________________
બુધ્ધિનો પણ નાશ થાય છે એટલે કે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જ્ઞાનની વૃધ્ધિ થાય પણ તે જ્ઞાન આત્મામાં પરિણામ પામવા દે નહિ. એટલે એ જ્ઞાન આત્મામાં પરિણામ પામતું નથી. એટલે કે જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણામ પામે છે. ગરમા ગરમ અને ટેસફૂલ ખાવાથી શરીરને અને ઇન્દ્રિયોને આનંદ આવે પુષ્ટ થાય પણ આત્માને કોઇ લાભ પેદા થતો નથી.
જૈન શાસન આત્માના આનંદ ઉપર તથા આત્માના લાભ ઉપર ભાર મુકે છે. જે પ્રવૃત્તિ કરતાં આત્માના લાભનું કારણ બને એ જ પ્રવૃત્તિ જૈન શાસન કરણીય રૂપે ગણે છે.
પુણ્યથી મલતી આહારની સામગ્રી રસપૂર્વક અને ટેસપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો નિર્જરા ઓછી થાય એટલે અકામ નિર્જરા થાય અને કર્મબંધ વિશેષ થાય છે જ્યારે એ સામગ્રી રસ વગર અને ટેસ વગર ઉપયોગ કરવામાં આવે તો નિર્જરા વિશેષ થાય અને કર્મબંધ ઓછો થાય છે.
આયંબિલનો લુખો પણ આહાર રસપૂર્વક વાપરવામાં આવે તો પણ નિર્જરા ઓછી થાય છે કારણકે કોઇપણ ખાવાનો પદાર્થ લુખો કે ચોપડેલો રસપૂર્વક ખાવાની જૈન શાસન ના પાડે છે એટલે જ્ઞાની ભગવંતો ના કહે છે. આથી રસપૂર્વક આહારના પુદ્ગલોનો ઉપયોગ કરે અને નૈવેધપૂજા કરે તો તે પૂજાથી અકામ નિર્જરા થાય-જ્ઞાન પરિણામ પામે નહિ તેમજ વિવેક ગુણ પેદા થવા દે નહિ, પેદા થયો હોય તોય નાશ કરે છે.
નૈવેધપૂજા ભાવપૂર્વક કરવામાં આવે તો આહારના પુદ્ગલોનો ઉપયોગ કરવા છતાં સ્વાદની અનુભૂતિ થવા છતાં એ સ્વાદમાં લેપાય નહિ તો આત્મ પરિણતિ પેદા કરવાના જ્ઞાનમાં ઉપયોગી થાય છે અને મોહનીય કર્મના ઉદયની મંદતા થતાં-ક્ષયોપશમ ભાવ પેદા થતાં વિવેક ગુણ પેદા થતો જાય છે અને આત્માને સારા વિચારોમાં સ્થિર કરે છે.
આહાર કરવાની ક્રિયા એટલે ખાવાની ક્રિયા એ ધર્મની ક્રિયા નથી પણ અધર્મની જ ક્રિયા કહેવાય છે. આથી ખાવું એ અધર્મ ગણાય છે.
ધર્મની આરાધના કરવા માટે ભૂખ્યા પેટે સમાધિ ટકતી નથી આથી ધર્મની આરાધનામાં સમાધિ ભાવ ટક્યો રહે એટલે પુરતો જ આહાર કરવાનો છે પણ એ આહાર કરતાં અંતરમાં એજ ભાવ હોય છેકે આહાર કરવો એટલે ખાવું એ પાપ છે. અધર્મની ક્રિયા છે. કરવા યોગ્ય નથી જ. શ્રી તીર્થંકર પરમાત્માઓ છેલ્લે ભવે પોતે જાણે છે. ત્રણ જ્ઞાનના ધણી હોવા છતાં કેવલજ્ઞાન પામીને શાસનની સ્થાપના કરવાના છીએ એમ જાણે છે છતાં એ આત્માઓ પોતાના કર્મોને ખપાવવા માટે આહાર અને પાણી વગરનો તપ પોતાની શક્તિ મુજબ કરે છે અને કર્મો ખપાવે છે માટે એ આત્માઓ પણ ખાવું એ પાપ માને છે તોજ તપ કરી શકે છે ને ?
જ્યાં સુધી જીવો પહેલા ગુણસ્થાનકે ગુણયુક્ત ગુણસ્થાનકમાં દાખલ થતાં નથી ત્યાં સુધી સંજ્ઞાને એટલે આહાર સંજ્ઞાને આધીન થઇને આહાર કરતા હોય છે અને સંસારની વૃધ્ધિ કરે છે. જીવોને સંજ્ઞાના તાાનો ત્યાં સુધી જ હોય છે.
જ્યારે જીવોને અંતરમાં મોક્ષનો અભિલાષ પેદા થાય કે તરત જ પોતાની આહારાદિ સંજ્ઞાઓની ઓળખ પેદા થતાં એનાથી સાવધ થાય છે અને એની આધીનતા શક્તિ મુજબ દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. આ આહાર સંજ્ઞા જ જીવોને નૈવેધ પૂજા રોજ કરવા છતાંય અણાહારીપણાનો ભાવ પેદા થવા દેતી નથી અને નૈવેદ્યપૂજા કરવા છતાં પણ આહાર પ્રત્યેની લાલસાઓ કુદાકુદ કરે છે અને સંસારની વૃધ્ધિ કરાવે છે. આહાર સંજ્ઞાની સાથે જ બાકીની ત્રણ સંજ્ઞાઓ બેઠેલી જ હોય છે અને એ પણ કુદાકુદ કર્યા
Page 56 of 97