________________
૬ - અક્ષતપૂજાનું વર્ણન
જન્મ કરતાં મરણની વેદના આઠગણી અધિક વધારે હોય છે કારણકે જન્મ વખતે આત્મપ્રદેશો વિસ્તાર પામે છે એટલે પહોળા થતા જાય છે જ્યારે મરણ વખતે આત્મપ્રદેશો સંકોચ પામે છે એટલેકે અંગુલના અસંખ્યાતમા ભાગમાં બધા આત્મપ્રદેશો સંકોચાઇને ભેગા થાય ત્યારે જીવ મરણ પામે છે.
જ્ઞાની ભગવંતો જે સુખની અનુભૂતિ કરે છે એના આનંદમાં તરબોળ બની સ્થરિતા પામતા જાય છે અને આનદ વધારતા જાય છે તેના અંશ રૂપે આંશિક એ જ્ઞાનની અનુભૂતિનો પ્રકાશ દિપકપૂજાથી જીવોને પેદા થઇ શકે છે. એને જ આંતર ચક્ષુના પડલો નાશ પામ્યા (ખુલ્યા) એમ કહેવાય છે.
જન્મ મરણની પરંપરા ઘટાડવી હોય તો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ ઘટાડી શ્રી અરિહંતાદિ પ્રત્યે રાગ વધારવો જોઇએ.
અક્ષત પૂજામાં અક્ષત જ શાથી જોઇએ ? સફેદ ચીજ શા માટે ? કારણકે સિધ્ધ શીલાની પૃથ્વી સફેદ ટીકની કહેલી છે. જગતને વિષે ત્રણ ચીજો પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. પહેલી સિધ્ધશીલાબીજી મનુષ્યલોક અને ત્રીજી પહેલી નારકીનો પહેલો નરકાવાસ. મનુષ્ય લોક પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણવાળો હોવાથી મનુષ્યલોકમાંથી જ જીવો પુરૂષાર્થ કરીને સિધ્ધિગતિમાં જાય છે માટે ઉર્ધ્વલોકમાં લોકના અગ્રભાગે સિધ્ધશીલા નામની પૃથ્વી પણ પીસ્તાલીશ લાખ યોજનની કહેલી છે. પીસ્તાલીશ લાખ યોજન મનુષ્ય લોકમાંથી કોઇ એવી તસુભાર જેટલી જમીન બાકી નથી કે જે જમીન ઉપરથી અત્યાર સુધીમાં અનંતા અનંતા જીવો મોક્ષે ગયેલા ન હોય અર્થાત્ દરેક જમીન ઉપરથી અનંતા જીવો મોક્ષે ગયેલા છે.
સફેદ પદાર્થો આંખ સામે રાખીને ધ્યાન ધરવામાં આવે તો એ ધ્યાનમાં એકાગ્રતા પેદા થતી જાય છે. વધતી જાય છે અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે માટે સફેદ ચીજ અક્ષત રૂપે લેવાના કહેલા છે. તથા ડાંગર હંમેશા દુનિયાના વહેવારમાં પણ મંગલ રૂપે કહેલ છે. કોઇપણ શુભકાર્ય કરવું હોય તો તે કાર્યની સફ્ળતા માટે-નિર્વિઘ્ને પૂર્ણ કરવા માટે ડાંગર સામેથી મલે અથવા ડાંગરના દર્શનથી શરૂ કરે તો શુભકાર્ય સારી રીતે પૂર્ણ થાય એમ કહેવાય છે. એમ અહીંયા પણ ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે એ પ્રાપ્ત કરવા માટે, શુભ કાર્ય તરીકે ગણાતુ હોવાથી એની સફ્ળતા વિઘ્ન વગર સારી રીતે પ્રાપ્ત થાય એ હેતુથી મંગલ રૂપે ડાંગર એટલે ચોખાનો ઉપયોગ થાય છે. આથી એ ચોખામાં જેટલી સદી વધારે એટલી સિધ્ધપણાના સુખની એકાગ્રતા વધારે પ્રાપ્ત થાય તથા ચોખા એટલે અક્ષત જોઇએ અને તે પણ અખંડ જોઇએ શાથી ? તો જ્ઞાનીઓ કહે છે કે સિધ્ધિ ગતિનું સુખ જોઇએ છે તે અખંડ રૂપે પ્રાપ્ત થાય પણ ખંડિત નહિ. માટે અખંડ ફ્ળ મેળવવા માટે અક્ષત પણ અખંડ જોઇએ અખંડનો ભાવ જ્ઞાની ભગવંતો એ કહે છે કે હુ જેવા ભાવથી હે ભગવન્ ! આપની ભક્તિ કરું છું એ ભક્તિના ફ્ળ સ્વરૂપે જ્યાં સુધી સિધ્ધિ ગતિનું સુખ ન મલે ત્યાં સુધી સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાપણાને પ્રાપ્ત કરતો રહું એટલે કે એ સન્નીપણામાં આરાધના કરતા કરતા સિધ્ધિગતિના સુખને નજીક બનાવીને સંપૂર્ણ પ્રાપ્ત કરતો થાઉં માટે સન્ની પર્યાપ્તાપણું અખંડ રૂપે સાધના કરવા મને મલ્યા કરો એ ભાવ રહેલો છે. જો એકવાર સન્ની પર્યાપ્તપણાને પ્રાપ્ત થાઉં અને પાછો વચમાં અસન્નીપણાનો અસંખ્યાતો કે અનંતોકાળ પ્રાપ્ત થાય તો અખંડ સાધના કરવી છે તે થઇ શકતી નથી અને આરાધના ખંડિત થઇ જાય છે એ આરાધના ખંડિત ન થાય માટે
Page 45 of 97