________________
રૂપ સુગંધ રહેલી છે એ પેદા થતી જાય છે અને એની સુવાસ આત્મામાં પેદા થતા પોતાના શરીરમાં રહ્યા જ કરે છે. એ શુધ્ધ પરિણામ સુગંધને પ્રાપ્ત કરવા માટે ક્લપૂજાનું વિધાન કરેલું છે.
ભાવપૂર્વકની પુષ્પપૂજા શુધ્ધ પરિણામ પેદા કરાવી વ્યવહારમાં પણ આત્માને શુધ્ધ પરિણામની સુવાસ પેદા કરાવી લાંબાકાળ સુધી એ સુવાસને ફ્લાવવામાં સહાયભૂત થાય છે આથી જ્ઞાની ભગવંતો કહે છે કે પહેલે ગુણસ્થાનકે જીવને શુધ્ધ પરિણામ પેદા થતાં જો ગ્રંથી ભેદવાની શક્તિ ન હોય તેમજ સમકતા પામવાની પણ તાકાત ન હોય તો એટલેકે સત્વ ઓછું પડતું હોય તો જીવને એ શુધ્ધ પરિણામ ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે તો અસંખ્યાત કાળ સુધી ટકાવી શકે છે અને પોતાનું જીવન શુધ્ધ પરિણામની સુવાસથી સારી રીતે જીવી શકે છે.
જળપૂજાથી સુખ આપનારા કર્મમળને દૂર કરવાની ભાવના પેદા થતી જાય, ચંદન પૂજાથી સંસારનો તાપ નાશ પામતા પામતા શીતલતા પેદા થતી જાય, તેમ તેમ સુખમય સંસાર જીવને ફીકો લાગતો જાય અને એના કારણે સુખમય સંસાર પ્રત્યે અણગમો પેદા થતાં નિર્ભયતા ગુણ પેદા થતો જાય એટલે અત્યાર સુધી સુખમય સંસારને કાંઇપણ થાય તો પોતે ભયભીત થઇ જતો હતો તે હવે સુખમય સંસારને ગમે તે થાય તો પણ એને કાંઇ અસર થતી નથી કારણકે સુખમય સંસારને ઓળખતો થયો આથી ભાવપૂર્વક પુષ્પપૂજા કરતાં કરતાં સુખમય સંસાર એકાંતે દુ:ખરૂપ - દુ:ખનું ફ્લ આપનાર અને દુઃખની પરંપરા વધારનાર છે. આવી બુદ્ધિ અંતરમાં પેદા થતી જાય છે આથી ભગવાનના શુધ્ધ સ્વરૂપના સુખની સુવાસ ફ્લાતા એમના સુખની આંશિક અનુભૂતિ કરવાની ભાવના પેદા થતી જાય છે. અનાદિકાળથી જગતને વિષે પરિભ્રમણ કરતાં જીવે અનંતીવાર મનુષ્ય જન્મ પામીને અનંતીવાર અષ્ટપ્રકારી પૂજા કરી પણ તે પૂજા અનુકૂળ પદાર્થો મેળવવા આદિના ભાવથી કરેલી હોવાથી એ પૂજા કરવા છતાં પણ સુખ આપનારા કર્મોનો એટલે કર્મમળોને દૂર કરવાની ભાવના થવાને બદલે એને પ્રાપ્ત કરવા આદિના ભાવથી કરેલી માટે શુધ્ધ પરિણામ પેદા કરવાનો ભાવ પેદા થયો નહોતો. હવે પુરૂષાર્થ કરતાં કરતાં કર્મની કાંઇક લઘુતા પેદા થતાં મિથ્યાત્વ મોહનીય કર્મની મંદતા થઇ જતાં ઇષ્ટ સુખને મેળવવાની જિજ્ઞાસા એટલે અભિલાષ પેદા થતો જાય છે. ઇષ્ટ સુખ એટલે દુ:ખના લેશ વિનાન, પરિપૂર્ણ અને આવ્યા પછી નાશ ન પામે એવું જે સુખ તે ઇષ્ટ સુખ કહેવાય છે. આ ઇષ્ટ સુખની બુધ્ધિ ઇચ્છિત સુખના પદાર્થોમાં રહેલી હતી તે હવે પોતાના અંતરમાં થાય છેકે આ પદાર્થો એવા સુખને આપી શકતા નથી. ઇચ્છિત સુખ એટલે જે પદાર્થો મેળવવાની ઇચ્છા થાય તે પદાર્થો મલા કે તરત બીજા અનેક પદાર્થો મેળવવાની ઇચ્છાઓ પેદા કરાવ્યા કરે અને એ ઇચ્છિત પદાર્થો હંમેશા ક્ષણિક સુખની અનુભૂતિ કરાવનાર છે એટલે ક્ષણિક સુખની સાથે અનેક પ્રકારના દુ:ખોને પેદા કરાવનાર હોવાથી એ ક્ષણિક સુખ પોતે દુ:ખ મિશ્રીત ગણાય છે માટે દુ:ખથી ભરપુર, અધરૂં હોય છે કારણકે બીજા અનેક પદાર્થોની અપેક્ષા પેદા કરાવનાર છે અને નાશ પામવાવાળું છે એટલે કાયમ રહેવાવાળું નથી એવું જે સુખ તે ઇચ્છિત સુખ કહેવાય છે. હંમેશા ઇચ્છિત સુખ સંયોગને આધીન હોય છે એટલે સંયોગ વગર ભોગવાય એવું એ સુખ નથી જ્યારે ઇષ્ટ સુખ સંયોગની અપેક્ષા વગરનું છે. સંયોગ વગર અનુભવ કરી શકાય એવું છે. આથી જ કહેવાય છે કે મિથ્યાત્વની મંદતા થતાં ઇચ્છિત સુખના પદાર્થોમાં ઇષ્ટ સુખ મલશે. એવી કલ્પનાઓ હતી તે નષ્ટ થતાં ઇષ્ટ સુખ ઇચ્છિત સુખ કરતાં ભિન્ન છે અને તે ઇચ્છિત સુખ કરતાં જુદી જગ્યાએ રહેલું છે માટે ઇષ્ટ સુખ ઇચ્છિત સુખ કરતાં જરૂર ચઢીયાતું હોવું જોઇએ એવી બુધ્ધિ પેદા થતાં એને મેળવવાની ઇચ્છા પેદા થાય છે અને એ ઇરછા પેદા થતાં જ ઇચ્છિત સુખ પ્રત્યે જે રાગાદિ પરિણામ હતા તે ઓછા થતાં જાય છે એટલે ઇચ્છિત સુખ પ્રત્યે નત ભાવ પેદા થતો જાય છે. આજ મિથ્યાત્વની.
Page 27 of 97