________________
(૨) અગ્રપૂજા ગભારાની બહાર નીકળીને રંગમંડપમાં આવીને ગભારા પાસે ઉભા રહીને ધૂપપૂજા અને દીપકપૂજા કરવાની હોય છે.
(૩) ધૂપપૂજા ભગવાનની ડાબી બાજુ ગભારા બહાર ઉભા રહીને કરવાની હોય છે. (૪) દીપકપૂજા ભગવાનની જમણી બાજુ ગભારાની બહાર ઉભા રહીને કરવાની હોય છે.
(૫) ધૂપપૂજા કરતા થાળીમાં ધૂપદાણું મુકીને બે હાથે થાળી પકડીને કરવાની હોય છે તેમાં જમણી સાઇડથી ડાબી સાઇડ ઉતારવાનું હોય છે. એકલો ધૂપ એટલે ધૂપની સળી પકડીને કે ધૂપ દાણાનો ડોયો (હાથો) પકડીને ઉતારાય નહિ.
(૬) થાળીમાં રાખીને ધૂપ ઉવેખતાં એટલે ઉતારતાં થાળીમાં દીપક રખાય નહિ.
(૭) દીપકપૂજાની દીવિ થાળીમાં લઇને બે હાથે ઉતારવાની હોય છ. એ પણ જમણી બાજુથી ડાબી બાજુ ઉતારવાની હોય છે.
(૮) જ્યારે દીપકપૂજા ચાલતી હોય ત્યારે થાળીમાં ધૂપની સળી કે ધૂપદાણું રખાય નહિ.
(૯) ધૂપપૂજા અને દીપકપૂજા કરતાં નાભિથી નીચે ન જવું જોઇએ તેમજ નાસિકાથી ઉપર જવું જોઇએ નહિ એ રીતે ઉતારવું જોઇએ.
(૧૦) ધૂપ અને દીપ ઉતારતાં એકી સંખ્યામાં આવર્ત ઉતારવા જોઇએ. બેકી સંખ્યામાં થવા જોઇએ નહિ. એટલે કે એક-ત્રણ-પાંચ-સાત ઇત્યાદિ.
(૧૧) દીપકપૂજા કરતાં દીપકના દુહા બોલાય પણ સાથે આરતિ કે મંગલ દીવો બોલાય નહિ. (૧૨) એના પછી અક્ષતપૂજા કરવા માટે ગભારાથી દૂર થઇ રંગ મંડપમાં જમીન પજી પાટલો પુંજીને મુકવો પછી હાથ ધોઇ થાળી વાટકી ધોઇને થાળી લઇને પાટલા પાસે ભૂમિ પુંજીને બેસવું.
(૧૩) થાળીમાં ચોખા કાઢી થાળી ઝાલીને દુહા બોલવા પછી એ થાળીના ચોખામાંથી સાથીયાની ઢગલી પછી ત્રણ ઢગલી અને પછી સિધ્ધશીલાની ઢગલી કરવી જોઇએ અથવા પહેલા ત્રણ ઢગલી પછી સાથીયાની ઢગલી અને પછી સિધ્ધશીલાની ઢગલી કરવી જોઇએ એમ પણ ચાલે છે.
(૧૪) પછી સાથીયો કરી સિધ્ધશીલા કરવી જોઇએ.
(૧૫) નૈવેધ પૂજા કરતી વખતે થાળીમાં નૈવેધ મૂકી બે હાથે થાળી પકડી દુહો બોલીને પછી નૈવેધ સાથીયા ઉપર ત્રણ ઢગલી ઉપર મુકવું જોઇએ.
(૧૬) ફ્ળપૂજા કરવાના વખતે થાળીમાં ફ્ળ મૂકી બે હાથે થાળી પકડીને દુહો બોલી સિધ્ધશીલા ઉપર ફ્ળ મૂકવું જોઇએ.
(૧૭) દરેક પૂજામાં થાળી જોઇએ એનું કારણ એ છે કે ભગવાન પ્રત્યેનો આદર ભાવ અને બહુમાન ભાવ અંતરમાં પ્રગટ કરવા માટે અથવા પ્રગટ થયેલા હોય તો વધારવા માટે જરૂરી છે. (૧૮) અહીં સુધીની જે પૂજા કરવી તે અગ્રપૂજામાં ગણાય છે. આ અગ્રપૂજા અભ્યુદય સાધની કહેલી છે.
અભ્યુદય બે પ્રકારે થાય છે.
(૧) બાહ્ય અભ્યુદય
(૨) આંતરિક અભ્યુદય.
(૧) બાહ્ય અભ્યુદય સાધવામાં સહાયભૂત થાય એટલે કે સંસારમાં જે કાંઇ અનુકૂળ સામગ્રી જોઇએ એ સામગ્રીને મેળવી આપવામાં, ભોગવવામાં, સાચવવામાં, ટકાવવામાં ન ચાલી જાય એની કાળજી રાખવામાં અને વધારવામાં સહાયભૂત થાય.
Page 34 of 97