Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 54
________________ થઇ પાછો નરકનું આયુષ્ય બાંધી નરકમાં જાય છે એમ નરક-તિર્યંચ અથવા નરક-મનુષ્યપણાના જન્મ મરણ કર્યા જ કરે છે એ જન્મ મરણ જંજાળ કહેવાય છે. તિર્યંચગતિમાં રહેલા જીવો એક એક અંતર્મુહૂર્ત એકેન્દ્રિયાદિના ભવો કરી કરીને અસંખ્યાતા અથવા અનંતા જન્મ મરણ કર્યા જ કરે છે અને એ જન્મ મરણની જંજાળ એવા પ્રકારની હોય છે કે મોટે ભાગે બેભાન અવસ્થા જેવી અવસ્થામાં કાળ પસાર કરે છે અને ભમ્યા કરે છે. મનુષ્યગતિને વિષે રહેલા જીવો મનુષ્ય મનુષ્યપણાના જન્મ મરણના ભવો કરે તો સાત ભવો કરે અને આઠમો ભવ વિલેન્દ્રિયપણામાંથી કોઇ એકનો ફરી પાછા મનુષ્યના સાત ભવ કરે એમ કરતાં કરતાં બે હજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ ઉત્કૃષ્ટથી કર્યા કરે પછી એક ભવ એકેન્દ્રિયનો કરી મનુષ્યપણું પામી ઉપરની જેમ બેહજાર સાગરોપમ કાળ સુધી જન્મ મરણ કર્યા કરે આ રીતે અસંખ્યાતી. ઉત્સરપિણી-અસંખ્યાતી અવસરપીણી કાળ સુધી જન્મ મરણના ભ્રમણમાં ભમ્યા કરે છે. દેવગતિને વિષે ઉત્પન્ન થયા પછી ત્યાંથી મરીને ત્યાં દેવરૂપે ફ્રીથી જન્મ થતો નથી માટે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થઇ તિર્યંચ દેવ અથવા મનુષ્ય દેવરૂપે થતાં થતાં જન્મ મરણ કર્યા કરે છે અને ભમે છે કેટલાક દેવો દેવગતિમાંથી એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાય અકાય અને પ્રત્યેક વનસ્પતિ કાય રૂપે ઉત્પન્ન થઇ એકેન્દ્રિયમાં અસંખ્યાતો કે અનંતો કાળ જન્મ મરણ કર્યા કરી ભમે છે. પૃથ્વી આદિમાંથી. સાધારણ વનસ્પતિ રૂપે ઉત્પન્ન થઇ અનંતોકાળ ભ્રમણ કરી શકે છે. જઘન્યથી અંક અંતર્મુહૂર્તનો ભવ કરીને બહાર નીકળી શકે છે. આથી અહીં જ્ઞાની ભગવંતો કહે છે કે ચારે ગતિરૂપ સંસારમાં જન્મ મરણની. જંજાળ સિવાય કાંઇ નથી એટલે દુ:ખ જ રહેલું છે. આથી જીવને સુખ જોઇતું હોય તો પંચમી જે સિદ્ધિ ગતિ એ સિદ્ધિ ગતિ સિવાય જીવને ત્રણેકાળમાં એટલે ભૂતકાળ-વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં એટલે સદા માટે સાદિ અનંતકાળ માટે સુખ નથી સદા માટે સાદિ અનંતકાળનું સુખ સિધ્ધિ ગતિમાં જ જીવોને રહેલું છે. બાકી કોઇ જગ્યાએ નથી જ. તિર્યંચ ગતિ રૂપે-સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય રૂપે અથવા સૂક્ષ્મ કે બાદર વાયુકાય રૂપે જીવ સિદ્ધિગતિમાં રહેલા જીવોની સાથે એક જ અવગાહનામાં (જગ્યામાં) રહે તો પણ આ જીવોને તિર્યંચગતિવાળા હોવાથી, એ સુખની એટલે સિદ્ધિગતિના સુખની એક અંશ પણ અનુભૂતિ થતી નથી અને ત્યાંથી મરણ પામીને એ જીવોને ચોદે રાજલોકમાં પરિભ્રમણ કરવું પડે છે પણ સિધ્ધના જીવોના સુખની અનુભૂતિ એ જીવોને થતી નથી. આથી એ સિધ્ધશીલાની ઉપર આત્માનો વાસ કરવો હોય તો સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ ત્રણેની આરાધના સુંદર રીતે જીવ કરતો જાય અને એ આરાધના સારરૂપ બને તો જીવનો સિધ્ધશીલા ઉપર સદા માટેનો વાસ પેદા થાય છે એ કલ્યાણકારી એવો સાદિ અનંત કાળ વાળો જે વાસ મારો સદા માટેનો હો એમ માગણી કરીએ છીએ. આ રીતે આરાધના કરતા જીવ સન્નીપણાના ભવોને પ્રાપ્ત કરતા કરતા છેલ્લા સન્ની પર્યાપ્તાપણાના. મનુષ્યપણાના ભવને પામીને દર્શન, જ્ઞાન, ચારિત્ર એ રત્નત્રયીની આરાધના કરીને જીવ સિદ્ધિગતિને પામી શકે છે. એ સિધ્ધશીલા ઉપરનો અશરીરીપણા રૂપ જે વાસ એ જ વાસને જ્ઞાની ભગવંતોએ કલ્યાણકારી વાસ કહેલો છે. આ રીતે અક્ષતપૂજા કરતાં કરતાં અખંડ ળ રૂપે સન્નીપણાને પ્રાપ્ત કરતાં કતાં સિધ્ધશીલા ઉપર આત્માનો જલ્દી સાદિ અનંતકાળ રૂપે વાસ પેદા થાય એ માગણી કરાય છે. આ રીતે અક્ષત પૂજા ભાવપૂર્વકની અક્ષતપૂજા કહેવાય છે અને અંતરમાં એટલે આત્મામાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે Page 54 of 97

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97