Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 23
________________ એ આત્માને જન્મ મરણની પરંપરા વધારીને દુર્ગતિમાં લઇ જનારી ચીજ છે એટલે કે આત્માને બલાત્કારે ખેંચીને દુર્ગતિ તરફ લઇ જાય છે. એવી જ રીતે પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવાથી જીવની જન્મ મરણની પરંપરા વધારીને દુર્ગતિ તરફ લઇ જાય છે. આ અનુકૂળ વિષયો પ્રત્યે ઇન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખસેડવી એને જ જ્ઞાની ભગવંતો આંતરિક તાપ કહે છે એ આંતરિક તાપથી જન્મ મરણની પરંપરા વધે છે. આથી આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપ બાહ્ય તાપ એ આંતરિક તાપને વધારનારી ચીજ છે. બાહ્ય તાપથી જે કંટાળે એ જીવોને જ આંતરિક તાપથી ગભરાટ પેદા થાય. બાહ્ય તાપને ન ઓળખનાર જીવો ગમે તેટલી ચંદન પૂજા કરે તો પણ એ જીવો વિષય કષાય રૂપ પોતાના આત્મામાં રહેલા આંતરિક તાપને ઓળખી શકતા નથી. અર્થ દંડ સિવાયની અનર્થ દંડની જેટલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે ઉપાધિ કહેવાય છે. પુણ્યના ઉદયથી જે સામગ્રી પ્રાપ્ત થઇ હોય તેમાંથી શરીર, ધન અને કુટુંબના જીવન જરૂરીયાત માટે સામગ્રી જેટલી જોઇતી હોય તેને ટકાવવાનો, સાચવવાનો વિચાર કરી મન, વચન, કાયાથી જે વ્યાપાર કરવો તે વ્યાપાર અર્થદંડ રૂપે કહેવાય છે અને એનાથી વધારે સામગ્રીની ઇચ્છાઓ કરીને મન, વચન, કાયાથી જે વ્યાપાર કરવો તે અનર્થદંડની પ્રવૃત્તિ કહેવાય છે. સંસારમાં રહેલા જીવોને ભાવપૂર્વક કરેલી ચંદન પૂજા અનર્થ દંડના તાપનો નાશ કરી અનર્થદંડ રૂપે શરીર, ધન, કુટુંબનાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ કરાવતા આત્મિક ગુણોની શીતલતાનો આંશિકથી અનુભવ પેદા કરાવે છે. ધર્મની નિંદા ન થાય એટલા પુરતું હું અને મારૂં કુટુંબ એને જીવાડવા માટેની એટલે એટલી સામગ્રીની ઇચ્છા કરવી તે અર્થદંડ કહેવાય એનાથી વધુ ચીજની ઇચ્છા એ અનર્થદંડ કહેવાય છે. શ્રાવકને જીવન જરૂરીયાતમાં અતિ ઉના ઘીથી ચોપડેલું અનાજ મલે. સાંધા વિનાનું કપડું અંગ ઢાંકવા માટે મલે અને ઝુંપડા જેવું મકાન રહેવા માટે મલે એની ચિંતા વિચારણા કરવી અથવા એટલું ન મલે તો મેળવવા માટેની ચિંતા વિચારણાઓ કરવી એ અર્થદંડ રૂપે ગણાય છે. આનાથી અધિક પદાર્થોની ઇચ્છાઓ કરવી એની વિચારણાઓ કરવી એ અનર્થદંડની વિચારણાઓ કહેવાય છે. ચંદનપૂજાથી અનર્થદંડની વિચારણાઓનો નાશ થતાં જીવને એટલી શીતલતાનો અનુભવ અવશ્ય પેદા થતો જાય. આ રીતે ચંદન પૂજાથી જીવ અનર્થદંડના મન, વચન, કાયાના વ્યાપારોથી છૂટી જાય એટલે એટલી શીતલતાનો અનુભવ થાય તો ધીમે ધીમે પુરૂષાર્થ કરતાં કરતાં અર્થદંડની પ્રવૃત્તિથી છૂટતા વાર લાગતી નથી. સર્વવિરતિની અપેક્ષાએ અવિરતિના ઉદયવાળા જીવો અર્થ ઉપાર્જન કરે કુટુંબનું ભરણ પોષણ કરે અને એના માટેના એટલે સુખાકારીના વિચારો કરે તો પણ એ પ્રવૃત્તિ અધર્મની એટલે પાપની જ પ્રવૃત્તિ ગણાય છે. એ પ્રવૃત્તિ કરતા કરતા જેટલું નીતિનું પાલન કરે એટલો જ ધર્મ ગણાય. બાકી પૈસા કમાવવા જવું એ ધર્મની પ્રવૃત્તિ ગણાય કે અધર્મની પ્રવૃત્તિ ગણાય ? આથી અધર્મની પ્રવૃત્તિ ને અધર્મની પ્રવૃત્તિ રૂપે માન્યતા પેદા કરાવી સંપૂર્ણ ધર્મની પ્રવૃત્તિની ઇચ્છા એટલે સર્વ વિરતિની ઇચ્છા પેદા કરાવે એજ ચંદન પૂજાનું ફળ કહેલું છે. પરમાત્માની ચંદનપૂજા કરતાં કરતાં જીવો આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞામાં લપેટાયેલા, એ પદાર્થો આઘા પાછા થાય-કોઇ જોઇ જાય તો ભયભીત થઇને જીવનારા જીવોને હું કો Page 23 of 97

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97