Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 42
________________ પદાર્થો જેવા સ્વરૂપે રહેલા હોય છે તેવા સ્વરૂપે ઓળખાવવામાં, સમજાવવામાં સહાયભૂત થાય છે ત્યારે જ્ઞાનપ્રકાશ થયો એમ કહેવાય. દિપકપૂજાથી જ્ઞાનનો પ્રકાશ કઇ રીતે થાય છે એ જણાવે છે. જેમ ભગવાનની ધૂપપૂજા કરતાં કરતાં શુધ્ધ પરિણામનો સમુદાય મિત્રાદ્રષ્ટિ તારાદ્રષ્ટિ રૂપે પેદા થતો જાય છે તેમ દિપકપૂજા કરતાં કરતાં એ શુધ્ધ પરિણામની સાથે સાથે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં એટલે જ્ઞાન સમ્યકજ્ઞાન રૂપે બનતાં જગતમાં રહેલા પદાર્થો જેવા સ્વરૂપે કેવલજ્ઞાની એવા શ્રી અરિહંત પરમાત્માઓ પોતાના કેવલજ્ઞાનથી એ પદાર્થો જેવા સ્વરૂપે જગતમાં રહેલા છે એવા સ્વરૂપે જૂએ છે. એવા જ સ્વરૂપે એ પદાર્થો આ દિપકપૂજાથી જ્ઞાનના ક્ષયોપશમના પ્રકાશના કારણે એવા દેખાતા જાય છે. એટલે કે ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક દેખાય છે અને છોડવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે દેખાય છે. એટલે બલાદ્રષ્ટિ તેમજ દીખાદ્રષ્ટિનો પ્રકાશ આત્મામાં પેદા થતો જાય છે. આથી દિપકપૂજાથી મોહનો અંધકાર નાશ પામતાં પામતાં જ્ઞાનાવરણીય કર્મનો અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામતો જાય છે. અજ્ઞાન રૂપ અંધકાર આત્મામાં એ રીતે રહેલો હતો કે ગ્રહણ કરવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે લાગતા હતા અને છોડલા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગતા હતા એના બદલે જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન રૂપે પેદા થતાં ગ્રહણ કરવા લાયક પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગવા માંડે છે અને છોડવા લાયક પદાર્થો છોડવા લાયક રૂપે લાગવા માંડે છે. આથી આ પ્રકાશના કારણે સંસારની સઘળી સાવધ પ્રવૃત્તિ એટલે પાપવાળી પ્રવૃત્તિઓ તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી લાગે છે. અને નિરવધ પ્રવૃત્તિ એટલે પાપ વગરની પ્રવૃત્તિઓ એ આત્મ કલ્યાણ કરનારી, સુખ આપનારી સુખની પ્રાપ્તિમાં સહાયભૂત કરનારી અંતરમાં લાગવા માંડે છે આથી અત્યાર સુધી અજ્ઞાનના કારણે સાવધ પ્રવૃ પ્રાણ ત્યાગ કરવાની તૈયારીવાળો હતો તે હવે ધર્મની પ્રવૃત્તિ માટે એટલે નિરવધ પ્રવૃત્તિ માટે પ્રાણ તજવાની તેયારીવાળો થાય છે. આજ દિપકપૂજાનું પ્રત્યક્ષ ળ ગણાય છે. આ રીતે દિપકપૂજાથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરતો કરતો અનંત ગુણ વિશુદ્ધિને પ્રાપ્ત કરતો કરતો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી પાપની પ્રવૃત્તિ છે એમ માનતો થાય છે એટલે હવે એ જીવને એવો અધ્યવસાય એટલે પરિણામ પેદા થાય છે કે જે પરિણામ હજી સુધી સંસારમાં કોઇવાર પેદા થયો ન હોય એવો અપૂર્વ પરિણામ પેદા થાય છે અને એ પરિણામની સાથે સાથે પાપની પ્રવૃત્તિને જીવનમાં ચાલુ રાખનાર અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો દ્વેષ એ બન્ને ઉપર ભયંકર કોટીનો એટલે તીવ્રતમ રૂપે ગુસ્સો પેદા થાય છે જેને જ્ઞાની ભગવંતો અનંતાનુબંધિ અનંતાનુબંધિ ક્રોધ પ્રશસ્ત રૂપે કહે છે. એ પેદા થાય છે. આ પેદા થતાની સાથે જ પોતાના આત્મામાં જે ગ્રંથી રહેલી છે કે જે અનુકૂળ પદાર્થોના ગાઢ રાગનો પરિણામ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષનો પરિણામ કહેવાય છે. એ ગ્રંથીનો તરત જ ભેદ થાય છે. આ રીતે ગ્રંથી ભેદ થતાની સાથે જ અંતરમાં મોહનો અંધકાર જે હતો તેનો નાશ થયો એમ કહેવાય છે એટલે એ મોહનો અંધકાર આત્માને રાગાદિ પરિણામને આધીન બનાવીને પ્રવૃત્તિ કરાવતો. હતો તે હવે મોહનો અંધકાર નાશ પામતાં આત્મા રાગાદિ પરિણામને પોતાને આધીન બનાવે છે એટલે એ આત્માને જ્યાં રાગ કરવાનું મન થાય ત્યાં જ રાગ કરાવે છે. જ્યાં દ્વેષ કરવાનું મન થાય ત્યાં દ્વેષ કરાવે છે. એટલે પોતાના કહ્યાગરા રાગાદિ પરિણામ બને છે. આ રીતે ભગવાનની દિપકપૂજા કરતાં કરતાં રાગાદિ પરિણામ પોતાના કહ્યાગરા બનતાં ભગવાના પ્રત્યે એવો સુંદર ભાવ પેદા થતો જાય છે કે અંતરમાં ભાવના વિચારોમાં થાય કે ભગવાન જગતના સ્વરૂપને પોતાના જ્ઞાનબળથી એટલે ક્ષાયિક જ્ઞાનથી જે રીતે જૂએ છે એ રીતે મને પણ દેખાતા જાય છે એટલે છોડવા Page 42 of 97

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97