________________
આથી આ રીતે ભાવ પેદા કરીને અથવા પેદા કરવાનો અભ્યાસ પાડીને અક્ષતપૂજા કરતાં વહેલામાં વહેલા
સૌ સિધ્ધિ ગતિને પામો એ અભિલાષા.
૭ - નૈવેદ્યપૂજાનું વર્ણન
અક્ષત પૂજા કરતાં કરતાં સિધ્ધિ ગતિમાં જવાની તાલાવેલી જાગી છે તેમ નૈવેધ પૂજા ભાવથી કરતા કરતા આહાર સંજ્ઞાનો નાશ કરવાનો છે એટલે આહાર સંજ્ઞા તોડવાની છે. ભાવપૂર્વકની નૈવેધ પૂજાનું ફ્ળ (પ્રત્યક્ષળ) આહાર સંજ્ઞાનો નાશ કરવો એ અને પરોક્ષ ફ્ળ અણાહારીપણાની પ્રાપ્તિ. જ્ઞાની ભગવંતો કહે છે કે સ્નાન કરવું એ વેદના ઉદયનું કારણ છે કારણકે શરીરની જેટલી શુધ્ધિ સ્વચ્છતા એટલો વેદનો ઉદય વિશેશ રીતે પેદા થાય છે આથી સાધુ ભગવંતોને સ્નાનનો નિષેધ કરેલો છે.
નૈવેધપૂજાથી આહાર સંજ્ઞાનો એવી રીતે નાશ કરે કે પાપના ઉદયથી રોટલો અને મરચું ખાવા મલે તો પણ સમાધિ ભાવ રાખીને ખાય એટલે કે બીજા જીવોને આટલુંય મલતું નથી મને તો પેટ ભરવા આટલું ય મલે છે ને ? અને કોઇ પુણ્યશાળીને મિષ્ટાનની પ્રાપ્તિ થાય તો એ ખાતા ખાતા વૈરાગ્ય ભાવ રાખીને ખાય
એટલે એમાં આનંદ ન આવી જાય એ રીતે ભાવ રાખીને ખાય એટલે કે એ ખાવામાં રાગ પેદા થવા દે નહિ. એટલે કે પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ સ્વાદવાળો આહાર મલ્યો હોય તો તેના વખાણ કરે નહિ. વખાણ્યા વગર એનો ઉપયોગ કરે અને પાપોદયથી સ્વાદ વગરનો અથવા હલકો આહાર મલે તો તે વખોડે
નહિ એટલેકે વખોડ્યા વગર એનો ઉપયોગ કરે. આ જ સાચી નૈવેધપૂજાની ફ્લશ્રુતિ છે.
શ્રી અરિહંત પરમાત્માઓને પ્રણિધાન પૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કારમાં તાકાત એટલે શક્તિ રહેલી છેકે હાથમાં જેમ પાણી રાખવામાં આવે તો હાથના છિદ્રોમાંથી એ પાણી ધીમે ધીમે નીચે પડી જાય છે તેમ લાંબાકાળના બાંધેલા પાપો આત્મામાંથી નાશ કરવા માટે સમર્થ થાય છે. પ્રણિધાન એટલે પરમાત્માઓએ જે છોડ્યું છે તે છાડવાની બુધ્ધિપૂર્વકનો નમસ્કાર તે અથવા જ્ઞાન-દર્શન અને ચારિત્રને પ્રાપ્ત કરવાની બુધ્ધિપૂર્વકનો નમસ્કાર કરવો તે પ્રણિધાનપૂર્વકનો નમસ્કાર. એવી જ રીતે ગુરૂ ભગવંતને કરેલો નમસ્કાર પ્રણિધાન પૂર્વકનો તો તે લાંબાકાળના પાપોને ટકવા દેતું નથી અર્થાત્ નાશ પામે છે.
જ્ઞાની ભગવંતો કહે છેકે ક્રિયાના અનુષ્ઠાનો ગમે તેટલા શુધ્ધ હોય પણ પરિણામ અંતરના અશુધ્ધ હોય તો એવી સારી પણ ક્રિયા સંસાર વૃધ્ધિનું કારણ બને છે.
જેમ જેમ સારામાં સારૂં સુંદર નૈવેધ ઉંચામાં ઉંચુ લાવીને પૂજા કરે તેમ તેમ આહારની મૂર્છાનો ત્યાગ થતો જાય તો જ સાચી નૈવેધ પૂજા કહેલી છે.
દવ-ગુરૂ-ધર્મની આરાધનાના અનુષ્ઠાનોમાં એકાગ્રતા ટકતી નથી એ ટકાવવા માટે શરીરને આહાર આપે તે આત્માનંદી કહેવાય છે અને જે જીવો માત્ર શરીરને ટકાવવા માટે શરીરને પુષ્ટ કરવા માટે આહાર આપે તે પુદ્ગલા નંદી કહેવાય છે.
અનુકૂળ પદાર્થો પ્રત્યેની લાલસા ન ઘટે તેમજ સ્વાદવાળા પદાર્થોની લાલસા ન ઘટે અને ઘટાડવાનું લક્ષ્ય પણ ન હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે કરેલી નૈવેધપૂજા એ ભાવપૂજા રૂપે પરિણામ પામતી નથી પણ દ્રવ્યપૂજા રૂપે બને છે અને સંસારની વૃધ્ધિ કરે છે.
પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોને વિષે ઇન્દ્રિયોને જોડવાથી અબ્રહ્મનું સેવન કહેવાય છે. અબ્રહ્મના સેવનથી વિવેક ગુણ નષ્ટ થાય છે એટલે કે આત્મામાં વિવેક ગુણ પેદા થવા દેતો નથી તથા
Page 55 of 97