________________
ભગવાનની આકૃતિ એકદમ સુંદર લાગે એમના શરીરમાંથી ચારે બાજુ સુવાસ પ્રસરતી હોય એનો આનંદ રહ્યા કરે એ માટે ફ્લોથી કરેલી અંગ રચના એટલે ભગવાનના અંગે એ ફ્લો ચઢે છે તે ફ્લોને ભવ્યની છાપ મલે છે એટલે કે જે ભવ્ય જીવો ફ્લ રૂપે પેદા થયેલા હોય તે ભગવાનના અંગ ઉપર ચઢવાને લાયક બને છે. માટે વ્યવહારમાં પણ કહેવાય છે કે અંગ ઉપરથી જે ફ્લ નીચ પડે તે ફ્રીથી ચઢાવાતું નથી કારણ કે જે અભવ્ય જીવો ફ્લરૂપે થયેલા હોય છે તે ભગવાનના અંગ ઉપર ટકતા નથી ખરી પડે છે માટે એ અંગ ઉપર ચઢતા ચઢીને ટકેલા ફ્લોને ભવ્ય જીવની છાપ પેદા થાય છે અને આ રીતે ફ્લો ચઢાવતાં મન શુદ્ધિ એટલે શુધ્ધ પરિણામની સુગંધવાળો આત્મા બને છે માટે સમકીતની છાપ જીવને પેદા થાય છે. આથી પુષ્પ પૂજા અવશ્ય કરવાનું વિધાન કહેલું છે.
પૂર્વ ભવમાં કુમારપાલ રાજાનો જીવ મનુષ્યપણામાં ચોર, લુંટારૂં, ડાકુનો ઉપરી સરદાર હતો કેટલાય માણસોને લૂંટતો અને મારી નાંખતો એમાં એકવાર મોટું સૈન્ય આવીને અને લુંટારાઓને લુંટવા. પ્રયાસ કર્યો તેમાં બધા નાશી ગયા અને આ કુમારપાલનો જીવ અને પોતાની પત્ની ગર્ભવતી હતી તેમાં કુમારપાલનો જીવ નાશી છૂટ્યો અને પત્ની પકડાઇ ગઇ એના ગર્ભ સાથે ટુકડે ટુકડા કરીને મારી નાંખી એ આંખ સામે જોતાં અંતરમાં પત્નીના રાગના કારણે ભયંકર ક્રોધ પેદા થયો પણ હાલ કાંઇ કરી શકાય એમાં નહોતું માટે ત્યાંથી નાશીને બાજુમાં નગર હતું તે નગરમાં જઇ બજારમાં ક્રતો હતો તેમાં એક શેઠના. ઓટલા ઉપર બેઠો છે ભૂખ લાગેલી છે. શેઠને જમવાનો સમય થતાં ઉભા થાય છે અને અતિથિને જોતાં જમવાની વિનંતી કરે છે છતાંય આ કુમારપાલનો જીવ ભુખ લાગેલી હોવા છતાં શેઠને કહે છે કે મને કામ આપો તો કામ કરીને પછી હું જમું બાકી એમને એમ હું જમું નહિ. શેઠે યોગ્ય જીવ જાણીને કામ બતાવ્યું, કામ કરીને જમવા બેઠો શેઠે નોકર તરીકે રાખ્યો શેઠને ત્યાં રોજ સાધુ મહાત્માઓ વહોરવા આવે એમને આ નોકર વહોરાવે છે એમાં વાત થતાં શેઠને આ વાત કરી અને કહ્યું કે મારા મનમાંથી આ પત્નીને જે રીતે મારી છે તે નીકળતી નથી. શેઠ સમજાવે છે સાધુ ભગવંત પણ સમજાવે છે પણ મનમાંથી નીકળતું નથી. એમાં પર્યુષણ પર્વના દિવસો આવ્યા તેમાં એક દિવસ શેઠ કુટુંબ સાથે ગામ બહાર મંદિરે પૂજા કરવા જાયા છે તેમાં આ નોકરને સાથે લઇ જાય છે અને પૂજા કરવાનું કહે છે ત્યારે આ કુમારપાલનો જીવ કહે છે કે તમારા દ્રવ્યથી પૂજા કરું એમાં મને શો લાભ થાય ? ઉભા રહો અત્યાર સુધીમાં જે પગાર મળે છે તેમાંથી પાંચ કોડી વધેલી છે તે લાવીને હું મારા દ્રવ્યથી ભગવાનની પૂજા કરું એ માટે પાંચ કોડી લાવીને એના ક્લ લઇને પ્રસન્નતા પૂર્વક લપૂજા કરે છે. એમાં પુણ્યાનુબંધિ પુણ્ય બંધાયું કારણકે એ ફૂલ ચઢાવતાં કોઇ સ્વાર્થનો ભાવ નહોતો. નિ:સ્વાર્થ ભાવરાખીને શુધ્ધ મનથી ફ્લ ચઢાવ્યા તેમાં કર્મોની નિર્જરા થતાં મનુષ્યનું આયુષ્ય બાંધીને અઢાર દેશના માલિક થવાય એવું પુણ્યાનુબંધિ પુણ્ય બાંધી કુમારપાલ તરીકે અવતાર પામ્યા એટલે મનુષ્ય થયા અને અઢાર દેશને પામ્યા એ અઢાર દેશને પામવા છતાં અહિંસા પ્રત્યેનો જોરદાર ભાવ પેદા કરીને મનોબલ મજબૂત કરીને જન્મ મરણની પરંપરા તોડીને ત્રીજા ભવે મોક્ષ નિશ્ચીત કરી શક્યા અને અઢારે દેશમાં અમારી પ્રવર્તન કરાવી આ ભવમાં શાસનનો જય જયકાર વર્તાવ્યો. આ રીતે લપૂજા કરી સૌ વહેલામાં વહેલા મુક્તિ પદને પામો એ અભિલાષા.
૨ - અગપૂજાનું વર્ણન
(૧) અંગપૂજા ગભારામાં રહીને ભગવાનના અંગે કરવાની હોય છે.
Page 33 of 97.