________________
કરે છે જે જીવોને બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસન્ની પંચિન્દ્રિય જીવો કહેવાય છે એમાં કેટલાક જીવો દ્રવ્યમન, વચન, કાયાવાળા હોય છે તે જીવોમાં વિશેષ રીતે આહાર સંજ્ઞાની પ્રધાનતાને આધીન થઇ આહારની શોધ માટે સ્થંકરે છે અને પોતાનો જીવન કાળ અડધા ભૂખ્યા અને અડધા તરસ્યા રૂપે પસાર કર્યા જ કરે છે અને જ્યાં જાય ત્યાં આહાર માટે પોતાનું મોટું જ્યાં ને ત્યાં નાંખ્યા જ કરે છે જે જીવોને સન્ની પંચેન્દ્રિય તિર્યંચો કહેવાય છે.
આ સન્ની તિર્યચોમાં થોડા ઘણાં તિર્યંચોને પૂર્વભવનું જ્ઞાન પેદા થતાં એટલે જાતિ સ્મરણ જ્ઞાન પેદા થતાં પોતાનો પૂર્વ ભવ જોતાં પોતે કરેલી વિરાધના તથા પાપને જોતાં એ તિર્યંચના ભવમાં સજાગ થઇ પોતાના આત્માના કલ્યાણના માર્ગે ચાલતા થાય છે કેટલાક કોઇ મહાપુરૂષોના પરિચયથી એમની વાણી સાંભળતા કલ્યાણના માર્ગે ચઢે છે કેટલાક તપશ્ચર્યા કરતા કરતાં અવધિજ્ઞાનની પ્રાપ્તિ કરીને કલ્યાણના માર્ગે ચઢે છે આથી ત્યાં પણ એ જ્ઞાનની પ્રાપ્તિમાં ભગવાનના શાસનની આરાધના જ એમાં કામ લાગે છે. આથી તિર્યંચ ગતિમાં મોટા ભાગે દુ:ખ અને થોડાકાળ માટે વચમાં વચમાં ક્ષણિક સુખ પ્રાપ્ત કરીને તિર્યંચગતિમાં જીવો ભટક્યા કરે છે પણ ઠરેઠામ થઇ શકતા નથી.
ત્રીજા પાંખિયાની (સાથીયાના ત્રીજા પાંખીયાની) મનુષ્ય ગતિ ગણાય છે જેમાં અત્યારે વર્તમાનમાં આપણે રહેલા છીએ એ મનુષ્યનું શરીર પણ સાત ધાતુઓથી ભરેલું છે. રસ-રૂધિર એટલે લોહી, માંસ, મેદ, અસ્થિ = હાડકા, મજ્જા એટલે ચરબી અને શુક્ર એટલે વીર્ય. આ રીતે સાત ધાતુઓની દુર્ગધથી ભરેલું છે એના ઉપર એક મટેલી એટલે ચારે બાજુથી ચામડીનું પડ છે એમાં એ ચામડીનાં સાત પડો આવેલા છે એનાથી મઢેલું હોવાથી એ ચામડીના પગના પ્રતાપે જીવોને રાગ-દ્વેષ થયા કરે છે, જોવું ગમે છે તથા એ મનુષ્યના શરીરમાં એ સાતે ધાતુને સમતોલ પણે સરખાપણું જાળવી રાખવા માટે વાયુ-પીત્ત અને કફ્તી. ગોઠવણ હોય છે જે ત્રણેયને સરખે ભાગે રાખવા મનુષ્યોને રોજ એના શરીરની ચિંતા વિચારણા કરી કરીને જીવે તો સરખું રહે છે એમાં પણ કોઇવાર વાયુ વધી જાય, કોઇવાર પીત્ત વધી જાય, કોઇવાર કફ વધી જાય તો અનેક પ્રકારની ઉપાધિ પેદા કર્યા જ કરે છે આથી આવા શરીરની ચિંતા વગર મોટે ભાગે જીવ જીવી શકતો નથી. આટલં પરાધીનપણાનું દ:ખ હોવા છતાં પણ જીવોને શરીરને અને ઇન્દ્રિયને અનુકૂળ આહારના પદાર્થો મલે એટલે એમાં રાગ કરી કરીને પરાધીનપણું વધારતા જાય છે અને પ્રતિકૂળ આહારના પદાર્થો મલે તો તેમાં દ્વેષ કરી કરીને પરાધીનપણું વધારતા જાય છે છતાં જીવો અનુકૂળ પદાર્થોની આશામાં એ પરાધીનતાનું દુ:ખ ભૂલીને જરૂર મારે જોઇએ છે તે સુખ મલશે એમ માનીને પોતાના મનુષ્યપણાનો કાળ પસાર કરે છે પણ પરાધીનતા દૂર કરીને સ્વાધીનતાને પ્રાપ્ત કરું એવા વિચારો પેદા થવા દેતા નથી અને અનુકૂળ પદાર્થો મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા ન ચાલ્યા જાય એની કાળજી રાખવામાં પ્રયત્ન કરતા કરતા પોતાનો કાળ પૂર્ણ કરે છે અને એવા પરાધીનપણાના દુ:ખમાં સુખ માનીને પોતાની જીંદગી મોટે ભાગે દુ:ખમાં પસાર કરે છે અને આના કારણે અનેક પ્રકારના રાગાદિ પરિણામો ક્રોધાદિ કષાયો પેદા કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે.
કેટલાક થોડા ઘણાં જીવો. આવી પરાધીનતાને જાણીને એ શરીર આદિની પરાધીનતાથી છુટી સ્વાધીનતા પેદા કરવા માટે સમજણના ઘરમાં આવવા પ્રયત્ન કરી સમજણ પ્રાપ્ત કરી એમાં ગમે તેટલા વિપ્નો આવે તો વિપ્નોના સારી રીતે સામનો કરીને સંપૂર્ણ પરાધીનતાનો નાશ કરી અશરીરી બની સદા માટેનું પોતાનું કલ્યાણ સાધી લે છે આથી મનુષ્યગતિમાં ઘણું દુઃખ અને વચમાં વચમાં થોડું થોડું ક્ષણિક સુખા જીવોને મલ્યા કરે છે. સાથીયાની ચોથી પાંખડી દેવગતિ રૂપે સુચવે છે એ દેવગતિમાં પણ દુ:ખ દુ:ખ અને
Page 48 of 97