Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 32
________________ જેની પાસે ધર્મ હોય એવા જીવો નરકમાં હોય તો પણ નરકના દુ:ખોમાં સાવધ હોય છે અને જેની. પાસે ધર્મ ન હોય એ નવમા ગ્રેવેયકના સુખમાં અહમ ઇન્દ્રપણાના સુખમાં રહેલો હોય તો પણ તે સુખી નથી. પણ દુ:ખી છે. આથી જેન શાસન કહે છે કે જે જીવોએ અંતરમાં ધર્મ પેદા કરેલો હશે તે પાપના ઉદયથી આવેલી. દુઃખની સામગ્રીમાં પણ સુખી હોય છે અને જે જીવોએ અંતરમાં ધર્મ પેદા કરેલો નહિ હોય તો તે પુણ્યના ઉદયથી મળેલી સુખની સામગ્રીમાં પણ દુ:ખી જ રહેશે. અર્થદંડ રૂપે રાખેલી ધન આદિની સામગ્રી એ પણ અધર્મ રૂપે છે એવી માન્યતા પેદા કરેલી નહિ હોય તો તે અર્થદંડની સામગ્રી અનર્થદંડ પેદા કરાવ્યા વગર રહેશે નહિ. ધન રાખીને જીવન જીવવું એ અધર્મ છે. અધર્મની ક્રિયાથી નિવૃત્તિ કરાવે તે ભાવપૂજા છે. અધર્મની પ્રવૃત્તિ અધર્મરૂપે લાગે તોજ જીવને ધર્મ પેદા કરવાની ભાવના થાય. અરિહંત પરમાત્માની ભક્તિ કરતાં અનુકૂળ સામગ્રી મેળવવાની ઇચ્છા કરતાં એને ટકાવવાની ઇચ્છા એટલે મળેલી અનુકૂળ સામગ્રી ટકી રહે એવી ઇચ્છા અને ભાવના એજ વધારે પાપ બાંધવામાં સહાયભૂત થાય છે. ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ ક્રિયા કરવાથી એટલે ભગવાનના શાસનની આરાધના આજ્ઞા મુજબ કરવાથી જીવને સંસાર સાગરથી તારે જ. કદાચ તરત ન તારે તો સગતિ તો આપે જ અને જીવોને દુર્ગતિથી અવશ્ય બચાવે જ એટલે દુર્ગતિમાં કદી જવા ન દે. જે પહેલા આયુષ્યનો બંધ કરેલો ન હોય તો અને દુર્ગતિનું આયુષ્ય બંધાઇ ગય હોય તો આ આજ્ઞાની આરાધનાના સંસ્કાર સાથે લઇને જતાં ત્યાં દુ:ખમાં સમાધિ પેદા કરાયા વગર રહેજ નહિ. આજ્ઞા મુજબની આરાધના આ કોલ આપે છે. ફૂલપુજાના દુહાઓનું વર્ણન: સુરભિ અખંડ કુસુમાગ્રહી પૂજો ગત સંતાપ | સમજંતુ ભવ્ય જ પરે કરીએ સમકીત છાપ ||૧|| પાંચ કોડીને ફ્લડે પામ્યા દેશ અઢાર | રાજા કુમારપાલનો વર્યો જય જયકાર //રા. ભાવાર્થ :- અનાદિ કાળથી જીવો અનુકૂળ પદાર્થ પ્રત્યેના ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થ પ્રત્યેના ગાઢ દ્વેષ રૂપ સંતાપથી યુક્ત છે. એ સંતાપ જેમના સંપૂર્ણ નાશ થયેલા છે એવા શ્રી અરિહંત પરમાત્માઓને ફ્લપૂજા કરતા કરતા પોતાના આત્મામાં રહેલા સંતાપની ઓળખ થાય અને એ ઓળખ કરીને એ સંતાપને દૂર કરવાનું મન થાય અને દૂર કરવા પ્રયત્ન કરવાનો ભાવ રહ્યા કરે એ હેતુથી એટલે કે અનુકૂળ પદાર્થોનો રાગ અને પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ એ સંતાપના દોષથી એ સંતાપની પ્રવૃત્તિથી આત્મા જન્મ મરણનો પરંપરા વધારી રહ્યો છે અને સંસારમાં દુ:ખી થયા કરે છે આથી એ સંતાપ જેમ જેમ દૂર થતો જાય તેમ જન્મ મરણની પરંપરા નાશ પામતી જાય આથી એ સંતાપને ઓળખી એનાથી સાવધ રહી સંતાપને દૂર કરવા માટે જ સુગંધથી યુક્ત એવા અખંડ ફ્લો સારામાં સારા લાવીને શ્રી અરિહંત પરમાત્માને ચઢાવવાથી સંતાપને દૂર કરવાનું બળ શક્તિ આપે છે એ બળ અને શક્તિ પેદા કરવા માટે ક્લપૂજા કરવાની કહેલી છે. તથા એ સુગંધ યુક્ત અખંડ ફ્લ ગ્રહણ કરીને એવી રીતે ભગવાન ઉપર ચઢાવવાના છેકે જેથી Page 32 of 97

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97