Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 21
________________ વિષે પાણી રહેલું જણાય તો તે દૂર કરવા બારીકાઇથી ત્રીજું અંગલુછણું કરે. આ રીતે ત્રણ અંગલુછણા કર્યા પછી કેવી રીતે ચંદન પૂજા કરે તે કહેવાય છે. જેના શ્વાસોશ્વાસમાં કમળની સુગંધ છે એવા શ્રી અરિહંત પરમાત્માને સ્પર્શ કરતાં પહેલાં આપણા બન્ને હાથની હથેળી સુગંધિત કરવી જોઇએ. ભલે આપણે સ્નાન કરી-શુધ્ધ થઇને પૂજા માટે આવતા હોઇએ તો પણ આપણા શરીરમાંથી સતત વહ્યા કરતી દુર્ગધવાળા હાથે ભગવાનને સ્પર્શ કરવાથી આશાતના થાય ત્રણ લોકના નાથ શ્રી અરિહંત પરમાત્માની પૂજા નાગી (ઉઘાડી) આંગળીથી થાય નહિ. શક્તિશાળીએ હીરાની વીંટી, જેનાથી તે ન બને તો સોનાની વીંટી, તે પણ ન બને તો ચાંદીની વીંચી અગર તાંબાની વીંટી અવશ્ય પહેરીને જ પૂજા કરી આશાતનાના પાપથી બચવું જોઇએ. ખરેખર તો બધાજ આભૂષણો પહેરીને ઠાઠમાઠથી ભગવાનની પૂજા-ભક્તિ કરવાં જોઇએ. પાટલુસણાની સાથે અંગલુછણા અડવા ન જોઇએ નહિ તો આશાતનાનું પાપ લાગે છે. એવી જ રીતે પાટ લુસણા સાથે અંગ લુંછણા ધોવાય નહિ, ભેગા સુકવાય નહિ અને સુકાઇ ગયા પછી પણ ભેગા મુકાયા નહિ. જે કપડું ભગવાનના અંગે અડે એ બીજી કોઇ જગ્યાએ અડવું જોઇએ નહિ. અંગલુંછણા કર્યા પછી એને એક થાળમાં મુકવા જોઇએ. અંગલુછણા ધોવા માટે પણ ચોખા કપડા પહેરીને ધોવા જોઇએ. તેમજ એજ રીતે ચોખા કપડા પહેરીને સુકવવા જોઇએ અંગ લુંછણા સુકવેલા સુકાઇ જાય એટલે નીચે ન પડે એની કાળજી રાખવી જોઇએ અને નીચે જમીન ઉપર પડેલું અંગ લુંછણું બીજા દિવસે અથવા એ દિવસે ભગવાનના અંગ લુંછણા માટે ઉપયોગ થાય નહિ એવી જ રીતે સુકાઇ ગયેલા અંગ લુંછણા ઘડી વાળીને મુકવા હોય તો ચોક્ખા કપડા પહેરીને ઘડી વાળવા બેસાય અને ઘડી વાળવા નીચે જમીનને ન અડે એની કાળજી રાખવી જોઇએ. જમીનને અડેલા ભગવાનના અંગે અડાડાય નહિ. આ રીતે અંગલુછણા માટે કાળજી રાખીને ઉપયોગપૂર્વક તથા ભગવાનના અંગે અડાડવાનું કપડું છે એમ બહુમાન અંતરમાં રાખીને પ્રયત્ન કરે તો સારા પરિણામ સારી રીતે ટકી રહે છે. એવી જ રીતે ચોખા કપડા પહેરીને ઘડી વાળવા બેસે તો ઘડી વાળતા એ અંગલુંછણું પોતાના કપડાને ન અડે એની કાળજી રાખવાની હોય છે. આ રીતે કાળજી રાખવાથી ભગવાન પ્રત્યે બહુ માન ભાવ-આદર ભાવ અને ભક્તિ ભાવ અવશ્ય અંતરમાં વૃદ્ધિ પામ્યા વગર રહે નહિ. આજે લગભગ આ રીતે કાળજી લેવાની મોટે ભાગે બંધ થઇ ગયેલી છે આથી ભગવાનની ભક્તિમાં ઉલ્લાસ વધતો નથી તેમજ ભગવાન પ્રત્યે આદર ભાવ-બહુમાન ભાવનો વીર્ષોલ્લાસ પણ વધતો નથી મોટે ભાગે એ ક્રિયાઓ રૂટીંગ મુજબ થયા કરે છે તથા જંગલુછણા વગેરે કરવાની ક્રિયા મોટે ભાગે પૂજારીને સોંપી દેવાય છે. જલપૂજાથી કર્મમળ દૂર કરવાની ભાવના રાખીને ઉલ્લાસપૂર્વક અંગલુછણા કર્યા પછી ચંદનપૂજા કરવાની શરૂઆત કરતાં ચંદનપૂજા એટલે બરાસપૂજા ભગવાનના નવ અંગે જ કરવી એવું વિધાન નથી. પણ ભગવાનના દરેક અંગે કરી શકાય છે એટલે કે આખા શરીરે કરી શકાય છે અને એ ચંદન પૂજા કરતાં જમણા હાથની ત્રીજી આંગળી ભેગી કરીને પણ એ આંગળીઓથી ચંદન પૂજા થઇ શકે છે. એ ચંદના પૂજા કરતાં શરીરે લપેડા ન થઇ જાય એની કાળજી રાખીને કરવાની હોય છે તથા એ ચંદનપૂજા કરતાં કરતાં પણ આંગળીઓનાં નખ ચંદનમાં ન લાગી જાય એટલે નખ ચંદનને ન અડી જાય એની કાળજી રાખીને કરવાની હોય છે. આ રીતે શાંતિથી ચંદન પૂજા કરતાં પણ વાર લાગે પણ એમાં જે શાંતિનો અનુભવ ચિત્તની પ્રસન્નતાનો અનુભવ થાય એ ઉતાવળથી કરાતી ચંદનપૂજામાં એ અનુભવ થતો નથી. Page 21 of 97

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97