Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 40
________________ છે. ભગવાનની ભક્તિ કરતા કરતા અનુકૂળ પદાર્થો માગવાની ઇચ્છા થવી એ પદાર્થો વધારવાની, ટકાવવાની ઇચ્છા થવી એ પાપના ઉદયથી ઇચ્છાઓ થાય છે એમ કહેવાય છે. વર્તમાનમાં તમે જે રીતે ભગવાનની ભક્તિ કરો છો એ ભક્તિ કરતા કરતા અંતર આત્મામાં શું વિશ્વાસ પેદા થાય છે ? અથવા થયો છે ? (૧) દિપકપૂજા ભગવાનની જમણી બાજુ ગભારાની બહાર ઉભા રહીને કરવી જોઇએ. ભગવાનની ભક્તિથી જરૂર બધુ મલવાનું છે અને જે કાંઇ મલે છે તે ભગવાનની ભક્તિથી જ મળે થાય. જરૂર હું સંસાર સાગરથી તરી રહ્યો છું એ વિશ્વાસ પેદા થાય ભક્તિ કરું એનાથી જરૂર જન્મ મરણની પરંપરા ઘટે જ છે એવો વિશ્વાસ છે ભક્તિ કરું છું એ ભક્તિથી જરૂર મારી સદ્ગતિ થશે એવો વિશ્વાસ થાય છે ? ત્રીજા નંબરે મારી ભક્તિથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે ? એવો પણ વિશ્વાસ પેદા થાય છે ? ધર્મની કરણી આશય સાથે કરવી જોઇએ જેવો આશય હોય એવું પુણ્ય બંધાય અને એવી નિર્જરા જ એટલે પોતાના આત્માના હિતની વિચારણા રાખીને જે કાંઇ કરણી કરવી એ જ કહેવાય છે. છે ? એટલે કે જે રીતે હું ? બીજા નંબરે જે રીતે દિપકપૂજા આત્મામાં રહેલા જ્ઞાનરૂપી ચક્ષુ એ વિવેકને પેદા કરવામાં સહાયભૂત થાય અથવા જ્ઞાનરૂપી ચક્ષુ પેદા કરાવે. જ્ઞાની ભગવંતો કહે છે કે તીર્થંકર પરમાત્માઓના જ્ઞાનથી એમના શાસનમાં એમનાથી જેટલા જીવો મોક્ષે જાય છે એના કરતાં અભવ્ય જીવોના આત્માઓથી અનંત ગુણા અધિક જીવો મોક્ષે જાય છે કારણ કે તીર્થંકરના આત્માઓને કેવલજ્ઞાન પેદા થયા પછી પોતાનું આયુષ્ય હોય ત્યાં સુધીના કાળમાં એમનાથી જેટલા જીવો પ્રતિબોધ પામે એટલા જ મોક્ષે જઇ શકે છે જ્યારે અભવ્ય જીવો સંસારમાં સદાકાળ રહેવાવાળા હોવાથી અનંતીવાર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મ પામીને અનંતીવાર સાડાનવ પૂર્વનું જ્ઞાન ભણે એ જ્ઞાનથી જે યોગ્ય જીવ હોય તો તે વાણી સાંભળીને પોતાનું તથા ભવ્યત્વ ખીલવીને પુરૂષાર્થ કરીને મોક્ષે જાય આથી અનંતા જીવો મોક્ષે જઇ શકે છે એ તીર્થંકરના આત્માઓ કરતાં અનંત ગુણા અધિક થઇ શકે છે. વર્તમાનમાં આપણને ભગવાનના શાસનનું જેટલું જ્ઞાન છે એ જ્ઞાનનો ઉપયોગ આપણા પોતાના આત્મા માટે કેટલો કરીએ છીએ ? અને બીજાના આત્મા માટે કેટલો ઉપયોગ કરીએ છીએ ? અભવ્ય - દુર્વ્યવ્ય ભારે કમી આત્માઓ ભગવાનના શાસ્ત્રનું જ્ઞાન ભણી પોતાના આત્મા માટે એ જ્ઞાનનો ઉપયોગ નિયમા કરતા નથી પણ એ જ્ઞાન બીજા આત્માઓને જરૂર ઉપયોગી બને છે. એવી જ રીતે ભક્તિયોગમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં કરતાં અનેક તીર્થોની યાત્રાઓ કરે અનેકવાર તીર્થોને વિષે ચોમાસા કરે પણ અનુકૂળ પદાર્થોનો રાગ જાય નહિ. કાઢવાનો પ્રયત્ન કરે નહિ એ રાગ મને ધર્મ પેદા કરવામાં વિઘ્ન રૂપ થાય છે એમ માને નહિ. એવી માન્યતા પેદા થવા દે નહિ તો જ્ઞાની ભગવંતો કહે છે કે ભક્તિ, તીર્થયાત્રાઓ ગડગુમડ જેવી બને છે એટલે કે શરીરમાં ગુમડું થયું હોય મોટું થતું જાય અને પાકે નહિ અને જેવી પીડા કરે એવી પીડા કરનારી એ ક્રિયા બને છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અનુકૂળ પદાર્થોના રાગને સાચવીને પૂર્વક્રોડ વરસ સુધી ધર્મની આરાધના કરે તો પણ Page 40 of 97

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97