Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 37
________________ પ્રતિકૂળતા એને । દૂર કરવાના વિચારોની એકાગ્રતા કરીને જીવન જીવવું તેમજ અનુકૂળ સામગ્રી મને સારી રીતે પ્રાપ્ત થાઓ એવી માગણી કર્યા કરવી એ અશુભ ધ્યાનના વિચારો કહેવાય છે. આર્ત્ત = પીડિત, દુ:ખી આત્માને દુઃખી કરનાર એવો જે એકાગ્રતાનો પરિણામ તે આર્તધ્યાન કહેવાય છે. આર્તધ્યાનનાં જ્ઞાની ભગવંતોએ બે ભેદ કહ્યા છે. (૧) અશુભ આર્તધ્યાન (૨) શુભ આર્તધ્યાન શરીર, ધન, કુટુંબ, પરિવાર આદિ સુખાકારી પદાર્થો મેળવવા, ભોગવવા, સાચવવા, ટકાવવા, વધારવા માટેની એકાગ્ર ચિત્તથી વિચારણાઓ કરવી અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ થયેલો હોય તે પદાર્થોનો વિયોગ કેમ જલ્દી થાય એવી એકાગ્રતા પૂર્વકની વિચારણાઓ કરીને જીવન જીવવું એને અશુભ આર્ત્તધ્યાન કહેવાય છે. શુભ આર્તધ્યાન :- ઇતર દેવ દેવીને દેવ તરીકે માનીને ઇતર સન્યાસીને ગુરૂ તરીકે માનીને તથા ઇતર ધર્મને ધર્મ તરીકે માનીને આલોક કે પરલોકના સુખોની ઇચ્છા કરવી એ મેળવવા માટે માનતા કરવી એ લૌકિક મિથ્યાત્વ રૂપે શુભ આર્ત્તધ્યાન કહેવાય છે તેમજ શ્રી અરિહંત દેવ-ગુરૂ તથા અરિહંતે કહેલા ધર્મને આલોક તથા પરલોકના સુખના હેતુથી માનતા કરીને સેવવા એ લોકોત્તર મિથ્યાત્વરૂપ શુભ આર્તધ્યાન કહેવાય છે. આ શુભ આર્દ્રધ્યાનમાં આયુષ્યનો બંધ જીવ કરે તો નિયમા સદ્ગતિનું આયુષ્ય બાંધે છે. અશુભ । આર્તધ્યાનમાં આયુષ્ય । બંધ કરે તો નિયમા દુર્ગતિનું એટલે તિર્યંચનું આયુષ્ય બાંધે છે શુભ આર્તધ્યાનથી સદ્ગતિનું આયુષ્ય બંધાય છે તેમાં પાપાનુબંધિ પુણ્ય બાંધિને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગાદિની તીવ્રતા પેદા કરાવીને સંસારની વૃધ્ધિનું કારણ બને છે માટે ધૂપપૂજા કરતા કરતા એ આર્તધ્યાનને પેદા કરાવનારા કર્મોનો નાશ થતો જાય તેમ તેમ શુધ્ધ પરિણામની વૃધ્ધિ થતી જાય છે એવી જ રીતે રૌદ્ર એટલે ભયંકર આત્માને ભયંકર વિચારો પેદા કરાવીને એકાગ્રતા પેદા કરી દુર્ગતિમાં લઇ જવામાં સહાયભૂત થનારા પરિણામો એને રૌદ્રધ્યાનના પરિણામો કહેવાય છે. આ રૌદ્રધ્યાનના પરિણામમાં જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમા નરક આયુષ્યનો બંધ કરે છે. ધૂપપૂજા કરતાં કરતાં આવા ભયંકર કોટિના જે નરકમાં લઇ જવાવાળા કર્મોનો નાશ થતા જાય છે તેમ તેમ આત્મા ઉર્ધ્વ એટલે શુધ્ધ પરિણામમાં આગળ વધતો જાય છે. જો ધૂપપૂજા કરતા કરતા આવા ધ્યાનના પરિણામોને પેદા કરાવનારા કર્મોને નાશ કરવામાં સહાયભૂત ન થાય તા તે ધૂપપૂજા સંસારની વૃધ્ધિનું કારણ બને છે આથી ભાવપૂર્વકની ધૂપપૂજા થાય એ રીતે અવશ્ય પ્રયત્ન કરવો જોઇએ. અભય-અખેદ અને અદ્વેષને પેદા કરેલો જીવ મિથ્યાત્વના ઉદયવાળો હોવા છતાં અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતો કરતો અસંખ્ય ગુણ અસંખ્ય ગુણના ક્રમે અશુભ કર્મોની નિર્જરા કરતો કરતો શુધ્ધ પરિણામમાં આગળ વધતો વધતો એમાં સ્થિરતા પામતો પામતો ભાવ મલ રાગ-દ્વેષના પરિણામ રૂપે આત્મામાં રહેલા છે તેનો હ્રાસ કરતો એટલે નાશ કરતો કરતો ગ્રંથીભેદ સુધી પહોંચે છે. આ પરિણામમાં આગળ વધતા અને લાંબાકાળ સુધી એ પરિણામ ટકાવતા આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ નષ્ટ થતા જાય છે અને શુધ્ધ પરિણામની સ્થિરતાના કારણે શુભ પરિણામોની સ્થિરતામાં રહેતો શુધ્ધ પરિણામથી મિત્રાદ્રષ્ટિ તારા દ્રષ્ટિના ગુણોને પ્રાપ્ત કરતો જાય છે અને એ ગુણોને પ્રાપ્ત કરતાં એવો આનંદ Page 37 of 97

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97