________________
મંદતાનો અનુભવ પ્રત્યક્ષ ફ્ળ રૂપે ગણાય છે.
આ રીતે મિથ્યાત્વની મંદતા કરવામાં સહાયભૂત થનાર ફૂલપૂજા મોહનીય કર્મના એટલા કર્મોનો
નાશ કરનાર ગણાય છે માટે વિઘ્નોનો ઉપશમ કરનાર ગણાય છે.
આથી મિથ્યાત્વની મંદતાવાળા જીવોને જે કર્મોની નિર્જરા પેદા થતી જાય છે એ જણાવે છે. પહેલા ગુણસ્થાનકે સન્ની પર્યાપ્તા જીવો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે છે એ સિવાયના જીવો કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરતાં નથી. ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરીને એ કર્મોને ભોગવતો ભોગવતો નિર્જરા કરતો કરતો જ્યારે જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોટાકોટી સાગરોપમમાંથો ઓગણત્રીશ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ ખપાવી દે. નામ અને ગોત્ર કર્મની વીશ કાટોકોટી સાગરોપમમાંથી ઓગણીશ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ ખપાવી દે અને મોહનીય કર્મની સીત્તેર કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિમાંથી અગણ્યો સીત્તેર કોટાકોટી સગારોપમની સ્થિતિ ખપાવી દે છે એમ જ્યારે સાતે કર્મોની એક કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિ રહે છે તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ઓછી થાય ત્યારે અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતિ ગણાય છે.
આટલી સ્થિતિ સત્તામાં રહે ત્યારે જીવો ગ્રંથી દેશે આવેલા ગણાય છે. આ ગ્રંથી દેશે અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો-ભારેકર્મી ભવ્ય જીવો અને લઘુકર્મી જીવો આવે છે અને એ જીવો જ્યાં સુધી ગ્રંથી દેશમાં રહેલા હોય ત્યાં સુધી અંતઃ કોટાકોટી સાગરોરપમથી અધિક સ્થિતિ બંધ કરતા નથી. આવા જીવોમાં પણ અંતઃકોટાકોટી સાગરોપમ રૂપે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ અભવ્યના જીવો જ કરે છે એ સિવાયના જીવો કરતા નથી આથી અભવ્ય જીવોના સ્થિતિ બંધ કરતાં સમયે સમયે અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ હીન રૂપે લઘુકર્મી
ભવ્ય જીવો કે જે જીવોએ મિથ્યાત્વની મંદતા કરેલી છે એ જીવોને હોય છે આથી વિઘ્નરૂપ થતાં મિથ્યાત્વનો હ્રાસ એટલે નાશ થાય છે તે અંગપૂજાનું ફ્ળ ગણાય છે. આને વિઘ્નોને ઉપશમાવનારી પૂજા ગણાય છે. આ રીતે કર્મોનો હ્રાસ થતાં ઇષ્ટ સુખની જિજ્ઞાસા પેદા થાય છે એને જ જ્ઞાની ભગવંતો શુધ્ધ પરિણામ કહે છે અથવા મોક્ષનો અભિલાષ કહે છે અથવા અપુનર્બંધક દશાનો પરિણામ અથવા શુધ્ધ યથાપ્રવૃત્ત કરણનો અધ્યવસાય કહેવાય છે.
આ શુધ્ધ પરિણામ જ્યાં સુધી પેદા થયેલ નહોતો ત્યાં સુધી ઇચ્છિત સુખના પદાર્થમાં સર્વસ્વ સુખની બુધ્ધિ રહેલી હતી તેનાકારણે તે સુખ માટે જે પાપ કરવા પડે તે પાપ તીવ્ર ભાવે કરવામાં જરાય આંચકો લાગતો નહોતો આનંદથી કરતો હતો હવે એ સુખની ઓળખ થતાં ઇષ્ટ સુખ મેળવવાનો અભિલાષ પેદા થતાં ઇચ્છિત સુખ માટે તીવ્રભાવે પાપ કરવાના પરિણામો નષ્ટ થઇ જાય છે કારણકે અંતરમાં એવા પરિણામ પેદા થાય છેકે એ સુખ મલે તોય શું ? અને ન મલે તોય શું ? એ સુખો માટે પાપ કરીને તેના ફ્ળ સ્વરૂપે આવતું દુઃખ છેવટે તો મારે જ ભગોવવાનું છે તો શા માટે અ સુખો માટે હું પાપ કરૂં ? આવી વિચારણાઓથી તીવ્રભાવે પાપ કરવાનાં પરિણામો નષ્ટ થઇ જાય છે. જેમ જેમ તીવ્રભાવે પાપ કરવાના પરિણામો નષ્ટ થતાં જાય તેમ તેમ તે ઇચ્છિત સુખોના પદાર્થો પ્રત્યેનો રાગ ઘટતો જાય છે એટલે કે પહેલા જેવો. હવે એ પદાર્થો પ્રત્યે રાગ રહેતો નથી. આથી એ પદાર્થો પ્રત્યેનો રાગ સહજ રીતે ઘટતો જાય આ રીતે જ્યારે પરિણામની ધારામાં બનતું જાય છે ત્યારે શુધ્ધ પરિણામ વધતો જાય છે અને લાંબાકાળ સુધી એ પરિણામ ટકી શકે છે આ રીતે પરિણામની વિશુધ્ધિ થતાં થતાં લાંબાકાળ સુધી સ્થિરતા પેદા થાય એનાથી અત્યાર સુધી ઇચ્છિત સુખના રાગની ખાતર પોતાના જીવન વ્યવહારની પ્રવૃત્તિ ચાલતી હતી તે સ્વાર્થવાળી પ્રવૃત્તિ હતી તેમાં મારા તારાપણાનો બેદ પણ રહેતો હતો તેના બદલે હવે સ્વાર્થવૃત્તિનો વ્યવહાર નષ્ટ થતાં
Page 28 of 97