________________
અખંડ અક્ષતથી પૂજા કરતાં જ્યાં સુધી સિધ્ધિ ગતિ ન મલે ત્યાં સુધી સંસારમાં પણ અખંડ રૂપે સન્ની પર્યાપ્તપણાને પ્રાપ્ત કરતો થાઉં એ માગણી કરાય છે. એ સન્ની પર્યાપ્તપણા રૂપે ભલે નરક ગતિ મલો એની મને ચિંતા નથી કારણકે નરકગતિના દુઃખોમાં પણ સમાધિ ભાવ ટકાવી સકામ નિર્જરા પેદા કરતા કરતા મનુષ્યપણાને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે જો નારકીના ભવને બદલે અસન્નીપણાના એકેન્દ્રિયાદિપણામાં પેદા થાય તો ત્યાં દ્રવ્ય મન ન હોવાથી દુઃખના કાળમાં દીનતા થયા જ કરે છે પણ સમાધિ ભાવ ટકી શકતો નથી માટે એ કાળમાં દુઃખમાં દીનનાં સંસ્કાર દ્રઢ થતાં કરેલી આરાધના મોટે ભાગે નિફ્ળ બને છે અને પછી એ દુઃખને વેઠતા વેઠતા નવેસરથી અકામ નિર્જરા કરીને પુણ્ય ભેગું કરતો જાય અને જ્યારે અનંતુ પુણ્ય ભેગું થાય ત્યારે ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મ મલે છે એમાં ખંડિત ફ્ળ કહેવાય છે. એવું ખંડિત ફ્ળ હવે મારે જોઇતું નથી. મારે તો અખંડિત ફ્ળ જ જોઇએ છે માટે અખંડ અક્ષતથી પૂજા કરવા આવેલ છું એવી જ રીતે સન્નીપણાનો, નારકીને બદલે દેવલોકનો ભવ મલે તો ત્યાં દેવલોકમાં પણ અહીંની કરેલી અખંડ આરાધનાના પ્રતાપે વૈરાગ્ય ભાવ સાથે લઇને જતાં સુખના કાળમાં જીવન જીવી શકાય છે અને એ દેવલોકના સુખના કાળમાં વૈરાગ્ય ભાવ રાખીને જીવન જીવે તો પણ એ જીવો સન્ની પર્યાપ્તા હોવાથી સકામ નિર્જરા સાધી શકે છે અને પોતાની આરાધનામાં આગળ વધી શકે છે માટે તે અખંડ ફ્ળ કહેવાય છે. આજ રીતે સન્ની પર્યાપ્તા તિર્યંચમાં ગયેલા જીવો કે જે જીવોએ પહેલા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય અને પછી પાછળથી અક્ષત પૂજા ભાવથી કરતાં કરતાં અખંડ ફ્ળ રૂપે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી સન્ની પર્યાપ્તાપણાના અનુબંધ બાંધતા જાય તો તે જીવો સુખમાં વૈરાગ્ય ભાવ અને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરીને તિર્યંચમાં જાય તો તે તિર્યંચપણામાં પુણ્યના ઉદયથી જે સુખની સામગ્રી મલે તેમાં વૈરાગ્ય ભાવ જાળવીને અને પાપના ઉદયથી દુ:ખ આવ તો દુઃખમાં સમાધિ ભાવ ટકાવીને જીવન જીવતાં પોતાના આત્માનું કલ્યાણ સાધતા જાય છે. એવી જ રીતે મનુષ્યપણામાં અક્ષત પૂજા કરતાં કરતાં અખંડપણે સુખમાં લીન થવા રૂપે અને દુઃખમાં દીન થયા વગર સુંદર રીતે આરાધના કરતા કરતા પોતાના આત્માનું કલ્યાણ કરતા જાય છે.
આથી જ્ઞાની ભગવતો કહે છે કે જો ભાવપૂર્વક અક્ષત પૂજા કરતા આવડે તો અક્ષત પૂજાથી મનના શુધ્ધ પરિણામોને અખંડપણે જાળવી શકે છે તેમજ ચિત્તની પ્રસન્નતા જેમ જેમ પેદા થતી જાય તેને પણ અખંડ પણે જાળવીને પોતાના આત્માને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે તે સંસારનો કાળ અસન્નીપણાનો એટલે ખંડિત રૂપ પ્રાપ્ત ન થાય એની કાળજી રાખીને સન્નીપણાના કાળને અખંડ રીતે પ્રાપ્ત કરતા કરતાં કલ્યાણના માર્ગમાં આગળ વધતા પોતાના આત્માનું કલ્યાણ સાધતા જાય છે.
જેમ પૃથ્વીચન્દ્ર, ગુણ સાગરના જીવો પોતાના જીવનમાં એવી રીતે આરાધના કરતા કે જે આરાધનાના પ્રતાપે જ્યારે જ્યારે જે જે ભવમાં સુખની સામગ્રી મલતી ત્યારે વૈરાગ્યભાવ જાળવીને પોતાનું જીવન જીવતા જે જે ભવમાં દુ:ખની સામગ્રી મલતી તો તે દુ:ખની સામગ્રીમાં પોતાના પાપના ઉદયથી માનીને સમાધિપૂર્વક દુ:ખ ભોગવતા હતા આવા પરિણામના યોગે એકવીશ ભવ સુધી સંસારમાં રહ્યા પણ સન્ની પર્યાપ્તાના ભવો સિવાય બીજા ભવોને પામ્યા નથી એટલે અસન્નીપણાના ભવોને પામ્યા નથી એજ અક્ષત પૂજા ભાવપૂર્વક કરી એનું અખંડ ફ્ળ કહેવાય છે એવી જ રીતે શ્રીપાલ અને મયણાના જીવે પોતાના જીવનમાં જે અક્ષતપૂજાથી આરાધના કરી એના પ્રતાપે નવ ભવ સુધી સંસારમાં રહ્યા પણ એકેન્દ્રિયાદિ અસન્નીપણાના ભવને પામ્યા વગર સન્નીપણાના ભવને પામતા પામતા પોતાના આત્માનું કલ્યાણ સાધી
ગયા.
Page 46 of 97