________________
સુગંધી અને શુધ્ધ એટલે ચોખા ફ્લ તેમજ તાજા ફ્લે ચઢાવવા જોઇએ. (૧) સુગંધી ફ્લોની પાંખડીઓ કે તેની કળીઓ, ડાળીઓ તોડાય નહિ.
(૨) પાંખડી તોડી તોડીને અંગરચનામાં ઉપયોગમાં લેવાય છે એ રીતે તોડીને અંગરચના થાય. નહિ.
(3) ફ્લના હાર ગૂંથીને જ ભગવાનને ચઢાવવાના ઉપયોગમાં લેવાય પણ વીંધેલા હાર એટલે એક બીજા ક્લને સોયથી વિંધી હાર બનાવેલા હોય તો તે રીતે હારનો ઉપયોગ થાય નહિ.
(૪) ક્લોથી મંદિરનો શણગાર કરતા વીંધેલા તોરણો લટકાવાય નહિ. વીંધેલા હારોથી જો શણગાર કરવામાં આવે તો આરાધના કરવાને બદેલ વિરાધનાનો દોષ વધારે લાગે છે.
(૫) સામાન્ય રીતે ફ્લપૂજામાં ફ્લ સચિત્ત છે. વનસ્પતિ રૂપે છે છતાં પણ એ જીવોને જેમ બને તેમાં કિલામણા એટલે પીડા ઓછી થાય એ રીતે સ્પર્શ કરીને ઉપયોગ કરવો જોઇએ.
(૬) જ્ઞાની ભગવંતો કહે છે કે લપૂજામાં ફ્લોનો ઉપયાગ એટલા માટે કરવાનો કહેલો છે કે જો શ્રાવક પૈસા ખર્ચીને એને ભગવાનની ભક્તિના ઉપયોગમાં ન લે તો વિષયના રસીયા જીવો એને ખરીદ કરીને વધારે દુઃખ આપીને માથામાં વેણીરૂપે બનાવીને નાખશે, સુગંધી પદાર્થો બનાવવાના ઉપયોગમાં દુ:ખ વધારે આપશે આથી એ જીવોને દુ:ખ ઓછ થાય અને શાંતિથી પોતે પોતાનું આયુષ્ય ભોગવે એ હેતુથી ક્લપૂજા કરવાનું વિધાન કહેલું છે.
(૭) અખંડજ્જ સુગંધીવાળા જ ચઢાવવાનો આગ્રહ રાખવો જોઇએ. (૮) ગમે તેવા ફ્લો ચઢાવવામાં આશાતના થાય છે.
(૯) ફ્લોથી દેરાસર શણગારવામાં વીંધેલા ફ્લોના તોરણો હોવાથી દોષ લાગે છે તેમજ ક્લની પાંદડીઓ તોડીને શણગાર થતો હોવાથી એનો દોષ વધારે લાગે છે તેમજ શણગાર કર્યા પછી બીજા દિવસે એ ફ્લોનો ઢગલો જ્યાં ત્યાં પડેલો હોય છે. એના ઉપરથી જનાવરો, મનુષ્યો, વાહનો જતા હોવાથી એ ક્લોના જીવોને જે દુ:ખ પડે છે એની આશાતના થાય છે તથા એ ફ્લોમાં ત્રસજીવો ઉત્પન્ન થયેલા હોય એમની જયણા પળાતી ન હોવાથી એ જીવોને દુ:ખ પડે-કિલામણા થાય-મરણ પામે એ જીવોની વિરાધનાનું પાપ વિશેષ લાગે છે માટે એ રીતે શણગાર કરવો ઉચિત જણાતું નથી.
(૧૦) જૈન શાસન અહિંસા પ્રધાન ધર્મ છે. જેમ બને તેમ શ્રાવકે પણ ઓછી હિંસાથી જીવન જીવવાનું વિધાન છે તો પછી ભગવાનની ભક્તિમાં જયણા પૂર્વક-ઉપયોગ પૂર્વક સચિત્ત ચીજોનો ઉપયોગ કરવો જોઇએ.
(૧૧) જ્ઞાનીઓએ કહ્યું છે કે ઉપયોગ અને જયણાપૂર્વક ક્લનો ઉપયોગ-પાણીનો ઉપયોગ-અગ્નિનો ઉપયોગ શ્રાવક કરે તો સ્વરૂપ હિંસા ગણાય છે એટલે એ ક્રિયામાં અશુભ કર્મોનો બંધ ઓછો, શુભ કર્મોનો બંધ વિશેષ તેમજ નિર્જરા વધારે થાય છે અને જો જયણા અને ઉપયોગ રહિત એ ક્લનો ઉપયોગ કરવામાં આવે તો હેતુ હિંસા કહેવાય છે. એનાથી અશુભ કર્મોનો બંધ વિશેષ શુભકર્મોનો બંધ ઓછો થાય છે એમ સમજવું.
ભાવપૂર્વક જળપૂજા અને ભાવપૂર્વક ચંદનપૂજા કરતાં જીવને સંસારની ઓળખ થઇ અને સંસારના તાપથી શીતલતા પ્રાપ્ત થઇ તેમ આ ક્લપૂજા કરતાં કરતાં આત્મામાં શુધ્ધ પરિણામ પેદા થતો જાય છે. કારણકે જ્ઞાની ભગવંતો કહે છે જેમ ક્લ સુગંધી ચઢાવવાના કહેલા છે એનાથી આત્મામાં શુધ્ધ પરિણામ
Page 26 of 97