________________
વીર્ષોલ્લાસ સાથે આત્મામાં પેદા થાય છે કે જેના પ્રતાપે શ્રી અરિહંત પરમાત્મા જેવા બીજા કોઇ ઉપકારી જ નથી એવી ભાવનામાં ઓતપ્રોત થાય છે તથા એ અરિહંતને ઓળખાવનારા સુગુરૂ પ્રત્યે પણ અંતરથી. આદર બહુમાન ભાવ વધતો જાય છે આથી ધર્મ પ્રવૃત્તિમાં એ જીવને જે આનંદ પેદા થાય છે એ હવે સંસારની અનુકૂળ સામગ્રીની પ્રવૃત્તિમાં આનંદ પેદા થતો નથી. ઉપરથી એ પ્રવૃત્તિ આત્માને પોતાને બોજારૂપ લાગે છે. આજ ધૂપપૂજાનું આંતરિક તથા બાહ્ય અભ્યદય પ્રાપ્ત કરાવનારૂં ફળ કહેલું છે.
આ રીતે મિથ્યાત્વ મોહનીયની જેમ જેમ વિશેષ મંદતા પેદા થતી જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષયોપશમ ભાવ પણ વધતો જાય છે અનાથી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવની સ્થિરતા વધે છે અને પોતાના મન, વચન, કાયાના યોગનો વ્યાપાર આ ઉપકારી એવા અરિહંતાદિની ભક્તિમાં ઉપયોગ કરવાનું મન થયા જ કરે છે એટલે ભગવાનની ભક્તિ કરે-ભગવાનની વાણી સાંભળે-ભગવાનના શાસનની આરાધના કરતો જાય છે. આને જ જ્ઞાની ભગવંતો. મિથ્યાત્વ રૂપી દુર્ગધ દૂર થતી જાય છે એમ કહે છે. દુહાઓનું વર્ણન:
ધ્યાન ઘટા પ્રગટાવીએ વામ નયન જિન ધૂપ, મિચ્છત દુર્ગધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ ||૧ અમે ધૂપની પૂજા કરીએ રે ઓ મન માન્યા મોહનજી | પ્રભુ ધૂપ ઘટા અનુસરીયે રે ઓ મન માન્યા મોહનજી | પ્રભુ નહિ કોઇ તમારી તોલે રે ઓ મન માન્યા મોહનજી |
પ્રભુ અંતે છે શરણ તમારું રે ઓ મન માન્યા મોહનજી ! ભાવાર્થ - ભગવાનની ડાબી બાજુ ઉભા રહીને એટલે કે ભગવાનની ડાબી બાજુની આંખ સામે ઉભા રહીને શ્રી જિનેશ્વર પરમાત્માની ધૂપ પૂર્વ ભાવપૂર્વક કરવામાં આવે તો તેનાથી ધ્યાન રૂપી વિચારોના સમુદાયો પેદા થતા જાય છે એટલે કે સારી સુગંધના ધૂમાડાની જેમ અંતરમાંથી આર્ત અને રોદ્ર ધ્યાન રૂમ કર્મ મલોનો સમુદાય નાશ પામતો જાય તેમ તેમ આત્મામાં રહેલું જે શુધ્ધ સ્વરૂપ એ શુધ્ધ સ્વરૂપના વિચારોના સમુદાયો સહજ રીતે પ્રગટ થતા જાય છે અને આ રીતે શુધ્ધ પરિણામના સમુદાયો (વિચારોના) પેદા થતાં થતાં આત્મામાં અશુભ વિચારો અને અશુધ્ધ વિચારોના સમુદાયો ચાલતા હતા. વારંવાર પજવતા હતા તે કર્મોનો હ્રાસ થવાથી નાશ પામતા જાય છે એનો અંતરમાં વીર્ષોલ્લાસ વધતો જાય છે અને એ વીર્ષોલ્લાસના આનંદમાં, અંતરમાં મિથ્યાત્વરૂપી દુર્ગધ ભરેલી હતી અથવા રહેલી હતી તે નાશ પામતી જાય છે એટલે દૂર થતી જાય છે. મિથ્યાત્વરૂપી દુર્ગધ કઇ સમજવી ? જ્ઞાની ભગવંતો કહે છે કે ઇચ્છિત સામગ્રી મેળવવા આદિના વિચારો ચાલતા હતા તેને મિથ્યાત્વ રૂપી દુર્ગધ તરીકે ગણે છે એવી જ રીતે પાપના ઉદયથી જે પ્રતિકૂળતાઓ પેદા થતી જાય છે એને દૂર કરવાના વિચારો, નાશ કરવાના વિચારો એને પણ મિથ્યાત્વરૂપી દુર્ગધ રૂપે કહે છે. એ નાશ પામે એટલે જેટલે અંશે એ દુર્ગધના પુદ્ગલો નાશ થતા જાય તેમ તેમ આત્મ સ્વરૂપ પેદા થતું જાય છે એટલે આત્મ સ્વરૂપ પ્રગટે છે માટે વર્ષોલ્લાસથી ધૂપપૂજા કરતાં કરતાં જીવો બોલે છે કે અમે ધૂપપૂજા કરીએ છીએ ઓ મારા મોહન રૂપે રહેલા જિનેશ્વરો મનથી અમે ધૂપપૂજા કરીએ છીએ અને એ કરતાં કરતાં મનમાં થાય છે કે અમે હે ભગવન ધૂપના ગોટાના સમુદાયની જેમ અમે પણ અનુસરીએ છીએ કારણ કે અમારા કર્મની ઘટાઓ એટલે કે ધ્યાન રૂપી-અશુભ ધ્યાન રૂપી
Page 38 of 97