________________
કરવાનો ભાવ ન હોવાથી સ્વરૂપ હિંસા રૂપે હિંસા કહેવાય છે માટે પાપ બંધ ઓછો ગણાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે એ દ્રવ્ય દીપ પ્રગટાવતાં જીવોને પેદા થતાં દુઃખો સઘળા ફોક થાય છે એટલે નાશ પામે છે. દુઃખો ફોક થાય છે એટલે આત્મામાં પેદા થતાં સંકલેશ ભાવરૂપ દુઃખો નાશ પામે છે.
સંકલેશ એટલે અનુકૂળ પદાર્થોને વિષે રાગ પેદા થવો રતિ પેદા થવી એ સંકલેશ કહેવાય છે અને પ્રતિકૂળ પદાર્થોના સંયોગોમાં દ્વેષ પેદા થાય અરતિ પેદા થાય એ પણ સંકલેશ કહેવાય છે.
આથી દ્રવ્ય દીપ પ્રગટાવતાં જીવોને પુણ્યના ઉદયથી સુખની એટલે અનુકૂળ સામગ્રી મળેલી હોય તેમાં રતિ ભાવ કે રાગ પેદા થવા ન દે પણ વૈરાગ્ય ભાવ પેદા કરાવવામાં અને પેદા થયેલા વૈરાગ્ય ભાવને
ટકાવવામાં સહાયભૂત થાય છે માટે એ જીવોના દુઃખો ફોક થાય છે એટલે નાશ પામે છે એમ કહેવાય છે. એવી જ રીતે જે જીવોને પાપના ઉદયથી દુ:ખો આવેલા હોય. પ્રતિકૂળતાઓ આવેલી હોય એ દુઃખો અને પ્રતિકૂળતાઓમાં દ્વેષ ભાવ કે અરતિ ભાવ પેદા થવાને બદલે સમતા ભાવ અને સમાધિ ભાવ પેદા કરાવે એટલે મેં પાપ કરેલા છે તે પાપના ઉદયથી દુ:ખો આવેલા છે માટે મારે પાપના નાશ માટે સારી રીતે વેઠ ોલેવા જોઇએ. માટે તે વેઠવાની, સહન કરવાની શક્તિ પેદા કરાવવામાં સહાયભૂત ભગવાનની દિપક પૂજા ઉપયોગી થાય એવો ભાવ રાખીને દુઃખોને સમતા રાખી સહન કરે તે દ્રવ્ય દિપકથી દુઃખો નાશ પામ્યા એમ કહેવાય છે એટલે સુખમાં વૈરાગ્ય ભાવ અને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરાવે એ જ દુઃખોના નાશનું કારણ ગણાય છે.
દ્રવ્ય દિપકનું જેમ દુઃખોના નાશનું ફ્ળ જણાવ્યું એથી નિશ્ચિત થાય છે કે ભગવાન પાસે દુઃખના નાશ માટે એટલે જે કોઇ પ્રતિકૂળતાઓ પાપના ઉદયથી આવેલી હોય તેનો નાશ કરવા માટે જવાય નહિ પણ તે પ્રતિકૂળતાને સારી રીતે સહન કરી શકું સમતા ભાવ રાખીને સહન કરી શકાય એવી શક્તિ માગવા માટે જવાય એવી જ રીતે અનુકૂળ પદાર્થો મલ્યા કરે, વધ્યા કરે એ માટે ભગવાન પાસે જવાય નહિ પણ એ અનુકૂળ પદાર્થોમાં રાગ ન થાય, રતિ ન થાય અને વૈરાગ્ય ભાવ ટક્યો રહે એ શક્તિ પેદા કરવા માટે જવાય. આ રીતે દ્રવ્ય દિપકની પૂજા કરતાં કરતાં ભાવ દિપક આત્મામાં પેદા થતો જાય છે એમાં આત્મામાં ભાવ દિપક રૂપે શું અનુભૂતિ થાય એ જણાવે છે. આ રીતે વૈરાગ્ય ભાવ અને સમાધિ ભાવ આત્મામાં પેદા થતા જાય તેમ તેમ ભાવ દિપક રૂપે મોહનીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં વિવેક પેદા થતો જાય છે અન જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં સમ્યગજ્ઞાન પેદા થાય છે એટલે જ્ઞાન-જ્ઞાન રૂપે પરિણામ પામે છે અને એથી લોકને વિષે જે પદાર્થો જેવા સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે એ પદાર્થો જણાય છે. એટલે કે પાંચ અસ્તિકાયના સમુદાયવાળો લોક કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ અસ્તિકાય કહેવાય છે.
અલોકાકાસ્તિકાય રૂપે એક અસ્તિકાય અલોકને વિષે હોય છે. પાંચ અસ્તિકાય રૂપે રહેલા લોકને વિષે જીવો અને પુદ્ગલો જે જે સ્વરૂપે રહેલા હોય છે તે સ્વરૂપે જણાય છે તે સમ્યજ્ઞાન કહેવાય છે આથી એ ભાવ દિપક પ્રગટ થતાં લોક તથા અલોકના જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સમ્યગ્ રૂપે જીવને પેદા થાય છે તથા અલોક અનંતો રહેલો હોય છે એ પણ જ્ઞાન થાય છે આને લોકાલોક ભાસિતપણું કહેવાય છે. આ રીતે આત્મામાં જ્ઞાન પેદા થતું જાય અને લોકના પદાર્થો જણાતા જાય તે ભાવ દિપક રૂપે ગણાય છે. આ રીતે દ્રવ્ય દિપકની પૂજા કરતા કરતા ભાવ દિપક પેદા કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરતાં કરતાં જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. આ દિપકપૂજા કહેવાય છે.
Page 44 of 97