________________
અંગભૂંછણા, દૂધ, પાણી, કેસર ઇત્યાદિ ચીજો ન્યાય સંપન્ન દ્રવ્યથી એટલે નીતિના પૈસાથી લાવીને ભક્તિ કરવી જોઇએ કારણ કે નીતિના પૈસાથી લાવેલા દ્રવ્યોથી ભક્તિ કરવામાં આવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે અને અનિતીના પૈસાથી લાવેલા દ્રવ્યોથી ભક્તિ કરવામાં આવે તો પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું નથી પણ એથી વિપરીત પાપાનુબંધી પુણ્ય બંધાય છે. પુણ્યાનુબંધિ પુણ્ય એટલે એ દ્રવ્યોની ભક્તિથી જે પુણ્ય બંધાય એનાથી જે સુખની સામગ્રી મલે તે અઢળક મલે છતાં પણ એ સામગ્રી પ્રત્યે રાગ પેદા થવા દે નહિ. રાગને નષ્ટ કરવામાં એ સામગ્રીની લીનતાનો નાશ કરવામાં સહાયભૂત થાય તેમજ આત્મિક ગુણો પેદા કરવામાં એ સામગ્રી સહાયભૂત થતી જાય છે આથી એવું પુણ્યાનુબંધિ પુણ્ય ગ્રહણ કરવા લાયક કહેલું છે.
પાપાનુબંધિ પુણ્ય એટલે કે અનિતીના પૈસાથી દ્રવ્યો લાવીને ભક્તિ કરવામાં જીવોને પુણ્ય બંધાય છે પણ એ પુણ્યથી મળેલી સામગ્રી એ સામગ્રી પ્રત્યે રાગ પેદા કરાવીને સુખમાં લીનતા પેદા કરાવી આત્મિક ગુણોને પેદા કરવામાં સહાયભૂત થતી નથી પણ અનેક પ્રકારના રાગના કારણે પાપના વિચારો પેદા કરાવીને સંસારની વૃદ્ધિ કરવામાં એટલે જન્મ મરણની પરંપરા વધારવામાં સહાયભૂત થાય છે માટે જ્ઞાની ભગવંતોએ એ પુણ્યને ગ્રહણ કરવા લાયક કહેલ નથી.
(૭) વિધિ શુધ્ધતા :- એટલે કે જ્ઞાની ભગવંતોએ કહેલી વિધિને સાચવીને એ વિધિ મુજબ થોડી પણ ક્રિયા થાય તો થોડી ક્રિયા વિધિ મુજબ કરવાનું વિધાન છે. અવિધિથી ઘણી ક્રિયા થતી હોય તો એ ઘણી ક્રિયા કરવાનો આગ્રહ રાખવો નહિ. શક્તિ હોય, સમય હોય તો વિધિ પૂર્વક ઘણી ક્રિયા કરવાની પણ આજ્ઞા છે કારણ કે જેટલું વિધિપૂર્વક કરતાં જે આનંદ આવે, ઉત્સાહ વધે અને ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય એમાં કર્મોની નિર્જરા વિશેષ રીતે પેદા થતી જાય છે અને સાથે સાથે અશુભ કર્મનો બંધ અલ્પ રસે થતો જાય છે અને શુભ કર્મોનો બંધ તીવ્રરસે થતો જાય છે જ્યારે અવિધિથી કરાતી ક્રિયા અશુભ કર્મોની નિર્જરા ઓછી કરે છે. અશુભ કર્મ જે બંધાતા હોય તે તીવ્રરસે બંધાતા જાય છે અને જે શુભ કર્મો બંધાતા. હોય છે તે મંદરસે બંધાતા જાય છે આથી વિધિ પૂર્વક કરવા પ્રયત્ન કરવો જોઇએ.
આ રીતે સાત પ્રકારની શુદ્ધિને બરાબર જાળવીને તૈયાર થાય ત્યારે ભગવાનના અંગને સ્પર્શ કરવા માટે યોગ્ય બને છે.
અંગ પૂજા એટલે ભગવાનના શરીર સંબંધી પૂજા.
પ્રભુના અંગ ઉપર આગલા દિવસનું જે ફ્લ, કેશર આદિ રહેલું હોય કે જેને નિર્માલ્ય દ્રવ્ય કહેવાય છે એને ઉતારવું જોઇએ. એ ઉતારવા માટે સૌથી પહેલા એ નિર્માલ્ય દ્રવ્ય ઉપર કોઇ ત્રસ જીવ રૂપે જીવ જંતુ રહેલા હોય એન દૂર કરવા માટે મોર પિંછીથી એક ચિત્તે સાફ કરવા જોઇએ કે જેથી એ ત્રસ જીવો ત્યાંથી પોત પોતાના સ્થાને ચાલ્યા જાય અથવા આઘા પાછા થઇ જાય. એ રીતે મોર પિંછીથી પ્રમાર્જના કરીને એટલે પૂજીને પછી પબાસન ઉપર જે જીવ જંતુઓ હોય. નિર્માલ્ય દ્રવ્ય રૂપે ફ્લ વગેરે રહેલા હોય એને થાળીમાં લઇ બહાર સારી જગ્યાએ મુકવા જોઇએ કે જેથી એ જીવો-મરી ન જાય અને વધારે દુ:ખ ન પામે એ રીતે મુકવા જોઇએ એટલે કે જ્યાં તડકો ન આવે અને છાંયડામાં એ જીવોને શાતા રહે ત્યાં પરઠવવા જોઇએ.
આ રીતે નિર્માલ્ય દ્રવ્ય ઉતાર્યા બાદ પાણીથી એટલે પાણીના કળશથી કેશર ભીનું કરવું જોઇએ એટલે આગલા દિવસનું કેશર સુક હોય છે એને ભીનું કરવું જોઇએ. આ રીતે કેસર ભીનું કરી પછી એક મોટા વાટકામાં પાણી લઇ ચોખુ એક કપડુ એ પાણીમાં પલાડીને ભગવાનના અંગ ઉપર જ્યાં જ્યાં કેસર
Page 12 of 97