Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 60
________________ ભાવથી ભોગાવલી ભોગવવા છતાંય નવા ભોગાવલી ભોગવવા લાયક બંધાતા નથી. પોતાનું મુખ પ્લાન બને છે એનું કારણ એ છેકે આ ક્રિયા ખુદ પાપરૂપ છે પાપને પેદા કરનાર છે એટલે પાપજનક છે આવી. બુદ્ધિ પોતાના આત્મામાં સ્થિર થયેલી હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે મેથુનની ક્રિયા કરતાં, પાપરૂપ છે અને પાપજનક છે આવી બુદ્ધિ સમકીતી જીવોમાં રહેલી હોય છે અને જે આત્માઓમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્યભાવ દ્રઢ રૂપે પેદા થયેલો હોય એ જીવોના અંતરમાં હોય છે. આથી આવા જીવો એ ક્રિયા કરવા છતાંય કર્મોની નિર્જરા કરી શકે છે અને પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી શકે છે કારણ કે હેય પદાર્થમાં હેય બુધ્ધિ રહેલી હોય છે. નિર્વેદી પાસે શુધ્ધ-પવિત્ર સારા એવા નૈવેધનો થાળ સવેદીપણાના નાશ કરવાની બુદ્ધિથી મુકવો જોઇએ. અને એ મુકતા પોતાના સવેદીપણાના વિચારોનો ખેદ પશ્ચાતાપ વ્યક્ત કરવાના છે કે જેથી દુર્ગતિના દ્વાર સદા માટે બંધ થઇ જાય. સંપૂર્ણ નિર્વેદીપણું જીવોને વેદનો ઉદય ઉદયમાંથી તેમજ સત્તામાંથી સંપૂર્ણ નાશ પામે ત્યારે પેદા થાય છે એટલે કે નવમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે જ વેદનો ઉદય તેમજ સંપૂર્ણ નાશ થાય છે ત્યાં સુધી જીવોને વેદનો ઉધ્ય તેમજ સત્તા હોવાથી સવેદીપણાનો કાળ કહેવાય છે તેમાં આંશિક નિર્વેદીપણાની અનુભૂતિ જરૂર હોઇ શકે છે અને અણાહારીપણું તેરમા ગુણસ્થાનકના અંતે મન, વચન, કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ થાય ત્યારે ચોદમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જીવો સવેદીપણામાં રહેલા હોય છે ત્યાં સુધી વીતરાગતા પેદા થતી નથી. રાગ-દ્વેષનો સંયમ પ્રાપ્ત થઇ શકે એ સંયમતાનો અનુભવ થઇ શકે પણ વીતરાગતા પ્રાપ્ત થઇ શકતી નથી. | ઇચ્છા એનું નામ આહારસંજ્ઞા કહેવાય છે. ઇચ્છાપૂર્વકનો આહાર એ સંજ્ઞા સહિતનો. આહાર કહેવાય અને ઇચ્છા વગરનો આહાર તે સંજ્ઞા વગરનો આહાર કહેવાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે જીવ પુરૂષાર્થ કરીને ગુણયુક્ત મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે એ જીવોને ઇચ્છા વગરનો એટલે આહારસંજ્ઞા વગરનો આહાર પણ હોઇ શકે છે એટલે એવા આહારની શરૂઆત થાય છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જેટલી વિષયોની લાલસા વધારે એટલી જીવોની જન્મ મરણની પરંપરા વધારે હોય છે એટલે એટલો કાળ પરિભ્રમમ કરવાનું વધારે છે એમ કહેવાય. ભગવાનની ભક્તિ કરતા કરવાની ભાવના ત્યારે જ કહેવાય કે અંતરમાંથી લાલસા ઘટતી જાય તો. લાલસા ઘટાડવાની વિચારણા પણ ચાલુ થાય તોય જન્મ મરણની પરંપરા ઘટ્યા વગર રહે નહિ. વિષય વાસનાઓની લાલસાઓના વિચારો ઘટાડવા માટે એનો નાશ કરવા માટે ભગવાન પાસે નેવેધપૂજા કરવાનું મન થાય છે ? નૈવેધ પૂજા તમે શા માટે કરો છો ? જો એ ભાવના ન હોય ન પેદા થાય તો સમજવું કે નેવેધપૂજા કરવા છતાં જન્મ મરણની પરંપરા ઘટવાની નથી. મેથુનની લાલસા અંતરમાંથી ઘટે તો પરિગ્રહની લાલસા પણ ઘટ્યા વગર રહે નહિ. મેથુનની લાલસાઓ ઘટવા માંડે એટલે પરિગ્રહને વધારવાની સંગ્રહવાની ઇચ્છાઓ અંતરમાંથી તૂટવા માંડે. આહાર સંજ્ઞા જેમ જેમ ઘટે તેમ તેમ મેથુનસંજ્ઞા ઓછી થવા માંડે મેથનસંજ્ઞા ઓછી થવા માંડે તેમ તેમ પરિગ્રહસંજ્ઞા પણ અંતરમાંથી ઘટવા માંડે. શરીર એ પણ પરિગ્રહ જ છે. આથી નેવેધપૂજા કરતાં કરતાં શરીરનો રાગ પણ ઘટવો જ જોઇએ. મેથન એ પાપ છે એવું અંતરમાં બેસે તો શરીરનો રાગ ચોક્કસ ઘટે જ માટે રાગ વગર શરીરને Page 60 of 97

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97