________________
જીવને મલે છે અને એની સાથે ઇન્દ્રિયોનો સંયોગ કરતાં આનંદ અને રતિ પેદા થાય છે તે રાગ મોહનીય કહેવાય છે અને એ અનુકૂળ પદાર્થ તૈયાર થવામાં મેળવવા આદિમાં જેટલા જીવોની હિંસા થાય છે એનું અંતરમાં દુઃખ પેદા થતું ન હોવાથી દ્વેષભાવ રહેલો છે માટે દ્વેષ મોહનીય કર્મ કહેવાય છે.
આથી પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડીને આનંદ માનવાથી રાગ-દ્વેષ અને બન્નેથી એ ક્રિયાઓ થાય છે એમ કહેવાય છે. જ્ઞાની ભગવંતો પણ એમ કહે છે જો નૈવેધપૂજા કરતાં કરતાં જીવોના અંતરમાં રાગવાળા પદાર્થો પ્રત્યે જેટલી લીનતાનો નાશ થાય એટલે અલીપ્ત રૂપે જીવન જીવાય તો તેમાં રાગ મોહનીયનો ઉદય હોવા છતાં એની આધીનતાનો નાશ થયો એટલે કર્મબંધ ઓછો થતો જાય છે. નિર્જરા વધારે થાય છે અને સાથે સાથે જે જીવોની હિંસા થાય છે તેમાં રાગમાં અલિપ્ત ભાવના કારણે દ્વેષ રૂપે પણ કર્મબંધ થતો નથી માટે અશુભ કર્મો જે બંધાય છે તેમાં ઓછા રસે અશુભ કર્મનો બંધ થાય છે આજ નૈવેદ્યપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ ગણાય છે.
આવા પરિણામો નૈવેધ પૂજાથી પેદા થતા જાય છે ખરા ?
વિષય વાસનાની લાલસાઓ રાગદ્વેષ પૂર્વકની હોય છે. માટે પુણ્યનો નાશ કરે છે તેમજ આત્મિક ગુણોનો પણ નાશ કરે છે.
સ્વદારા સંતોષ એટલે એમનો રોજ ઉપયોગ કરવો એવું નહિ જેમ ઘરમાં સુંઠ હોય તો તે સુંઠનો ઉપયોગ સામાન્ય રીતે દવા માટે કરાય છે પણ રોજ કરાતો નથી એમ આમાં પણ સમજવું.
આથી સવેદીપણાનો સ્વભાવ, સવેદીપણાના વિચારો એ આત્માનો પોતાનો મૂલ સ્વભાવ કે વિચારો નથી પણ વૈભાવિક વિચારો છે.
આત્માના પોતાના સ્વભાવ રૂપે પરિણામો નિર્વેદીપણાના જ હોય છે એ સ્વભાવ સવેદી વિભાવ દશાએ દબાયેલા છે એ દબાયેલા સ્વભાવને પેદા કરવા માટે અને વિભાવ દશાના પરિણામોને નાશ કરવા
માટે જ જ્ઞાની ભગવંતોએ નૈવેધપૂજાનું વિધાન કહેલું છે.
આ રીતે ભાવપૂર્વક નૈવેધપૂજા કરવામાં આવે તો મંદિરમાંથી નીકળ્યા પછી પોતાના સવેદીપણાના વિચારો પ્રત્યે અંતરમાં પશ્ચાતાપ પેદા થતો જાય અને એ વિભાવ દશાના પરિણામોનો નાશ કરવાની ભાવના પેદા થતી જાય અને એ પરિણામો નાશ કરવાની શક્તિ પેદા થાય એટલે એવું સત્વ પેદા થાય અને એવું સત્વ મને આપો એવી ભાવના કરવાનું મન થાય છે.
જીવ જ્ઞાનના ઉપયોગમાં જેટલો વધારે કાળ રહે એટલા કાળમાં વેદના પરિણામો જીવને હેરાન કરતા નથી.
નિર્વેદી એવા અરિહંત પરમાત્માનું દર્શન, પૂજન નિર્વેદી બનવા માટે કરવાનું છે કારણ કે જીવો જ્યાં સુધી નિર્વેદીપણાને પામે નહિ ત્યાં સુધી અણાહારીપણાને પ્રાપ્ત કરી શકતા નથી.
તીર્થંકર પરમાત્માઓ છેલ્લે ભવે પણ જેમનું ભોગાવલી કર્મ ભોગવીને પૂર્ણ કરવાનું હોય એટલે ખપાવવાનું હોય એ તીર્થંકર પરમાત્માના આત્માઓ પણ સ્વયં લગ્ન કરવાની ઇચ્છા પેદા કરતા જ નથી. કોઇપણ સમજાવે તો પણ એ ક્રિયાના પ્રત્યે એમનું મન જ થતું નથી. માત્ર એમના પોતાની માતા જ્યારે એ લગ્નની ક્રિયા માટે વિનંતી કરે ત્યારે એ આત્માઓ મુખ નીચું રાખીને અંતરમાં ગ્લાની પેદા કરીને એટલે સૂર્યાસ્ત વખતે જેમ સૂર્ય ગ્લાની પામેલો હોય છે એની જેમ એમના મોઢા ઉપર શ્યામતા પેદા થાય છે અને લજ્જાપણું જણાય છે એવા ભાવ પોતાના દેખાડીને માતાની આજ્ઞા ખાતર પાપવાળી લગ્નની ક્રિયા કરે છે અને પોતાનું ભોગાવલી કર્મ જે બાકી રહેલું હોય છે તે એ રીતે ભોગવીને નાશ કરે છે. આથી આવા
Page 59 of 97