________________
કર્મની ઘટા એટલે સમુદાયો ધુમાડા રૂપે રહેલા તેનો નાશ થતો જાય છે માટે અમે અનુસરીએ છીએ એમ કહીએ છીએ.
શ્રી અરિહંત પરમાત્માઓએ પોતાના આત્માના કલ્યાણની ભાવના સાથે જગતના સઘળાય જીવોના કલ્યાણની ભાવના કરી અને એ માટે પુરૂષાર્થ કરીને જગતને વિષે કલ્યાણના માર્ગની સ્થાપના કરીને કલ્યાણનો માર્ગ મુકીને ગયા માટે એમના જેવા કોઇ પરોપકારી (ઉપકારી) થયા નથી, થશે નહિ અને થવાના નથી કારણકે અરિહંતના આત્માઓની સરખામણી અરિહંતના આત્માઓની જ સાથે થઇ શકે છે પણ બીજાની સાથે થતી નથી. આથી આવા પરોપકારી નિ:સ્વાર્થ ભાવપૂર્વકના અરિહંતો જ છે માટે હે ભગવન ! તમારી તોલે કોઈ આવે એમ નથી એવી જ રીતે અરિહંત પરમાત્માઓની જેવી સહન શક્તિ હોય છે એવી સહન શક્તિ પણ બીજા જીવોની હોતી નથી તેમજ કર્મ ખપાવવા માટે કર્મોની સામે શૂરવીર પણ જેવા અરિહંતના આત્માઓ હોય છે. એવા બીજા કોઇ હોતા નથી આથી તમારી તોલે કોઇ આવવામાં અથવા થવામાં સમર્થ થતું નથી માટે તમારી તોલે કોઇ નથી એમ કહેવાય છે. પણ હે ભગવન ! તમારી ધૂપપૂજા કરતાં કરતાં કર્મોનો નાશ થતાં થતાં એવી શક્તિ આપો કે મારો પણ આત્મા શુધ્ધ પરિણતિની સુવાસવાળો બનતા બનતા ઉર્ધ્વગતિને પામી સંપૂર્ણ શુધ્ધ પરિણતિની સુવાસવાવો થઇ તમારી સાથે સિદ્ધિગતિમાં આવીને રહું.
આવા ઉપકારી અરિહંત પરમાત્માઓનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવા પેદા થયેલા શુધ્ધ સ્વરૂપમાં લાંબાકાળ સુધી સ્થિરતા પેદા કરવા અને અંતે સમાધિ મરણ પ્રાપ્ત કરવા શરણ તમારું જ કહેલું છે. શરણ એટલે માર્ગ પ્રાપ્ત ન કર્યો હોય એને માર્ગ પમાડવામાં સહાયભૂત થાય અને માર્ગ પામેલાને માર્ગમાં સ્થિર કરીને પોતાના જેવા બનાવવામાં સહાયભત થાય તે શરણ રૂપ અથવા શરણભત કહેવાય છે. જેમ છેલ્લે પણ સ્વીકારવાનું હોય એમનું શરણ શરૂઆતથી હંમેશ માટે જ સ્વીકારેલું છે એ રીતે ભાવ પેદા કરવાનો છે કારણકે દુનિયાના વ્યવહારમાં પણ કહેવાય છે કે જે અંતે શરણ સ્વીકારવા લાયક છે તે અત્યાર થી શરણું સ્વીકારે તોજ અંતે સ્વીકારવા લાયક બની શકે છે. સંસારમાં પણ જે જીવો લગ્નગ્રંથીથી જોડાય છે તે આખી જીંદગી શરણ રૂપ માનીને તથા અંતે શરણ રૂપ બનાવવા મથે છે કારણકે મને આખી. જંદગી જીવાડનાર હોય તો આ છે. આ બુધ્ધિ પેદા કરીને શરણ સ્વીકારે છે અને અંતે પણ શરણ રૂપ એ બને છે. આથી કહેવાય છે સુખ અને દુ:ખમાં બન્ને કાળમાં સહાય કરનાર-જીવાડનાર-સાથ આપનાર શરણરૂપ એ છે. એમ શ્રી અરિહંત પરમાત્માઓ અંત સમયે શરણરૂપ છે એનો અર્થ જ છે કે વર્તમાનમાં સુખ દુઃખના કાળમાં એટલે એ મેળવી આપનાર એમાં જીવાડનાર, સહાય કરનાર, સાથ આપનાર અને એ સાથ આપીને કાયમના સાથને પ્રાપ્ત કરાવનાર રૂપે શરણ રૂપ આપ એક જ છો. માટે આજથી અંત સમયા સુધી આપનું શરણ મેં સ્વીકારેલ છે. આ રીતે ધૂપપૂજા કરતાં કરતાં ધુમાડા રૂપે શુધ્ધ પરિણામને રોકનાર કર્મોનો નાશ કરતા કરતા સુગંધ રૂપ, સુવાસ રૂપ શુધ્ધ પરિણામને પેદા કરી એને ટકાવી શુધ્ધ પરિણામના સમુદાયનો વિસ્તાર કરી આત્મ પરિણતિની સ્થિરતાનો અનુભવ કરીને આત્મ કલ્યાણ સાધો એ અભિલાષા. આ ધૂપપૂજા કરવાનો સાર તેમજ પ્રત્યક્ષ ળ કહેલ છે.
દીપપૂજાનું વર્ણન
Page 39 of 97.