________________
કરવાની છે તે વાસ્તવિક રીતિએ પૂજા ગણાતી નથી અર્થાત્ સાચી પૂજા ગણાતી નથી. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની પૂજાથી શરીરનો રાગ ઘટે, રાગ તૂટે અથવા ઉપશમ પામે એ જ ભગવાનની સાચી પૂજા કહેવાય છે.
જેમ જેમ શરીરનો રાગ ઘટતો જાય તેમ તેમ ભગવાનની અંગ પૂજાથી શરીરના બધા દુઃખો એટલે શરીરને આવતા વિઘ્નો નાશ થતા જાય છે. એટલે કે શરીરનો રાગ ઓછો કરતા કરતા જે જીવો અંગપૂજા કરે છે એ જીવોનું શરીર નિરોગી રહે છે કારણકે શરીરમાં કર્મના ઉદયથી ગમે તેવા રોગો આવે તો પણ રાગ તૂટવાના કારણે એ જીવોને દુઃખમાં સમાધિ ભાવ પેદા કરાવે છે. એજ નિરોગીતાનું લક્ષણ કહેવાય છે આથી અંગપૂજા વિઘ્નોને ઉપશમાવનારી કહેલી છે એનો અર્થ જ એ છેકે શરીરનો રાગ એજ અંગપૂજામાં વિઘ્નરૂપ ગણાય છે. આ રીતે અંગપૂજા કરતા કરતા વિચારણા કરનારો જીવ બને એટલે અવશ્ય શરીરનો
રાગ ઘટવા માંડે અને જેમ જેમ અધિક અધિક રાગ ઘટતાં ગ્રંથી ભેદ થતાં વાર લાગતી નથી.
અંગપૂજાથી જેટલો શરીરનો રાગ ઘટે એટલું શરીર સારી રીતે ભગવાનની ભક્તિમાં, ગુરૂની સેવામાં અને સાધર્મિક ભક્તિમાં જોડાતું જાય છે એટલે વધુને વધુ જોડાતું જાય તો પણ શરીરનો થાક લાગવાના બદલે આનંદ વધતો જાય અને સંસારની પ્રવૃત્તિ એ શરીરથી કરવામાં આવે તો પ્રવૃત્તિ કરતા કરતા શરીરમાં થાક વધતો જાય આવી અનુભૂતિ પેદા થતી જાય એજ વાસ્તવિક રીતિએ અંગપૂજાનું પ્રત્યક્ષ ફ્ળ કહેવાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની અંગપૂજામાં એ શક્તિ છેકે અનાદિકાળના રાગાદિનો ઢાળ બદલાયા વિના રહે નહિ માટે જ વિઘ્નોને ઉપશમાવનારી અંગપૂજા કહેલી
છે.
આત્મિક ગુણોને પેદા કરાવવામાં વિઘ્ન રૂપ સૌ પ્રથમ કોઇ ચીજ હોય તો તે રાગ મોહનીય જ
કહેલી છે.
અનાદિ કાળથી જીવના અંતરમાં જે રાગ મોહનીય બેઠેલી છે એ ચારે પ્રકારની સંજ્ઞાઓને સતેજ રાખવા માટે સાધન રૂપ ગણાય છે.
પરિગ્રહ સંજ્ઞામાં ધન વગેરે નવ પ્રકારનો પરિગ્રહ કહેલો છે. પરિગ્રહમાં નવે પ્રકારનો પરિગ્રહ લેવાનું કારણ એ છે કે એમાં એકેન્દ્રિય જીવોથી પંચેન્દ્રિય સુધીના જીવોનો સમાવેશ કરવાનો હોય છે. કારણ કે એકેન્દ્રિય આદિ જીવો માટે ધાન્ય એ પરિગ્રહનું કારણ કહેલું છે. મનુષ્ય માટે મુખ્યતા ધનની છે માટે નવ પ્રકારના પરિગ્રહના વર્ણનમાં ધન પ્રથમ કહેલ છે કારણ કે મનુષ્યને કોઇપણ વસ્તુ મેળવવા માટેનું મુખ્ય સાધન ધન છે. એવી બુધ્ધિ મનુષ્યોની હોય છે.
જો અંગપૂજા કરતાં ધનનો રાગ ન ઘટે તો એ જીવોની અંગપૂજા નિક્ળ કહેલી છે. ધનનો રાગ ન ઘટે તો પ્રભુપૂજા આરાધના રૂપે બનવાને બદલે વિરાધના રૂપે બને છે. આથી અંગપૂજા કરતા કરતા રાગાદિ પરિણામો આત્માને વિઘ્ન રૂપ બને છે એ વિઘ્નોને દૂર કરનાર હોવાથી રાગાદિ પરિણામ ઘટાડવાની તાકાત રહેલી છે.
જો રાગાદિ પરિણામોને નાશ કરવાની ભાવનાથી અંગપૂજા અને અગ્રપૂજા કરવામાં આવે તો કલ્પવૃક્ષ સમાન પરમાત્માનું શાસન ભવો ભવ મલવાની સાથે સાથે તુચ્છ એવા ક્ષણિક પદાર્થો એટલે ભૌતિક સુખની સામગ્રી પણ મલ્યા વગર રહેતી નથી પણ એની એ જીવોન કિંમત હોતી નથી.
અંગપૂજા વિઘ્નોને ઉપશમાવે એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેથી રાગાદિ ઓછા થાય અને અગ્રપૂજાથી અભ્યુદય થાય એટલે આંતરિક અને ભૌતિક સામગ્રી પ્રાપ્ત થતી જાય છે.
Page 14 of 97