Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 50
________________ પેદા થતી નથી એટલે કે અરિહંત પરમાત્માનું સુખ એજ સાચું અને ઇષ્ટ સુખ છે અને એ સુખ જ ખરેખર મારા આત્માનું સુખ છે એ સુખને નહિ ઓળખવા દેવામાં આ ક્રાધાદિ કષાયો એજ અંતરાય રૂપ અથવા વિપ્ન રૂપ થાય છે આથી એ ક્રોધાદિનો જેટલો ઉપશમ કરી ક્ષમાં ગુણ પેદા કરતો જઇશ એટલું જ મારા આત્મામાં રહેલા ઇષ્ટ સુખને મેળવવાની શ્રધ્ધા થશે અને એ ઇષ્ટ સુખ એજ સાચુ સુખ છે માટે જેમ બને તેમ મારે ક્રોધાદિ કષાયને આધીન થયા વગર ક્ષમાં ગણને પેદા કરીને જીવન જીવતા થવું જોઇએ કારણ કે મારો પોતાનો ધર્મ ક્રોધ કરવો એ નથી પણ ક્ષમાં ગુણ રાખીને જીવન જીવવું એજ મારો ખરો ધર્મ છે એમ માનીને જેમ જેમ ક્ષમા ગુણને પેદા કરવાનો પ્રયત્ન કરે તેમ તેમ સિદ્ધિગતિ પ્રત્યે સિદ્ધિ ગતિના સુખ પ્રત્યેની શ્રધ્ધા મજબૂત થતી જાય છે આથી સુખની સાચા સુખની શ્રધ્ધા કરાવવામાં ક્ષમાં ગુણ સહાયભૂત થાય છે. આ રીતે ઇષ્ટ સુખની શ્રધ્ધા પેદા થતી જાય તેમ તેમ એ ઇષ્ટ સુખ કેવું છે ? એ જાણવાની જિજ્ઞાસા. પેદા થાય તો એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોની સંયમતા ગુણ જોઇએ છે. જ્યાં સુધી જીવો ઇન્દ્રિયોને આધીન થઇને એટલે અનકુળ પદાર્થોમાં ઇન્દ્રિયોને જોડીને જીવન જીવતા હોય છે અને પ્રતિકૂળ પદાર્થોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડીને જીવન જીવતા હોય છે ત્યાં સુધી ઇષ્ટ સુખનું જ્ઞાન પેદા થઇ શકતું નથી. ઇન્દ્રિયોનું સુખ વાસ્તવિક રીતે સુખ નથી પણ એકાંતે દુ:ખ રૂપ-દુ:ખ ફ્લેક અને દુઃખાનુબંધિ રૂપે છે એમ જ્યારે ઇન્દ્રિયોની સંયમતા કરવાનો પ્રયત્ન કરતો જાય ત્યારે સમજાય છે એ સમજણ પેદા થાય એટલે ઇષ્ટ સુખનું જ્ઞાન અંતરથી પેદા થતું જાય છે એ સમ્યકજ્ઞાન કહેવાય છે. આ રીતે ક્ષમાં ગુણથી શ્રધ્ધા ઇન્દ્રિયની સંયમતાથી સમ્યકજ્ઞાન પેદા થતું જાય સ્થિર થતું જાય એમ સમતા ગુણથી એટલે સમતા ભાવથી એ આંશિક એટલે ઈષ્ટ આંશિક સુખની અનુભૂતિ થયેલી હોય એની સ્થિરતા પ્રાપ્ત થાય છે એ સ્થિરતા લાંબાકાળ સુધી ટકી રહે એ ચારિત્ર કહેવાય છે. આથી ક્ષમા ઇન્દ્રિયની સંયમતા અને સમતા ભાવ ગુણો આત્મામાં ક્ષયોપશમ ભાવે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ ગુણોને પેદા કરીને એની સ્થિરતા લાવે છે અને આ રીતે ક્ષયોપશમ ભાવે જ્ઞાન, દર્શન અને ચારિત્રની સ્થિરતા પ્રાપ્ત કરતાં કરતાં જો સારો કાળ હોય તો જીવો પુરૂષાર્થ કરીને ક્ષાયિક ભાવે સમકીત પામે છે એટલે ક્ષાયિક ભાવે શ્રધ્ધા પેદા કરે છે એનાથી પછી ક્ષપક શ્રેણિ માંડીને મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ કરીને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને પછી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને ક્ષાયિક ભાવે જ્ઞાન એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેય ક્ષાયિક ભાવે પેદા કરે એટલે જીવા શરીરનો નાશ કરીને પોતાના આત્માને અશરીરી બનાવીને સિદ્ધિ ગતિમાં પહોંચાડે છે એટલે સિદ્ધિ ગતિમાં જીવનો વાસ થાય છે એમ કહેવાય છે. આજ અક્ષતપૂજાનું ફળ કહેલું છે. દુહા : શુધ્ધ અખંડ અક્ષત ગ્રહિ નંદાવર્ત વિશાલ I. પૂરી પ્રભુ સન્મુખ રહો ટાળી સકલ જંજાલ IIII અક્ષત પૂજા કરતાં થકાં સદ્દ કરૂં અવતાર | ળ માગું પ્રભુ આગળ તાર તાર મુજ તાર ||રા સંસારિક ફળ માગીને રઝળ્યો બહુ સંસાર | અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષફળ સાર ll3II Page 50 of 97

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97