________________
આ રીતે જલપૂજા-ચંદનપૂજા અને પુષ્પપૂજા કરતાં કરતાં મન શુધ્ધ થતું જાય એને જ જ્ઞાની ભગવંતો અંગપૂજા વિઘ્નોને ઉપશમાવનારી છે એમ કહેલ છે. આરીતે આંતરિક વિઘ્નોનો ઉપશમ થતો જાય એના બાહ્ય વિઘ્નોનો પણ ઉપશમ અવશ્ય થતો જ જાય છે એટલે બાહ્ય વિઘ્નો નાશ પામ્યા વગર રહેતા જ નથો. જો કદાચ નિકાચીત કર્મના ઉદયવાળા બાહ્ય વિઘ્નો હોય તો કદાચ નાશ ન પામે તો પણ એના ઉદય કાળમાં જીવોને શાતા અને સમાધિ ભાવ પેદા કરવામાં સહાયભૂત થતા જાય છે. આને જ અંગપૂજાનું વાસ્તવિક ફ્ળ કહેલું છે. આવા ફ્ળને પામો અથવા આવા ફ્ળને પામવાનો અભિલાષ રાખીને અંગપૂજા વારંવાર કરતા રહી એ ભાવ આવે છે કે નહિ એ જોતા જોતા એ પેદા નહિ થવા દેવામાં જે વિઘ્નો આવતા હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરી શુધ્ધ પરિણામને પામીને આત્મકલ્યાણ સાધો એવી
અભિલાષા.
પેથડ શાહ મંત્રી અષ્ટપ્રકારી પૂજા કરતાં કરતાં મધ્યાન્હ કાળથી પૂજા કરી ભગવાનની ફૂલોથી અંગ રચના કરવા બેસતા તો તેમના ધર્મપત્ની એમને કોઇ વિઘ્ન ન કરે એ માટે મંદિરની બહાર ધ્યાન રાખવા બેસતા હતા એમાં એકવાર રાજાને ત્યાં મહત્વનું કામ આવ્યું મંત્રી સિવાય એ કામ ઉકલે એમ નથી આથી મંત્રીને બોલાવવા ચિઠ્ઠી લખી ને માણસને મોકલ્યો છે ત્યારે તે ચિઠ્ઠી લઇ મંત્રીશ્વરની પત્નીએ કહ્યું બેસો, મંત્રીશ્વર પૂજામાં છે. રાજાનો માણસ છે મહત્વનું કામ છે છતાં ભગવાનની ભક્તિથી કેટલો અંતરનો વિશ્વાસ હશે ? જો કદાચ રાજા ગુસ્સે થઇને મંત્રી મુદ્રા લઇ લેશે તો ? આવો વિચાર સરખો પણ પેદા થયો નથી કેમ ? મંત્રી મુદ્રા લઇ લેશે તો પણ શું ચિંતા છે ? જીવતા આવડે છે એમ વિચાર હશે ત્યારે આ કહી શકાય ને ? થોડીવાર પછી બીજો માણસ ચિઠ્ઠી લઇને આવે છે તો પણ એજ જવાબ થોડીવાર પછી રાજા ખુદ આવે છે તો વ્યવહારથી ઉચિત સન્માન આપીને રાજાને પણ એજ કહે છે મંત્રીશ્વર પૂજામાં છે ! એટલે રાજાએ કહ્યું કે હું બોલાવા નથી આવ્યો મંત્રીશ્વરની પૂજા જોવા આવ્યો છું તો મંદિરમાં લઇ જાય છે. એ પૂજા જોઇને રાજાને ખુદને થાય છે કે છે કોઇ ચિંતા ? પૂજામાં મંત્રીશ્વર કેવા ખોવાઇ જાય છે કે આખો સંસાર ભૂલી જાય છે. તો ભાગ્યશાળી વિચારો ભગવાન પરમાત્માની અંગપૂજા કરવી હોય તો આ રીતે કરવાનું વિધાન છે. આટલા વર્ષોથો અંગપૂજા કરો છો એમાં આવો એકાદ દિવસ નોંધાયેલો છે કે જે ભગવાનની પૂજામાં ખોવાઇ ગયા હોઇએ અને આખોય સુખમય સંસાર ભૂલાઇ ગયો હોય ? તો પછી કર્મોની નિર્જરા કેવી રીતે થશે ? જન્મ મરણની પરંપરા પણ કેવી રીતે ઓછી થશે એ વિચારો. આ દ્રષ્ટાંતો પણ પાંચમાં આરામા જ થયેલા છે ને ! આપની જેમ જ એ જીવોને દેવ, ગુરૂ, ધર્મની સામગ્રી મળેલી હતી ને ? છતાં પણ પુરૂષાર્થથી અનુકૂળ સામગ્રી વધારે મળેલી હોવા છતાં તેની ચિંતા છોડીને મનની શુધ્ધતા, પ્રસન્નતા જાળવીને કેવી સુંદર રીતે અંગપૂજા કરતા હતા ? એ જીવોને જે અનુકૂળ સામગ્રી મળેલી એમની અપેક્ષાએ આજે અનુકૂળ સામગ્રીના ઠેકાણાય નથી છતાં પણ એ તુચ્છ સામગ્રી પ્રત્યેનો રાગ મમત્વ-આસક્તિના કારણે અંગપૂજા કરવા છતાંય શુધ્ધ પરિણામ પેદા થતો નથી. અરે પેદા કરવાનું લક્ષ્ય પણ થવા દેવાનું મન નથી. આ શું સુચવે છે એ વિચારો ? મોક્ષ માટે આરાધના કઇ રીતે થઇ શકશે ?
અરિહંત પરમાત્માના ધર્મની આરાધના અનુકૂળ સામગ્રી મેળવવા આદિ માટે કરીએ અને આવેલી પ્રતિકૂળતાદિ દૂર કરવા માટે કરીએ તો તેનાથી પાપાનુબંધિ પુણ્ય બંધાય છે.
જેની પાસે ધર્મ હોય એ જીવોને પુણ્યના ઉદયથી સુખની સામગ્રી મળેલી હોય તો તેમાં લીન થવા દેશે નહિ અને પાપના ઉદયથી દુ:ખની સામગ્રી હોય તો તેમાં દીન થવા દેશે નહિ. આથી લીનતા અને દીનતાનો નાશક પેદા થયેલો ધર્મ છે.
Page 31 of 97