Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 41
________________ એ આરાધના આકાશમાં ચિત્રામણ જેવી છે, છાર ઉપર લીંપણ જેવી છે. વંધ્યા પુત્ર જેવી છે. આથી જ્ઞાનીઓ કહે છે કે રાગને ઓળખીને રાગનો ઢાળ બદલો તો જ જન્મ મરણની પરંપરા ઘટે. નહિ તો દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવા છતાંય જન્મ મરણની પરંપરા વધશે. જગતમાં રહેલા જીવો દેવ, ગુરૂ, ધર્મની આરાધના મોટા ભાગે મોહના અંધકારને આધીન થઇને કરે છે માટે દિપકપૂજા કરવા છતા જ્ઞાન ચક્ષુ પ્રગટ થતાં નથી એટલે જ્ઞાનના પ્રકાશનો અનુભવ થતો નથી. સાધુ ભગવંતોએ ગુજરાતી ભાષામાં જે જે સ્તોત્રો, સ્તવનો, સ્નાત્ર પૂજા-પૂજા વિધિ આદિ જે લખ્યા છે એમાં મંગળ લીલા સુખ ભર પાવે ઘર ઘર હર્ષ વધાઇ આવે છે એનું શું ? તમારી વાત સાચી છે રચના કરનાર સાધુ ભગવંતો છે ને ? એ તમે માનો છોને ? શાસ્ત્રે કહ્યું છે કે સંસાર સાગરથી તારે એ મંગળ કહેવાય. એ મંગળ લીલામાં દેશવિરતિપણાની પ્રાપ્તિ-સમકીતની પ્રાપ્તિ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તથા માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ તેમજ મોક્ષમાર્ગને અનુસરનારી બુધ્ધિની પ્રાપ્તિ થવી તે મંગલ લીલા કહેવાય છે. એ મગલલીલાને જે સુખપૂર્વક પ્રાપ્ત કરે એના આત્માના ઘરને વિષે સદા માટે હર્ષનાદની વધાઇ રહેલી જ હોય છે. એ જ વધાઇને પ્રાપ્ત કરવા માટે દિપકપૂજા કહેલી છે. એને જ જ્ઞાની ભગવંતોએ દિપકપૂજાથી જ્ઞાન પ્રકાશ કહેલો છે. જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિ કરતાં માગ્યા વગર જે સામગ્રો મલ્યા કરે એમાં વૈરાગ્ય ભાવની વૃધ્ધિ થયા કરે અને ભગવાનની ભક્તિ કરતાં અનુકૂળ સામગ્રી માંગીને મેળવો તો એ સામગ્રીથી આત્મામાં મોહનો અંધકાર વધે છે અને જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે. દિપક પૂજા કરતાં કરતાં મોહનો અંધકાર દૂર કરવાની શ્રધ્ધા રાખવી અને જે જીવોએ મોહનો અંધકાર દૂર કર્યો છે તેના ઉપર શ્રધ્ધા રાખવી એ આત્માની અનન્ય શક્તિને પેદા કરવામાં સહાયભૂત થાય છે. જૈન શાસનમાં ભક્તિ કરવા માટે ચાર નિક્ષેપાથી ભક્તિ કરવાનું વિધાન કરેલું છે. (૧) નામ નિક્ષેપાથી ભક્તિ થાય, (૨) સ્થાપના નિક્ષેપો, (૩) દ્રવ્ય નિક્ષેપો, (૪) ભાવ નિક્ષેપો. ભગવાનનું નામ સ્મરણ યાદ કરીને ભક્તિ કરવી તે નામ નિક્ષેપો. ભગવાનની મૂર્તિની સ્થાપના કરીને ભક્તિ કરવી તે સ્થાપના નિક્ષેપો. ભગવાનના ચ્યવન કલ્યાણ આદિની વિચારણા કરી ભક્તિ કરવી તે અથવા દ્રવ્યપૂજાથી ભક્તિ કરવી તે દ્રવ્ય નિક્ષેપો અને કેવલજ્ઞાન પામ્યા પછી કેવલી તરીકની ભક્તિ કરવી તે ભાવ નિક્ષેપો કહેવાય છે. એક એક નિક્ષેપાથી અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા છે પણ દરેક નિક્ષેપા ભાવપૂર્વકના હોય તો. નામ નિક્ષેપાથી નમો અરિહંતાણં બોલતા બોલતા તીર્થંકર થયેલાના દાખલા છે. તમે દુઃખને ઇચ્છો છો ? ના. એટલે દુઃખને ઇચ્છતા નથી અને સુખને ઇચ્છો છો છતાં પણ સુખનો કાળ થોડો મલે છે એટલે થોડો પ્રાપ્ત થાય છે અને દુઃખનો કાળ ઘણો થાય છે એનું કારણ શું ? એની કોઇ દિ' વિચારણા કરી છે ? જ્ઞાનીઓ કહે છે કે સંસારના સુખની ઇચ્છા એજ મારા આત્માને દુઃખ આપનારી, દુઃખ વધારનારી, દુ:ખને પેદા કરનારી છે ! એમ યાદ કરો છો ? દિપકપૂજા બાહ્ય અંધકાર અને આંતર અંધકારનો નાશ કરે છે જ્યારે જીવ દિપકપૂજા કરે ત્યારે જે બાહ્ય અંધકાર હોય છે તે દિપકના પ્રકાશથી નાશ પામતાં ત્યાં રહેલા પદાર્થો દિપકના પ્રકાશથી દેખાય છે. આંતર પ્રકાશમાં જેમ જેમ દિપકપૂજા જીવ કરતો જાય તેમ તેમ મોહનો અંધકાર નાશ પામતો જાય એની સાથે જ્ઞાનાવરણીય કર્મના ઉદયરૂપ અંધકાર નાશ પામતો જાય અને આત્મામાં જ્ઞાન-જ્ઞાન રૂપે પ્રકાશ પેદા થતો જાય છે. આત્મામાં મોહનો અંધકાર નાશ પામતો જાય છે. છતાં મોહનો ઉદય હોવા છતાં એ જ્ઞાન પ્રકાશને જ્ઞાન રૂપે રાખી શકે છે. અજ્ઞાન રૂપે થવા દેતું નથી આથી એ જ્ઞાન પ્રકાશથી જગતને વિષે જે Page 41 of 97

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97