Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 58
________________ પુણ્યના ઉદયથી. મળેલી વિષયોની સામગ્રી વિષય વાસના પૂર્વક ભોગવવામાં આવે એટલે આનંદપૂર્વક ભોગવવામાં આવે તો તે ભોગવતા પુણ્યનો નાશ કરે છે માટે મળેલી સામગ્રીનો વાસના રહિત થઇને ભોગવટો કરવો જોઇએ. વાસના રહિત ભોગવવ એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ પેદા કરીને ભોગવવી અને આ રીતે જ્ઞાન ગર્ભિત વેરાગ્ય ભાવ પેદા કરીને ભોગવે તો નવું પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતુ જાય અને આનાથી વધારે સારી સામગ્રી મલ્યા કરે. વિષયોની વાસનાપૂર્વક મળેલી સામગ્રીનો ભોગવટો કરે તો પુણ્યને સમાપ્ત કરે એટલે નાશ કરે એમ જે આત્મિક ગુણો પેદા થયેલા હોય એ ગુણોનો પણ નાશ કરે છે. પ્રાપ્ત થયેલા ગુણોનો નાશ ન થાય એની કાળજી રાખીને જીવન જીવવું એનું નામ જ્ઞાન ગર્ભિત વેરાગ્ય કહેવાય. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને આહાર સંજ્ઞા કાબુમાં હોતી નથી. આથી આહાર સંજ્ઞાને આધીન થઇને આહાર કરતાં કરતાં જીવને વિષય વાસનાના વિચારો પેદા કરાવવામાં સહાયભૂત થાય છે અર્થાત વિષયવાસના રૂપ વેદનો ઉદય થાય છે માટે મેથુન સંજ્ઞા સતેજ થાય છે એટલે ઉત્તેજિત બને છે અને વેદનો ઉદય પેદા થાય છે એને આધીન થઇને જીવન જીવાય છે એજ સંસારી જીવન કહેવાય છે. આથી નૈવેધપૂજા કરતા કરતા ભાવપૂર્વક કરવામાં આવે તો આહાર સંજ્ઞા નાશ. પામતી જાય અને એના કારણે સવેદીપણાનો નાશ થતો જાય અને અંતરમાં અવેદી બનવાનો ભાવ પેદા થતો જાય છે. અવેદીપણાનું સુખ એટલે વેદના ઉદયના અભાવનું સુખ. અનાદિકાળથી જીવો સવેદી સુખના અનુભવવાળા હોવાથી એ સુખોના કારણેજ જેમ જેમ લાલસા કરતાં જાય એની આતસ પેદા કરતા જાય તેમ તેમ સંસારની વૃદ્ધિ કરીને જન્મ મરણની પરંપરા કરીને પરિભ્રમણ કરતા જાય છે. એમાં અનંતીવાર મનુષ્ય જન્મને પામ્યા છતાં ધર્મની આરાધના પણ અનંતીવાર કરવા છતાં સવેદીપણાના સુખ કરતાં અવેદીપણાનું સુખ વિશેષ છે અને તે મારા આત્મામાં રેહલું છે અને એજ ખરેખરૂં સુખ છે એવી બુધ્ધિ હજી સુધી પેદા થઇ હોય એમ લાગતું નથી. આથી અનંતીવાર નૈવેધ પૂજા કરી સવેદીપણાના સુખના અભિલાષા અને આતસ થી જીવન પસાર કર્યું હવે ખબર પડી કે એ સવેદીપણાનું સુખ બેના સંયોગ વગર પેદા થતું નથી, અનુભવાતું નથી અને એ બે પરપદાર્થનો સંયોગ એજ દુઃખનું મૂલ છે. આથી સવેદીપણાનું સુખ જ દુ:ખરૂપ ગણાય છે કારણકે પર પદાર્થના સંયોગથી પેદા થતું હોવથી, એ પેદા થયેલું પણ સુખ પરાધીન રૂપે કહેવાય માટે સ્વાધીન ન હોવાથી દુઃખરૂપ કહે છે જ્યારે અવેદીપણાનું સુખ પર પદાર્થના સંયોગ વગર આત્મા પોતેજ એનો એકલો અનુભવ કરી શકે છે અને એ અવેદીપણાનું સુખ નિર્વિકારી હોય છે માટે સ્વાધીન છે એજ ખરેખર સુખ છે એ વાત હવે સમજાય છે માટે એ સુખને શ્રી તીર્થંકર પરમાત્માઓએ પુરૂષાર્થ કરીને પેદા કરેલું છે એની અનુભૂતિ સદાકાળ રૂપે કર્યા જ કરે છે. આથી એ આત્માઓનું દર્શના પણ નિર્વિકારી રૂપે ગણાય છે આથી એમના દર્શન, પૂજનથી અવેદીપણાનું સુખ પ્રાપ્ત કરવાનું મન થાય છે અથવા કરવાનું છે. મેથુનની ક્રિયા રાગ અને દ્વેષ બન્નેના પરિણામથી થાય છે એકલા રાગ કે એકલા દ્વેષથી આ ક્રિયા થઇ શકતી નથી કારણ કે આ ક્રિયામાં જે આનંદ આવે છે એનાથી રાગ મોહનીય પુષ્ટ થાય છે અને એની સાથે સાથે અસંખ્યાતા બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા તેઇન્દ્રિય જીવો અસંખ્યાતા ચઉરીન્દ્રિય જીવો સંખ્યાતા કે અસંખ્યાતા સમુરિછમ મનુષ્યો તથા સંખ્યાના નવ લાખ ગર્ભજ મનુષ્યોની હિંસા થાય છે. ક્રિયાની રતિ એટલે ક્રિયાના આનંદના કારણે આ જીવોની હિંસા થાય છે એનું દુ:ખ રહેતું નથી માટે એ આનંદમાં સાથે ને સાથે હિંસાવાળા જીવો પ્રત્યે દ્વેષ થાય છે એમ કહેવાય છે. આથી રાગ અને દ્વેષથી એ ક્રિયા થાય છે એમ કહેવાય છે. આવી જ રીતે બાકીની ઇન્દ્રિયોને વિષે જે જે અનુકૂળ પદાર્થો Page 58 of 97

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97