________________
શક્તિ આપ ! આથી નિશ્ચિત થાય છેકે આલોકના સંસારીક પદાર્થોની ઇચ્છાથી કે પરલોકના પદાર્થની. ઇચ્છાથી તેમજ આ લોકમાં આવેલ દુ:ખોના નાશની ઇચ્છાથી જે કાંઇ ધર્મ કરવો એ સંસારિક ળની માગણીવાળો ધર્મ ગણાય છે એનાથી આત્માને લાભ થવાને બદલે સંસારમાં રખડવાની એટલે સંસારમાં જન્મ મરણની પરંપરાની વૃદ્ધિ થાય છે માટે મારે હવે એવા સંસારની વૃદ્ધિ જોઇતી નથી તો શું જોઇએ છે ? મોક્ષળ જોઇએ છે ! એ ક્યારે કેવી રીતે મળે ? તો કહે છે કે આઠે કર્મનો નાશ થાય તોજ મોક્ષફળ મળે આઠ કર્મનો નાશ કરવા માટે સૌથી પહેલા આઠેય કર્મનો રાજા ગણાતો મોહનીય કર્મ છે એને નાશ કરવા માટે એ મોહને ઓળખવો પડે.
મોહ - આજે દુનિયાના જીવોને કયી સ્થિતિમાં મૂકીને બેઠો છે એ વિચારો. પહેલું તો એ કે- જે પોતાનું નથી એને દુનિયાના જીવો પોતાનું માને છે એજ હોટું દુ:ખ છે. આ પ્રમાણે પોતાના આત્માનું મોટું દુઃખ માને તો જ મોહનો નાશ કરવાનું મન થાય, દુનિયાના જીવો પોતાની પાસે પૈસા ન હોય અને જો સામાન્ય વિચારશીલ હોય તો એમ માને કે-પૈસા નથી એ પાપનો ઉદય માટે પૈસા ન હોય તોય તે સ્થિતિ શાંતિથી ભોગવવી અને સુકૃત કરવું. પરિણામે પાપ જાય પુણ્ય આવે અને પુણ્યથી પૈસા મળે આ ઇચ્છા કે ભાવના પણ બરાબર નથી. કારણ કે પૈસા મેળવવાની વાત છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું. કારણ કે પૈસા મલ્યા, પાપ કર્યું, પૈસા ગયા વળી સુકૃત કર્યું પાપ ગય પુણ્ય આવ્યું પેસા મલ્યા અને પાછી એની એજ દશા. એતો ઘંટીના પડ જેવી દશા છે. આથી અશુભોદય માની સુકૃત કરતાં પણ પાછા પૈસા મેળવવાની જ ભાવના રાખવી એ યોગ્ય નથી મોહની દશા કહેવાય છે.
કયા જીવો માટે મોક્ષની વાત છે ?
જેને સુખ મળે તેને તે સુખ તેના પોતાના પશ્ય યોગે જ મળે ને ? અને જેને દુ:ખ આવે તેને પણ તેના પોતાના પાપના યોગેજ આવે ને ? આવું તો તમે માનો છો ?
હવે આપણે એ વિચાર કરવો છે કે-ઘડીમાં સુખ આવે છે અને ઘડીમાં દુ:ખ આવે છે તો એની આત્મા ઉપર શી અસર થાય છે ? તમને કોઇ દિ' એવી ચિંતા થાય ખરી કે- આમ સુખ અને દુ:ખ આવ્યા કરે એવુંજ આપણે ચાલ્યા કરવાનું ? અહીં આપણે જન્મ્યા છીએ હમણાં આપણે અહીં જીવીએ છીએ પણ એકદિ' મરણ આવવાનું છે ને બીજે ક્યાંક પાછું જન્મવાનું છે ત્યાંય જીવાય તેટલું જીવવાનું ને પાછું મરીને બીજે જન્મવાનું તો શું આપણે આમ જ જન્મવાનુ, જીવવાનું ને મરવાનું ચાલ્યા કરવાનું છે ? અને એમાં જીવતા કોઇવાર સુખ ને કોઇવાર દુ:ખ ભોગવ્યા કરવાનું છે ? આવી ચિંતા કોઇ વારેય તમારા હૈયામાં પેદા થઇ છે કે નહિ ? આવું કેટલા વખતથી ચાલે છે ? અનાદિકાળથી આપણે આમ જ અસ્થિરપણે જીવતા આવ્યા છીએને ? હવે આપણને એમ થાય છે કે-આવું હજ ક્યાં સુધી ચાલ્યા કરવાનું ? અને અત્યા સુધીની જેમ સુખ દુઃખ ભોગવતે ભોગવતે જન્મવું, જીવવું ને મરવું એવું જો ચાલ્યા જ કરે તો તે આપણને ગમે ? તેમાં આપણને વાંધો ખરો ? પણ આવું બધું બન્યાં કરે એ આપણને પસંદ છે ? જેમને આવું બધું બને તે પસંદ ન હોય તે જીવોને માટે જ મોક્ષની વાત છે.
એટલે આ રીતે પોતાના આત્માની સ્થિતિનો વારંવાર વિચાર કરે એટલે મોહ નબળો પડતો જાય અને મોક્ષની ઇરછા પેદા થતી જાય અને આ રીતે મોક્ષની ઇચ્છા પેદા થયા કરે એટલે એ જીવને પોતાના મોહના વિચારો ખટક્યા વગર રહે નહિ.
Page 52 of 97