Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 57
________________ વગર રહેતી નથી. જેમકે પુણ્યના ઉદયથી જે આહારના પુગલો મળેલા હોય છે તે કોઇ જોઇ ન જાય કોઇ લઇ ન જાય એની ચિંતા અને વિચારણા અંતરમાં સતત રહ્યા કરે છે એ ભયસંજ્ઞા કહેવાય છે. મનગમતા પદાર્થો, ગરમાગરમ પદાર્થો, ટેસક્ત પદાર્થો જેમ જેમ જીવ રસપૂર્વક ઉપયોગ કરે છે તેમ તેમ વેદનો ઉદય વધે છે. વેદ સતેજ થાય છે એ મેથુન સંજ્ઞા કહેવાય છે અને જે પદાર્થો પુણ્યોદયથી મળેલા છે તે પદાર્થો ચાલ્યા ન જાય એની આસક્તિ-રાગ-મમત્વ બુધ્ધિ તે પરિગ્રહ સંજ્ઞા કહેવાય છે. આથી આહાર સંજ્ઞાની. સાથે જ આ ત્રણેય સંજ્ઞાઓ રહેલી જ હોય છે અને કુદાકુદ કર્યા જ કરે છે. જ્યારે જીવ આહાર સંજ્ઞાને ઓળખીને સમજણ પેદા કરતો જાય છે તેમ તેમ બાકીની ત્રણેય સંજ્ઞાઓ ઓળખાતી જાય છે અને જેટલે અંશે એ સંજ્ઞા ન બળી પડે એટલે અંશે અણાહારીપણાની વિચારણા અને ભાવો પેદા થતા જાય છે. આથી આહાર એજ દુ:ખ રૂપ છે. દુ:ખનું ફ્લ આપનાર છે અને દુ:ખની પરંપરા વધારનાર એ માટે અધર્મની ક્રિયા કહેવાય છે. આહાર સંજ્ઞાને ઓળખીને સમજણ પેદા કરનાર જીવને એ સંજ્ઞાઓ પજવતી નથી કારણકે એને જે મળે તે ખાવા પીવામાં ચલાવી લે છે. સંજ્ઞાને જીવ ઓળખે એટલે જીભના તોફનો બંધ થાય છે એટલે અનુકૂળ આહારના પદાર્થોના વખાણ કરતો નથી અને પ્રતિકૂળ આહારના પદાર્થોને વખોડતો પણ નથી. અંતરમાં એવા વિચારો પેદા કરે છે કે દુનિયામાં કેટલાય મનુષ્યો છે તેમાં ઘણાયને ટાઇમસર (સમય સર) ખાવા પીવા મલતું નથી જ્યારે મને મારા પુણ્યોદયથી આટલુંય ખાવા પીવા મલે છેને એય ઘણું છે. આથી જો આહાર સંજ્ઞાથી જીવ સાવધ ન રહે તો જેમ જેમ આહાર કર તેમ તેમ એ આહાર અંતરમાં રહેલા સુવિચારોને બદલે અસદ્ વિચારો પેદા કરે છે. સુવિચારો પેદા થવા દેતી નથી આથી આહાર સંજ્ઞાને જ્ઞાની ભગવંતોએ દુ:ખદાયક કહેલી છે અથવા પાપ જનક એટલે પાપ પેદા કરાવનાર કહેલી છે. આથી જ આહાર કરવો એ અધર્મની ક્રિયા કહેવાય છે માટે જ વ્યવહારમાં કહેવાય છે કે ખાવાના પદાર્થો પોતે ખાય એ અધર્મ કહેવાય અને બીજાને આપે એ ધર્મ કહેવાય છે કારણકે બીજાના પેટને તૃપ્ત કરવું એ ધર્મ કહેવાય છે. આ રીતે બીજાનું પેટ ભરાવીને બે શબ્દો સારા કહીએ તો એની અસર એ જીવ ઉપર સારી થાય છે. જૈન શાસન રાગના ત્યાગ માટ જ જગતને વિષે ઉભેલું છે. રાગને પોષવા માટે જૈન શાસન નથી. નૈવેધ પૂજામાં જેમ જેમ ઉંચા અને કિંમતી આહારના પદાર્થો મુકે તેમ તેમ આહાર સંજ્ઞાનો નાશ થવો જોઇએ અને અણાહારીપણાનું લક્ષ્ય પેદા થવું જ જોઇએ અને એ સાથે આહારના ત્યાગનો આનંદ અંતરમાં પેદા થતો જાય છે. | ઉપવાસનો વાસ્તવિક આનંદ ત્યારે જ કહેવાય કે જે ખાવાના ત્યાગનો આનંદ પેદા કરાવે. દેવલોકમાં રહેલા દેવોની પાસે ભૌતિક સામગ્રી વધારે હોવા છતાં મનુષ્યો કરતાં એ દેવો હેઠ કહેવાય છે કારણકે આત્મિક વિકાસની સામગ્રી મનુષ્યો પાસે કઇ ગણી વધારે છે એ દેવો પાસે નથી જ. જેમ જેમ નેવેધપૂજામાં આનંદ આવતો જાય તેમ તેમ આહાર સંજ્ઞા નષ્ટ થતી જાય અને આત્મિક વિકાસની વૃદ્ધિ થતી જાય છે એ આત્મિક વિકાસની વૃદ્ધિનો આનંદ વધતો જાય છે. દેવોની પાસે પુણ્યના ઉદયથી ભૌતિક સુખોની સામગ્રી હોય છે તે નાશ કરવામાં કોઇપણ કારણ હોય તો તે વિષયોનો અભિલાષ ગણાય છે એટલે કે વિષય વાસનાઓના વિચારોને આધીન થયેલા જીવોનું પુણ્ય નાશ પામતું જાય છે. એવી જ રીતે મનુષ્યોમાં પણ આત્મિક ગુણોના વિકાસમાં ગમે તેટલા આગળ વધેલા હોય પણ એ જીવો વિષય વાસનાના અભિલાષોને આધીન થતાં જાય તો તેઓના પણ આત્મિક ગુણો નાશ પામતા જાય છે અર્થાત નાશ પામે છે. Page 57 of 97

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97