________________
જ્ઞાની ભગવંતો કહે છે કે ભાવપૂર્વક અગ્રપૂજા કરવામાં આવે તો એ અગ્રપૂજાથી દુનિયાની સારામાં સારી અનુકૂળ સામગ્રીઓ સારામાં સારા રસ પૂર્વકની એટલે પુણ્યાનુબંધિ પુણ્યબંધ પૂર્વકની મલતી જ જાય. છે એટલે કે એ મેળવવામાં આ અગ્રપૂજા સહાયભૂત થતી જાય છે. એવી જ રીતે એ સામગ્રીને ભોગવવામાં પણ સહાયભૂત થતી જાય છે કારણ કે ભાવપૂર્વકની અગ્રપૂજા હોવાથી વૈરાગ્ય ભાવ સાથે રહેલો જ હોય છે. એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવના કારણે એ સામગ્રીની ઓળખ અંતરમાં રહેલી જ હોય છે કે આ સામગ્રી, સાવધ ન રહું તો આત્માને દુર્ગતિમાં લઇ જનારી છે એ ઓળખ રહેલી જ હોય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દુનિયાની સારામાં સારી ઉત્તમ કોટિની સામગ્રી કે અહમ ઇન્દ્રપણા રૂપે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવું, ઇન્દ્રપણું, ચક્રવર્તીપણું, વૈરાગ્યભાવ પૂર્વકનું રાજાપણું, શેઠપણું, શાહુકારપણું આવી સઘળી ઉત્તમ સામગ્રીઓ અગ્રપૂજા ભાવપૂર્વક કરવાથી પ્રાપ્ત થાય છે અને એ સારી સામગ્રીનો ભોગવટો સુખરૂપે પણ એજ આત્માઓ કરી શકે છે એ સુખની સામગ્રીનો ભોગવટો કરવા છતાં પણ એ જીવોને વૈરાગ્ય ભાવ સાથે રહેલો હોવાથી અત્પરસે અશુભ કર્મોનો બંધ થયા કરે છે તથા શુભ કર્મોનો બંધ તીવ્ર રસે થયા કરે છે અને સાથે સાથે બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા વિશેષ વિશેષ રીતે થયા કરે છે. ભોગવવા છતાં પણ સુખની સામગ્રી સુખરૂપે અનુભવવા છતાં પણ એ સામગ્રીમાં રાગ પેદા થતો નથી માટે ભોગાવલી કર્મ નિકાચીત રૂપે બંધાતું નથી. આજ અગ્રપૂજાનું પ્રત્યક્ષ ળ કહેલું છે અને બાહ્ય અસ્પૃદય સાધની ભક્તિ કહેવાય છે. આવી સ્થિતિ મિથ્યાત્વની મંદતાવાળા જીવોને આંશિક રીતે હોય તેમજ ગ્રંથીભેદ કર્યા પછી સમકીતી જીવોની આવી સ્થિતિ હોય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે ધર્મ કોલ આપે છે કે જે મને પ્રાપ્ત કરવાના હેતુથી એટલે ધર્મ પેદા કરવાના હેતુથી સેવે અથવા આરાધે એને હું સંસારમાં, મને સાથે રાખીને જીવશે ત્યાં સુધી એ જીવોને દુ:ખી થવા નહિ દઉં અને ઉંચામાં ઉંચી બાહ્ય સામગ્રી એ જીવોને આપતો જ રહીશ. પણ જે જીવોએ મને પામતા પહેલા કોઇ અશુભ કર્મો નિકાચીત રૂપે બાંધેલા હોય અને એ ઉદયમાં આવે અને ભોગવવા જ પડે એમ હોય તો પણ મને પકડ્યા પછી જો મારો ત્યાગ નહિ કરે અને એ દુ:ખના કાળમાં મને સાચવી રાખશે તો હું એને ફ્રીથી એવા કર્મોથી દુ:ખ ભોગવવું જ પડે એવી સ્થિતિ પેદા થવા નહિ દઉં કારણ કે એ દુઃખોને સમાધિ પૂર્વક સહન કરવામાં સહાયભૂત થઇશ એટલે કે સહન શક્તિ એવી વધે એમાં સહાયભૂત થતો જઇશ કે જેથી એનાથી શુભકમાં સારા રસે એટલે પુણ્યાનુબંધિ પુણ્ય રૂપે બંધાવી બીજા જન્મોમાં જરૂર બાહ્ય સામગ્રીથી સુખી બનાવીશ. આ રીતે ધર્મ આત્માને કોલ આપે છે. આ કોલ આપણને સંભળાય છે ? કેટલો લાભ ? એ લાભ મેળવવામાં માત્ર એટલી શરત. કઇ ? અનુકૂળ પદાર્થોની સામગ્રીને ઓળખીને એમાં રાગાદિ પરિણામ ન થાય એ રીતે મેળવવાનો-ભોગવવા આદિનો પ્રયત્ન કરવાનો ! બોલો કેટલો સહેલો ઉપાય છે. આ રીતે અગ્રપુજા ભાવપૂર્વક કરવાથી બાહ્ય અભ્યદયા આવી રીતે સાધવામાં સહાયભૂત થાય તો અત્યંતર અભ્યદય કેટલો સુંદર પેદા કરવામાં સહાયભૂત થતો હશે ?
(૨) ભાવપૂર્વક અગ્રપૂજા કરવાથી અત્યંતર અભ્યદયમાં અનાદિકાળના જે અનુકૂળ પદાર્થોના રાગના સંસ્કારો એ સુખ સર્વસ્વ છે એવી માન્યતાઓ સદંતર નાશ પામતી જાય છે અને મનશુધ્ધિ એટલે મનની પ્રસન્નતા-ચિત્તની એકાગ્રતા પેદા થતાં-મિથ્યાત્વ મોહનીયની મંદતા થતાં થતાં વિવેક ચક્ષ પેદા થતી જાય છે એટલે કે અત્યાર સુધી ઇચ્છિત પદાર્થો જેમ વધારે પ્રાપ્ત થાય તેમ વધારે આબાદી શાંતિ પ્રાપ્ત થાય એવી માન્યતા હતી તેના બદલે પોતાના આત્માના હિતાહિતની વિચારણા પેદા થતી જાય છે. એટલે કે મિથ્યાત્વની મંદતાથી વિવેક પેદા થતાં જીવનમાં જે કોઇ પ્રવૃત્તિ કરતો હોય તે પ્રવૃત્તિ કરતાં આમાં આત્માનું
Page 35 of 97