Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 51
________________ ચિંહુગતિ ભ્રમણ સંસારમાં જન્મમરણ જંજાળ ! પંચમ ગતિ વિણ જીવને સુખ નહિં બિહંકાળ III દર્શન જ્ઞાન ચારિત્રના આરાધનથી સાર | સિધ્ધશીલાની ઉપરે હો મુજ વાસ શ્રીકાર //પી. ભાવાર્થ :- સસારની સઘળી જંજાલને ટાળવા માટે એટલે નાશ કરવા માટે શુધ્ધ - અખંડ એવા અક્ષત (ચોખા)ને ગ્રહણ કરીને વિશાલ નંદાવર્તન કરી ભગવાનની સન્મુખ ઉભા રહેવાનું છે. કઇ રીતે ? સલ જંજાલનો નાશ કરીને એટલે અનાદિકાળથી જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢરાગ રહેલો છે. અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ રહેલો છે એજ ખરેખર જંજાલનું મૂલ છે એમાંથી જ સંસારની સઘળી જંજાલો પેદા થાય છે એમાં વર્તમાનમાં પૂયના ઉદયથી જે સામગ્રી મળેલી હોય છે એ સામગ્રીના વિચારો કરતા કરતા એટલે એને મેળવવાના વધારવાના-ટકાવવાના ના ચાલ્યા જાય એની કાળજી રાખવાના વિચારો કરતા-વાતો ચીતો કરતા અને એને મેળવવાની પ્રવૃત્તિ કરતા સેવા પૂજા કરવી, ભગવાનનું દર્શન પૂજન કરવું એ જંજાલ પૂર્વકનું દર્શન કહેવાય છે. એ જંજાલને દૂર કરીને ભગવાનની સન્મુખ ઉભા રહેવાથી જ સંસારનો નાશ કરવાની એટલે સઘળીય જંજાલોથી છૂટવાની શક્તિ પેદા થાય છે આથી અનકૂળ સામગ્રી પુણ્યના ઉદયથી જે મળેલી છે એને જંજાલ માનીને અથવા એ મનાવવા માટે તેમજ પાપના ઉદયથી આવેલી પ્રતિકૂળતાઓની સામગ્રી એ પણ જંજાલ છે એનાથી છૂટવા હું પ્રયત્ન કરું છું. એ ભાવ પેદા કરવાનો છે અને એ ભાવથી અક્ષત પૂજા કરવાની છે. આ ભાવ રાખીને અક્ષતપૂજા કરવામાં આવે તો જ મનુષ્ય જન્મ સળ થાય આથી મનુષ્ય જન્મને સળ કરવા માટે સંસારની સઘળી સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ લાગે તો જ અક્ષતપૂજાથી મનુષ્ય જન્મ સળા થાય અને એ સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ ન લાગી હોય તો લગાડવા માટે અને લાગી હોય તો જંજાલ રૂપ પરિણામને સ્થિર કરવા માટે એટલે લાંબાકાળ સુધી એ પરિણામોને ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ અક્ષતપૂજા કરવાનું વિધાન કરેલ છે અને એ રીતે કરે તો કરનારને અંતરમાં થાય કે મનુષ્ય જન્મમાં કરવા લાયક કાંઇક કરી રહ્યો છું અને એનાથી મારો જન્મ સફળ કરી રહ્યો છું અને આ ભાવ અંતરમાં પેદા થતો જાય એટલે ભગવાન પાસે માગવાનું મન થાય એટલે ફળ સ્વરૂપે માગવાની ઇચ્છા થાય કે હે ભગવાન ! જો આ સામાન્ય અક્ષતપૂજાથી પણ મને આવા ભાવ પેદા થતા જાય છે એટલે સાવધ પ્રવૃત્તિ જંજાલ રૂપ લાગે છે તો તારી આજ્ઞા મુજબ સારી રીતે અનુષ્ઠાન કરવા માંડુ તો મને કેવા ભાવો આવે ? આથી તારી ભક્તિથી જો મન ફળ મલતું હોય તો તે મારે જોઇએ છે અથવા માગવું છે કે તું મને તારા એટલે આ સઘળી જંજાલો નાશ પામે અને એને તિલાંજલી દઇ તારા જેવો બનું ! એટલે કે તું મને તરવાની શક્તિ આપ આપ અને આપ ! આમ ત્રણ વાર કહેવાનું કારણ એ છેકે જે તરવાનો વિચાર પેદા થયો છે તે દ્રઢ વિશ્વાસ પૂર્વકનો છે એ જણાવવા માટે છે એ તરવાનો વિચાર મોઢાનો ખાલી બોલવાનો નથી માટે બીજીવાર કરવાનો વિચાર બોલે છે તે અંતરનો ગણાય છે અને ત્રીજીવારનો વિચાર કરવાનો કહેવાય છે તે હૃદયનો એકલો નથી પણ છેટ નાભિથી એ વિચાર કરીને બોલું છું એટલે માગણી કરું છું કે તું મને તાર ! સંસાર સાગરથી તરવાનું મન એટલા માટે થાય છે કે હે ભગવન્ ! અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર તારી ભક્તિ કરી પણ એ ભક્તિ કરતાં કરતાં સંસારિક ફળની માગણી કર્યા કરી એના કારણે ઘણો કાળ સંસારમાં રઝળ્યો એટલે રખડ્યો હવે મારે રખડવા જવું નથી. રઝળવામાં કંટાળો પેદા થાય છે માટે એ રખડવાનું બંધ કરવાની Page 51 of 97.

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97