Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 53
________________ આથી આત્માનું હિત કરવું જરૂરી છે એમ ન લાગ્યું હોય અને રાત દિવસ દુનિયાના પદાર્થોને જ મેળવવાના અને સાચવવાના વિચારો અને પ્રયત્નો ચાલુ હોય ત્યાં સુધી આત્માના હિતના ઉપાયો કહેવાથી શો ફાયદો થાય ? આત્માના હિતના બતાવેલા ઉપાયો એવી દશા હોય ત્યાં સુધી પ્રાય: કશી જ અસર ન ઉપજાવે. ઘી અને ગોળ નાંખીએ તો લાડવો થાય પણ તે રાખમાં નાંખીએ તો શું થાય ? લાડવો હોય એવો ઘાટ બને તો પણ એ કામ શું લાગે ? નકામો જ જાયને ? અરે નકામો જાય એટલું જ નહિ પણ ઘી અને ગોળ જેવી કિંમતી ચીજો પણ નાશ પામે. ઘી અને ગોળ નાંખવાથી લાડવો બને ખરો પણ તે ઘઉંના આટામાં અને તે પણ વિધિ મુજબ નખાય તો ! એ જ રીતે તમારામાં આત્માના હિતોના ઉપાયો રૂપ ઘી-ગોળ નાંખતા પહેલાં તમને ઘઉંના આટા જેવા બનાવવા જોઇએને ? ઘઉંના આટા જેવા ક્યારે બનાય ? ઘઉંના આટા જેવા ત્યારે જ બનાય કે જ્યારે સંસારના પદાર્થોને મેળવવાની મહેનત કરવી એ નકામી છે તેમજ નુક્શાન કરનારી છે અને આત્માના હિતનો વિચાર તથા પ્રયત્ન કરવો એજ કામનો છે અને ફાયદો કરનારો છે એમ લાગે ! આટલું લાગે તોજ આત્માના હિતના ઉપાયો જોઇએ તે રીતિએ ગમે માટે આત્માનું હિત કરવું હોય તો સૌથી પહેલાં આત્માને યોગ્ય બનાવવો જોઇએ. શરીર, ધન, કુટુંબ આદિ બાહ્ય પદાર્થોનો પ્રયત્ન નકામો છે. આત્મ હિત કરનારો નથી એમ લાગવું જોઇએ. બહારના પદાર્થો મેળવવા અને સાચવવા એ આત્માના હિતનો ઉપાય નથી પણ એથી આત્મ હિતનો નાશ થાય છે અને આત્માના હિત માટે કાંઇક બીજું જ કરવા યોગ્ય છે એટલું સમજાઇ જવું જોઇએ. આટલું સમજાય એટલે મિથ્યાત્વ મોહનીયની મંદતા થાય. મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય અને આત્માના હિત માટેનો પ્રયત્ન શરૂ થાય તેમ તેમ ગ્રંથીભેદ સુધી પહોંચી ગ્રંથીભેદ કરી-સમકીત પામી-સર્વવિરતિને પ્રાપ્ત કરી ક્ષપકશ્રેણિ માંડીને ક્ષાયિક સમીકીતની પ્રાપ્તિ કરી ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાય કર્મનો સંપૂર્ણ નાશ કરી કેવલજ્ઞાન પામી. મન-વચન-કાયાના યોગોનો સર્વથા નિરોધ કરી અયોગિ ગણસ્થાનકને પ્રાપ્ત કરી વેદનીય-આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે અઘાતો કર્મોનો સંપૂર્ણ નાશ કરી જીવો આઠેય કર્મથી સર્વથા રહિત થઇ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. એવા આઠેય કર્મોને નાશ કરવાની શક્તિ પેદા થાય કે જેથી હે ભગવન્ ! હું જે મોક્ષળ માગું છું તે મને જલ્દી મલે ! એટલે આત્માના સારભૂત એવા મોક્ષળને મને આપો ! નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને દેવગતિ એ ચારે ગતિને વિષે જન્મ મરણની જંજાળ સદા માટે રહેલી છે એ જન્મ મરણની જંજાળથી જીવો ચારે ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. જેમ જીવ નરક ગતિમાં જાય તો સંખ્યાતા આયુષ્યમાં અથવા અસંખ્યાતા આયુષ્યના કાળ પછી અવશ્ય ત્યાંથી બહાર આવવું જ પડે છે. ઘણા એવા ભારેકર્મી જીવોને નરકના દુ:ખમાં ગયા પછી ટેવાઇ ગયેલા હોય તો ત્યાંથી બહાર નીકળવાનું ગમતું નથી. ત્યાંને ત્યાં રહેવું પડે એમાં આનંદ આવે છે કે જેમ અહીં કેટલાક રીઢા ગુનેગાર એવા હોય છેકે પકડાઇએ અને જેલમાં જવું પડે તો જેલમાં એમને આનંદ આવે છે કારણકે રોટલા તો ખાવા મલે છે ને ! જ્યારે એવા જીવોને જેલમાંથી બહાર કાઢે ત્યારે એમને એમ થાય છે કે અમને કાઢે છે. અહીં રાખે તો સારું પણ સજા પુરી થયેલી હોય તો તે મુજબ બહાર કાઢવા પડે તો પણ મનમાં પસ્તાવો કરે છે એમ કેટલાક જીવોને નરકમાં ગમી જાય તો પણ આયુષ્ય પૂર્ણ થયે બહાર નીકળવું જ પડે છે. એ બહાર નીકળીને મનુષ્ય કે તિર્યંચ થાય તે મનુષ્ય કે તિર્યંચના ઓછા આયુષ્યવાળો Page 53 of 97

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97