________________
ઉચિત વ્યવહારની પ્રવૃત્તિ ચાલુ થતી જાય છે એટલે પોતાના વ્યવહારું જીવનમાં મારા તારાનો ભેદ નષ્ટ થતો જાય છે. કુટુંબના સૌ સભ્યો એક સરખા લાગતા જાય છે. આ ઉચિત વ્યવહારના પાલનથી આત્મામાં જે આનંદની અનુભૂતિ પેદા થાય એ આનંદ અત્યાર સુધીમાં કોઇવાર પેદા ન થયો હોય એવો અનુભવાય છે. આ જ આનંદને જ્ઞાની ભગવંતો આંશિક આત્માનો આનંદ કહે છે કે જે પરમાત્માની ફૂલપૂજા કરતાં કરતાં પરમાત્માઓ જે પોતાના આત્માના સંપૂર્ણ શુધ્ધ પરિણામના આનંદની અનુભૂતિમાં સદા માટે મસ્ત રહે છે એનો આંશિક અનુભવ પેદા થતો જાય છે. આથી ફૂલપૂજામાં વીર્યોલ્લાસ વધતો જાય છે એને જ જ્ઞાનીઓ મોક્ષના સુખનો આંશિક અનુભવ કહે છે એ અનુભવ જેમ જેમ લાંબાકાળ સુધી ટકે, વધતો જાય તેમ તેમ ઇચ્છિત પદાર્થોનું સુખ જે લાંબાકાળના અનુભવવાળું હોવા છતાંય એ સુખ સુખ લાગતું નથી પણ એકાંતે દુઃખરૂપ લાગવા માંડે છે આથી એ ઇચ્છિત સુખની સામગ્રીમાં રહેવું પડે, મેળવવું પડે, રાખવું પડે, વધારવું પડે, સાચવવું પડે પણ હવે એ આત્માને એ ગમતું નથી જાણે એ કરવું પડે છે માટે કરૂં છું એમ લાગ્યા કરે છે અને હવે એ પદાર્થોથી કેમ અળગા થવાય, છૂટા થવાય એવો પ્રયત્ન કરતો જાય છે અને ન છૂટાય એનું અંતરમાં ભારોભાર દુઃખ રહ્યા કરે છે. આને જ વાસ્તવિક રીતે લપૂજા ભાવપૂર્વકની કહેવાય છે. જે સાચા ભાવની ફૂલપૂજા એટલે પુષ્પપૂજા ગણાય છે.
આ રીતે પુષ્પપૂજા કર્યા પછી ભગવાનની અંગરચના કરે આભૂષણ વગેરે ભગવાનને પહેરાવે.
મહારાજા કુમારપાળ એક ઋતુના ફૂલની અંગરચના કરીને જ્યારે આરતી ઉતારતા હતા ત્યારે એ
અંગરચનાને જોઇને અંતરમાં જે આનંદ પેદા થયેલો એ આનંદમાંને આનંદમાં આરતી ઉતારતા ઉતારતા
થંભી ગયેલી હતી અને મહારાજા કુમારપાળ ભાવનામાં ચઢ્યા કે એક ઋતુના ફૂલની અંગરચનાથી આવો આનંદ પેદા થાય છે તો છએ ૠતુના ફૂલની અંગરચના કરવાથી કેવો આનંદ પેદા થાય ? જો હું છએ ૠતુના ફૂલો લાવીને અંગરચના ન કરૂં તો હું રાજા શાનો ? ભગવાનનો સેવક શાનો ? આથી ત્યાને ત્યાં જ અભિગ્રહ કરે છે કે છએ ૠતુના ફૂલો લાવી અંગરચના ન કરૂં ત્યાં સુધી ચારે પ્રકારના આહારનો ત્યાગ. આ વિચારણા કરી કે તરત જ આરતી ફરવા માંડી ! પછી ભગવાનની ભાવપૂજા કરીને ગુરૂ ભગવંત પાસે જઇ વંદન કરીને ઉપવાસનું પચ્ચક્ખાણ માંગે છે. ગુરૂભગવંત પૂછે છે કે આજે કોઇ તિથિ નથી ઉપવાસ શાનો ? એટલે કુમારપાલ કહે છે કે મારે અભિગ્રહ છે. શાનો ? જ્યાં સુધી છએ ૠતુના ફૂલ લાવીને અંગરચના ન કરું ત્યાંસુધી ચારે આહારનો ત્યાગ કરેલો છે. ગુરૂ ભગવંત કહે છે કુમારપાલ વિચાર કરીને કરે છે ? હાજી જો નહિ મલે તો દેહ જશે એજ ને ! આટલી મક્કમતા કુમારપાલની હતી. ત્રણ દિવસ ઉપવાસ થયા ચોથા દિવસે સવારે પોતાના બગીચામાં છએ ૠતુના ફૂલ પેદા થઇ ગયા.
આમાં વિચારો ફૂલપૂજા કરતાં એની અંગરચના કરીને જોતાં કેટલો વીર્યોલ્લાસ પેદા થયેલો હશે. શુધ્ધ પરિણામના સુખની અનુભૂતિ કેવી થઇ હશે કે જેથી મક્કમતા સાથે આવો અભિગ્રહ પેદા કરવો અને શરીર જાય તો ચિંતા નહિ ! આ પરિણામના અધ્યવસાયથી કેટલા અશુભકર્મોનો ભુક્કો બોલાવ્યો ?
કેટલાય જન્મ મરણોનો નાશ કર્યો આમાંનો કોઇ પરિણામ આપણને પેદા થાય છે ? આમાંની આંશિક અનુભૂતિ આપણા આત્મામાં પેદા થાય છે એવી અનુભૂતિ દેખાય છે ? અથવા એવી અનુભૂતિ આંશિક પેદા કરવાનું લક્ષ્ય પણ ખરૂં ? આ લક્ષ્ય પેદા થતું જાય તોજ મનની શુધ્ધિનો અનુભવ થાય અને મનની શુધ્ધિ એને જ જ્ઞાની ભગવંતો ભાવથી સુગંધીવાળો જીવ થયો એમ કહે છે.
આ રીતે શુધ્ધ પરિણામના અનુભવથી મનની શુધ્ધિના અનુભવથી સુખમય સંસારથી જીવ નિર્ભય બનતો જાય છે એટલે કે એ સુખમય સંસારની સામગ્રી હવે રહે તોય એમાં આનંદ પેદા થતો નથી અને એ
Page 29 of 97