________________
લાયક પદાર્થો છોડવા લાયક રૂપે જાણવા લાયક પદાર્થો જાણવા લાયક રૂપે અને ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે દેખાય છે એટલે જાણે છે. આ રીતે પદાર્થોને સૂક્ષ્મ બુધ્ધિથી જાણવાની શક્તિ પેદા થતાં અનંત ગુણ વિશુધ્ધ પરિણામની વૃધ્ધિ પેદા થતી જાય છે. આને જ જ્ઞાની ભગવંતો દિપકપૂજાનું આ કાળમાં પ્રત્યજ્ઞ જ્ઞાન રૂપે અથવા પ્રત્યક્ષ વિવેક બુધ્ધિ રૂપ ફ્ળ કહે છે. આવી વિવેક બુધ્ધિ જીવને પેદા થતી જાય અને એ વિવેક બુધ્ધિ હવે જીવને સમ્યક્ત્વ ગુણ પેદા કરાવ્યા વિના પાછી જશે નહિ એમ કહેવાય છે. આથી એમ કહેવાય છેકે જીવના અંતરમાં જેમ મોહનો અંધકાર નાશ પામે એમ જ્ઞાનાવરણીય કર્મનો અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે છે માટે વિવેકની સાથે જ્ઞાનચક્ષુ પેદા કરે છે એટલે આત્મામાં વિવેક અને જ્ઞાનનો પ્રકાશ પેદા કરવામાં આ દિપકપૂજા ખુબજ લાભદાયી ગણાય છે. મોહનો અંધાપો જીવને પહેલા ગુણસ્થાનકે હોય છે. મોહનો ઉદય જીવોને એકથી દશ ગુણસ્થાનકમાં હોય છે. મોહનો અંધાપો જીવોને સંસાર વૃધ્ધિનું એટલે જન્મ મરણની પરંપરા વધારવાનું કારણ બને છે. જ્યારે મોહનો ઉદય જીવને ચોથા ગુણસ્થાનકથી હોવાથી સંસાર વૃધ્ધિનું કારણ બનતો નથી.
જીવનમાં દાનધર્મ, શીલધર્મ, તપધર્મ કરતા કરતા રાગાદિ મારા આત્માના શત્રુઓ છે એમ હૈયામાં પેદા ન થાય તો તે દાનાદિ ધર્મો સંસાર વૃધ્ધિનું કારણ થાય છે પણ સંસાર નાશનું કારણ બનતા નથી. પાપાનુબંધિ પુણ્ય બાંધવાનું કારણ બને છે. આવું પુણ્ય બાંધીને કરવું છે શું ? દેવલોક મલશે પછી શું ?
સંસાર ભ્રમણનો નાશ કરવા સમર્થ બનશે નહિ !
માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દિપકપૂજાથી મોહના અંધકારના નાશથી વિવેક પેદા થાય અને જ્ઞાનાવરણીય કર્મના નાશથી અંધકાર નાશ થઇ સમ્યગજ્ઞાન પેદા થાય આથી રાગાદિ પરિણામ પોતાને સ્વાધીન બને છે.
આ રીતે ગ્રંથી ભેદ થાય ત્યારે અનુકૂળ પદાર્થ પ્રત્યેનો ગાઢ રાગ જે ચાર ઠાણીયા રસવાળો હોય છે તે બે ઠાણીયા રસવાળો બને છે અને એજ રીતે પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો દ્વેષ ચાર ઠાણીયા રસવાળો હોય છે તે બે ઠાણીયા રસવાળો થાય છે. આ રીતે ગ્રંથી ભેદ થયા પછી અક અંતર્મુહૂર્તમાં જીવો સમકીતની પ્રાપ્તિ કરે છે એટલે સૂક્ષ્મ બુધ્ધિથી તત્વોને જાણવાનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુધ્ધિ અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુધ્ધિ પેદા થાય છે જેને હેયમાં હેય બુધ્ધિ ઉપાદેયમાં ઉપાદેય બુધ્ધિ કહેવાય છે. અથવા કેવલજ્ઞાની ભગવંતો જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે હોય છે તેવા સ્વરૂપે જૂએ છે તે જ રીતે સમકીતી જીવોને પદાર્થો દેખાય છે એટલે જ્ઞાનથી જાણે છે. આજ દિપકપૂજાનું વાસ્તવિક રીતે આંતરિક ફ્ળ કહેવાય છે.
દિપકપૂજાના દુહામાં પણ કહ્યું છે કે
દ્રવ્ય દીપ સુવિવેકથી કરતાં દુઃખ હોય ફોક । ભાવ પ્રદીપ પ્રગટ હુએ ભાસિત લોકા લોક ||૧||
ભાવાર્થ :- સમ્યક્ વિવેક પુર્વક દ્રવ્ય દિપક કરતાં આવડે તો - સમ્યક
વિવેક એટલા માટે કહ્યો
છે કે દિપકપૂજા કરતાં દિપક ખુલ્લો રખાય નહિ ચારે બાજુ કાચથી ઢાંકેલો જોઇએ. જો એ ઢાંકેલો ન હોય તો દિપકપૂજા કરતાં ઉડતા ત્રસ જીવો પડીને એમાં મરી જાય તો એ જીવોની હિંસાનું પાપ લાગે છે માટે એ હિંસાથી બચવા માટે જ્ઞાની ભગવંતોએ સુવિવેક શબ્દ કહેલો છે.
આ રીતે સુવિવેક પૂર્વક દ્રવ્ય દીપ પ્રગટાવતાં સકામ નિર્જરા થાય છે. પુણ્ય બંધ વિશેષ થાય છે અને પાપબંધ અલ્પ થાય છે આથી દિપક પ્રગટાવવામાં અગ્નિ કાય જીવોની હિંસા હોવા છતાં એમાં હિંસા
Page 43 of 97