________________
હિત થાય એમ છે કે અહિત થાય એમ છે. હિત થાય તો કેટલું થાય એવું છે અને અહિત થાય તો કેટલું અહિત થાય એમ છે ? એની વિચારણા અંતરમાં ચાલુ થાય છે આ રીતે વિચારણાઓ જેમ જેમ જીવ વારંવાર પેદા કરતો જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં એ જ્ઞાન જે વધે તે આત્મિક ગુણ પેદા કરવામાં એટલે આત્માનું હિત કરવામાં ઉપયોગી થાય એ રીતે સહાયભૂત થતું જાય છે માટે એ જ્ઞાન સમ્યજ્ઞાન રૂપે કામ કરતું થાય છે. એજ રીતે દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થતો જાય છે એનાથી જીવ વિચાર કરતો બને છે કે પાંચ ઇન્દ્રિયોના અનુકૂળ પદાર્થોના સુખો એમાં ઇન્દ્રિયોને જોડીને એ સુખમાં આનંદ માનીને જીવવું એજ જીવના દુઃખનું કારણ બને છે એટલે અહિતનું કારણ બને છે કારણકે એ ઇન્દ્રિયોના સુખોની આધીનતાએ - પરાધીન બનાવી મને અનંતકાળ દુઃખી દુઃખી કર્યો છે આથી એ ઇન્દ્રિયોના વિષયો ત્રેવીશ, વિકારો બસો બાવન એને ઓળખીને એનાથી સાવધગિરિ પેદા કરાવવામાં સહાયભૂત થાય છે અને અંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી આત્માને પોતાના મન, વચન, કાયાના, વીર્યના વ્યાપારને અહિત માર્ગે જોડતો હતો તે ઓળખીને હિતમાર્ગે જોડવાનો પ્રયત્ન કરાવવામાં સહાયભૂત થાય છે. આને ભાવપૂર્વક કરેલી અગ્રપૂજાનું ફ્ળ કહેલ છે. આજ અત્યંતર અભ્યુદય સાધની કહેવાય છે. આ રીતે અભ્યુદય આંતરિક પેદા કરતાં કરતાં અનંત ગુણ વિશુધ્ધિ પેદા કરાવતા કરાવતા સારો કાળ હોય લઘુકર્મીતા હોય તો જીવને એક અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવ્યા વગર રહેતી નથી. આને અત્યંતર અભ્યુદય સાધની રૂપે અગ્રપૂજા કહેવાય છે.
ધૂપપૂજાનું વર્ણન
વાસ્તવિક રીતે ધૂપપૂજા કરવામાં પદાણામાં દશાંગ-અગરૂ વગેરે સુગંધી ચૂર્ણ નાંખીને એમાં અગ્નિ પ્રગટાવવાની હોય છે એટલે કે ધૂપદાણામાં અગ્નિ રાખીને તેમાં દશાંગ આદિ ધૂપનું ચૂર્ણ નાખતા એટલે સુગંધી ચૂર્ણ નાંખતા એ સુગંધી ચૂર્ણની સુવાસ ધૂમાડા રૂપે થઇને ઉર્ધ્વગતિએ જાય એટલે એની
સુવાસ ચારે બાજુ ફ્લાતી જાય છે આથી વાતાવરણ એકદમ સુગંધમય બને એ રીતે ધૂપપૂજા કરવાનું
વિધાન કહેલું છે. ધૂપની અગરબત્તી હજી હવે થોડાકાળમાં શરૂ થયેલ છે એમાં એવા સુગંધી પદાર્થો જોરદાર હોતા નથી માટે એની સુગંધી સુવાસ ફેલાતી નથી અને મોટે ભાગે ધૂમાડા રૂપે પ્રસરી જાય છે. માટે જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી એનો સુગંધી ધૂમાડો ઉત્પન્ન થઇને ઉંચે ચડે છે. તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપપૂજાથી કર્મરૂપી કાષ્ઠને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવના રૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા ઉંચે ચડે છે.
ધૂપપૂજા કરતાં કરતાં જેમ ધૂમાડો ઉંચે ચઢતો જાય છે એમ જ્ઞાની ભગવંતો કહે છે કે કર્મ રૂપી ઇંધન એટલે લાકડા જેમ જેમ બળતા જાય એટલે નાશ પામતા જાય તેમ તેમ આત્મા શુધ્ધ પરિણામમાં ઉંચે ચઢતો જાય છે. કયા કર્મોનો નાશ થાય છે ? તો જીવને ઉંચે ચઢવામાં રોકનાર અંતરાય કરનાર એવા અશુભધ્યાન રૂપી જે કર્મો સહાયભૂત થાય છે એ અશુભધ્યાન રૂપી કર્મો નાશ પામતા જાય છે. અશુભધ્યાનનાં બે ભેદ કહેલા છે.
(૧) રૌદ્રધ્યાન અને (૨) આર્તધ્યાન
ધ્યાન એટલે મનની એકાગ્રતા. અશુભ અને અશુધ્ધ વિચારોની એકાગ્રતા પેદા કરી કરીને સ્થિરતા પ્રાપ્ત કરવી તે ધ્યાન કહેવાય છે. શરીર, ધન અને કુટુંબની સુખાકારી વધારવાના, સાચવવાના, ટકાવવાના વિચારોની એકાગ્રતા કરતા કરતા જીવન જીવવું એ તેમજ શરીર, ધન અને કુટુંબને આવેલી
Page 36 of 97