________________
દુ:ખ જ હોય છે કારણકે ત્યાં અસંખ્યાતા કાળ સુધી કે સંખ્યાતા કાળ સુધી રહ્યા પછી કોઇપણ દેવને કાયમ રહેવાનું મન થાય તો પણ રહી શકતા નથી પોતાનું આયુષ્ય પૂર્ણ થવા આવે એના થોડા કાળ પહેલા મારે જવાનું છે. એ યાદ આવતાં જ એ સામગ્રીને મૂકીને જવાના વખતને જૂએ એટલે એટલો બધો દુ:ખી બને છે કે જેના કારણે દેવીઓ બોલાવે નહિ. દેવીઓ ઇચ્છે નહિ કોઇ એને આવકાર આપે નહિ અને જે સામગ્રીમાં રહ્યો તેને મુકીને જતાં અંતરના ટુકડા થઇ જાય એવી વેદના પેદા થતી જાય છે. માથા પછાડે, પગ પછાડે એ પદાર્થોને ભેટી પડે ઇત્યાદિ અનેક પ્રકારની વેદનાઓ રહેલી છે તથા જ્યાં દેવગતિમાં દેવરૂપે ઉત્પન્ન થાય
ત્યાં જ સાથે રહેલા દેવતાઓ એક બીજાની બધ્ધિ સિદ્ધિની સામગ્રી જોઇ જોઇને દુ:ખી થયા કરે છે, ઇર્ષ્યા કર્યા કરે છે અને ત્યાં નિયમ હોય છે કે ઉત્પન્ન થતાં જેટલી સામગ્રી મલી હોય તેમાં વધારો પણ થાય નહિ અને ઘટાડો પણ થાય નહિ એમાં પોતાની આજુબાજુ દુશ્મનના જીવો હોય અને પોતાના કરતાં અધિક સામગ્રીવાળા હોય તો તેઓને જોઇને આખી જીંદગી ઇર્ષાની આગમાં કાળ પસાર કરે છે તેમજ ઇન્દ્રની આજ્ઞાની પરાધીનતા પણ ત્યાં જોરદાર કડક રૂપે હોય છે. એક બીજા બલવાન દુશ્મન દેવો એની દેવીઓને ઉપાડીને ભાગી જાય અને કાંઇ ન કરી શકે એવા અનેક પ્રકારના તોફાનો ત્યાં રહેલા હોય છે માટે જ્ઞાની ભગવંતો દેવગતિને પણ દુ:ખરૂપ કહે છે. એક માત્ર એટલું હોય છે કે ત્યાં કમાવાની મહેનત કરવાની નહિ તથા ખાવા પીવાનું નહિ. મન થાય કે એવો જ ઓડકાર આવી જાય જેથી એ પદાર્થની તૃપ્તિનો અનુભવ થઇ જાય. આ સિવાય ત્યાં પણ ઘણાં દુઃખો હોય છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે દેવગતિમાં પણ સુખ નથી. આ રીતે દેવગતિમાં દુ:ખ હોવા છતાં થોડા જીવો એવા હોય છેકે જે સમજણના ઘરમાં રહીને પોતાનો કાળા પસાર કરતાં પોતાના આત્માનું કલ્યાણ થોડું ઘણું કરી શકે છે.
આથી સાથીયો કરીને જીવ ભગવાન પાસે માગણી કરે છે કે આવી ચારે ગતિ દુ:ખથી ભરેલી છે. એ દુ:ખનો નાશ કરવા અશરીરી બનવા ચારે ગતિને ચૂરવા એટલે નાશ કરવા માગણી કરે છે કે હે ભગવાન ! આવા અનેક પ્રકારના દુઃખોથી ભરેલી ચારે ગતિથી મને જલ્દી છૂટવાની શક્તિ આપો એ માગણી કરીને સાથીયો કરે છે. સાથીયાની જગ્યાએ નંદાવર્ત સાથીયો પણ બનાવાય છે તેમાં ચારે ગતિમાં અનેક બીજી શેરીઓ પ્રશેરીઓ આદિ રહેલી છે એમાં પરિભ્રમણ કરતા કરતા દુ:ખ વેઠતા વેઠતા હું થાકી ગયો છું માટે એનાથી જલ્દી છોડાવ અથવા છૂટવાની શક્તિ આપ એ માટે નંદાવર્ત સાથીયો કરે છે. (કરાય છે.)
આ રીતે સાથીયો કરી ચારે ગતિના દુઃખોને જાણ્યા પછી એ દુ:ખોથી છૂટવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણેની માગણી કરવા ત્રણ ઢગલીઓ કરે છે. અથવા કેટલાક દર્શન, જ્ઞાન, ચારિત્રની ત્રણ ઢગલી કહે છે.
ચાર ગતિના દુ:ખનું વર્ણન જાણ્યા પછી ચારે ગતિમાંથી એકેય ગતિમાં જીવને રહેવાનું મન થતું નથી પણ એ ચાર સિવાયની પાંચમી સિધ્ધિ ગતિમાં જવાનું મન થાય છે અને એ સિદ્ધિ ગતિમાં આ શરીર લઇને જવાતું નથી. શરીરનો સર્વથા નાશ થાય પછી જ જીવ સિદ્ધિ ગતિમાં જાય છે. આથી અશરીરી બનવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર જોઇએ. અંતરમાં પુરૂષાર્થ કરીને જીવ જેટલું જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રાપ્ત કરીને એને લાંબાકાળ સુધી ટકાવી રાખવા પ્રયત્ન કરી એમાંથી ક્ષાયિક ભાવે પ્રાપ્ત કરે ત્યારે અશરીરી બની શકે છે. એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાનની ભક્તિની આરાધના આરાધક ભાવ પેદા કરીને કરવા માંડે તોજ જીવો જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ કરી શકે છે. એ આરાધક ભાવ પેદા કરવા માટે (૧) ક્ષમાં ગુણ, (૨) ઇન્દ્રિયની સંયમતા અને (૩) સમતા ભાવ. આ ત્રણ ગુણો જોઇએ છે. કારણ કે જ્યાં સુધી જીવોના અંતરમાં ક્રોધાદિ કષાયો હોય છે ત્યાં સુધી અરિહંત પરમાત્મા પ્રત્યે શ્રધ્ધા
Page 49 of 97.