી અવશ્ય આત્મિક ગુણોને પામી શકે છે. શરીરનો પૂજારી દેવ, ગુરૂ, ધર્મની આરાધના શરીરને પૂછી પૂછીને કરે એટલે શરીરને જોઇ જોઇને કરે. મારું શરીર સુકાઇ જશે તો ? મારું શરીર થાકી જશે તો ? ઇત્યાદિ વિચારો કરે અને પૈસા કમાવવા માટે, સંસારની પ્રવૃત્તિ કરવા માટે કે જે એને રસવાળી પ્રવૃત્તિ હોય તે કરવામાં એ શરીરને પૂછે નહિ. શરીરનું જે થવું હોય તે થાય પણ મારે આ તો કરવું જ છે એ રીતે કરતો હોય છે.
પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોની ઇચ્છા એટલે ભોગવવા માટેની લાલસાઓ એ મેથુન કહેવાય છે અને પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોના જટલા સાધનો હોય તે પરિગ્રહ કહેવાય છે એટલા માટેજ શરીર પણ પરિગ્રહમાં ગણાય છે.
નિર્વેદી એવા તીર્થંકર પરમાત્માઓની નૈવેધપૂજા કરતાં કરતાં પોતાનું સર્વદીપણું ઓળખાતું જાય એનાથી થતું નુક્શાન એની ખબર પડતી જાય. જન્મ મરણની પરંપરા વધારનાર છે એવી સમજણ પડતી. જાય તો જ અ નેવેધપૂજા આત્મામાં રહેલા ચારે ઘાતી કર્મોનો (જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-મોહનીય અને અંતરાય) ક્ષયોપશમ ભાવ પેદા કરતો જાય.
વિષયોની લાલસાના પરિણામો આત્મામાં રહેલા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવને નાશ કરનારી ચીજ છે. જેટલી વિષયોની વાસનાની લાલસાઓ કુદાકુદ કરે એટલું જ્ઞાનનું આવરણ વધતું જાય
અબ્રહ્મ એટલે મેથન સેવનના પાપને જ્ઞાની ભગવંતોએ અકુશલપણા રૂપે કહેલ છે એટલે કે પુણ્યના ઉદયકાળમાં જીવોને સારા વિચારો પ્રાપ્ત થતાં હોય છે એ સારા વિચારોને બગાડીને મનમાં ખરાબ વિચારોને પેદા કર્યા કરે એ અકુશલપણું કહેવાય છે એટલે કે સજ્જનોને જેવા વિચાર પેદા થવા જોઇએ એવા વિચારો પેદા થવા દે નહિ તે અકુશલપણાની ઉત્પત્તિ કહેવાય છે.
એ અકુશલના વિચારોમાં ને વિચારોમાં જીવો પોતે શું પ્રવૃત્તિ કરી રહેલા છે શું બોલે છે એ એમને પોતાને ખબર પડતી નથી અને આથી આવા અકુશલપણાના વિચારોના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થયેલો હોય છે કે જેનાથી યાદશક્તિ વધતી હોય છે તે ઘટવા માંડે છે એટલે પોતાની મુકેલી ચીજો ક્યાં મુકેલી છે એ પણ યાદ આવતું નથી અને અકુશલપણાના વિચારો કહેવાય છે.
અબ્રહ્મના સેવનને જ્ઞાની ભગવંતો અધર્મરૂપે કહે છે પાંચે ઇન્દ્રિયના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડવાથી તેમજ પ્રતિકૂળ વિષયો પ્રત્યેથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એ અબ્રહ્મ કહેવાય છે એ અબ્રહ્મ ને અધર્મ કહેવાય છે. એ અધર્મના વિચારો બુદ્ધિને બગાડે છે એટલે જ્ઞાનાવરણીય કર્મના. ક્ષયોપશમ ભાવનો નાશ કરે છે. એટલે કે જેમ જેમ સારા સારા ખાવા પીવા આદિ પદાર્થોની વિચારણા જીવા કરતો જાય અને એવી જ રીતે સારું સાંભળવું, સારું સુંઘવું સારું જોવું, સારો સ્પર્શ કરવો એવા પદાર્થોની ઇચ્છાઓ અને વિચારણાઓ જીવોની બુદ્ધિનો નાશ કરે છે તેમજ વિવેક દ્રષ્ટિનો પણ નાશ કરે છે કારણકે જેમ જેમ એ વિચારો જીવ વધારેને વધારે કરતો જાય તેમ તેમ રાગાદિ પરિણામ તીવ્ર બનતા જાય છે અને એ રાગાદિ પરિણામના કારણે મોહનીય કર્મનો ઉદય તીવ્ર થતો જાય છે એના પ્રતાપે વિવેક દ્રષ્ટિ અંતરમાંથી નાશ પામે છે એટલે કે સારાસારનો વિચાર કરી શકતો નથી, હિતાહિતનો વિચાર કરી શકતો. નથી અને એના કારણે અહિતની પ્રવૃત્તિ, અહિતના વચનો, અહિતના વિચારો અંતરમાં સારા લાગે છે.
Page 61 of 97