________________
આદિ માટે પાપ કરતા હોય છે આથી જે સુખના પદાર્થો પુણ્યથી મળે છતાં પણ તે સુખના પદાર્થો પાપની ઇચ્છાઓ પેદા કરાવે પાપની પ્રવૃત્તિ કરવા પ્રેરણા કરે અને એ માટે કરેલા પાપો દુઃખ પેદા કર્યા વિના રહે નહિ. આ વાતની સમજણ આવે તો પાપ કરાવનારા કર્મ મળથી ગભરાવાને બદલે જે પદાર્થ પાપ કરાવે એ પદાર્થ સુખ આપનાર હોવાથી એનાથી ગભરાટ પેદા થાય પણ સુખ આપનારા કર્મમળથી ગભરાટ પેદા થતો ન હોવાથી જળપૂજા જન્મ મરણની પરંપરા દૂર કરવાને બદલે વધારે છે અને આત્માને સંસારને વિષે સંખ્યાતા ભવો-અસંખ્યાતા ભવો અથવા અનંતાભવો સુધી દુઃખ આપ્યા કરે છે. જે જીવો જળપૂજા કરતાં કરતાં કર્મમળને નાશ કરવાનો ભાવનાવાળા હોવાથી વિવેક ચક્ષુ પેદા કરતા કરતા અંતરમાં સહજ રીતે એ વિચારણા પેદા કરતા જાય કે સુખ આપનારા કર્મમળનો નાશ કરવા ઇચ્છે તોજ પાપ કરાવનારા કર્મોથી છૂટી શકું અને દુઃખ આપનારા કર્મોથી પણ બચી શકું કારણકે અનાદિકાળથી જીવોને પાપ કરવાની પ્રેરણા આ સુખ આપનારા પદાર્થો જ પેદા કરે છે અને જીવ જેમ જેમ પાપ કરતો જાય તેમ તેમ દુઃખીને દુઃખી થતો જાય છે આથી જો મારે ખરેખર સુખી થવું હોય તો સુખ આપનારા કર્મમળનો જ નાશ કરવાની ભાવના રાખીને પ્રયત્ન કરવો જોઇએ અને એ રીતે પ્રયત્ન કર્યા કરીશ તોજ ધીમે ધીમે સુખ આપનારા કર્મોનો રાગ ઓછો થવાથી વૈરાગ્ય ભાવ પેદા થતો જશે તોજ હું મારા આત્માનું કલ્યાણ કરી શકીશ આથી જળપૂજા કરતાં કરતાં આત્મા મોહ રાજાની નિદ્રામાં સુતેલો છે એને જાગ્રત કરવા માટે સુખ આપનારા કર્મોથી ક્યારે છૂટાય એ ભાવના રાખવાની છે તોજ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પેદા કરીને આત્મા પોતાના કલ્યાણ માર્ગમાં એટલે મોક્ષમાર્ગમાં આગળ વધતો વધતો સંપૂર્ણ આત્માનું સ્વરૂપ પેદા કરી શકશે. આ વિચારથી દ્રવ્યપૂજા ભાવપૂર્વક રૂપે કરવાની કહેલી છે. આ રીતે કરતા જીવોના જન્મ મરણની પરંપરા નાશ થયા વિના રહેતી
નથી.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જે જીવો અંગપૂજામાં જળપૂજા કરતાં કરતાં કર્મમળથી રહિત થઇને નિર્મળ થવા માટે સુખ આપનારા કર્મોથી ગભરાટ પામે એ જીવોની આ વિચારણા શરૂ થાય ત્યારથી દશ ભવની (જન્મ મરણની પરંપરા) પરંપરા નાશ પામે છે. બીજીવાર વિચારણા કરે તો દશ X દશ = સો જન્મ મરણની પરંપરાનો નાશ થાય છે. આ રીતે વારંવાર જેટલી વાર વિચારણા કરતો થાય તેમ તેમ દશ દશના ગુણાકારે જન્મ મરણની પરંપરા અવશ્ય નાશ પામે છે. આજ ખરેખરૂં જળપૂજાનું ફ્ળ કહેલું છે. જે જીવો જળપૂજા કરતા કરતા સુખ આપનારા કર્મોથી ગભરાટ પામે નહિ અને પોતાની પાસે છે
એનો આનંદ માને તથા એ મેળવવા માટે એ પદાર્થોની માગણી કરવા પ્રક્ષાલ કરતા કરતા વિચારણા કરે તો દશ ભવ ઘટવાને બદલે વધ્યા કરે છે અને એ વિપરીત પરિણામ હોવાથી દશ ગુણ્યા દશની પરંપરા રૂપે જન્મ મરણ વધ્યા જ કરે છે.
આથી એ નિશ્ચિંત થાય છે કે સુખ આપનારા કર્મમળ જ આત્માને ભયંકર નુક્શાન કરનારા છે. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે શ્રી જિનેશ્વર પરમાત્માની જળપૂજા સુખ આપનારા કર્મમળથી છૂટવા માટે કરીએ તોજ જીવ આત્મિક ગુણોને પેદા કરતો જાય અને પોતાના કલ્યાણ માર્ગમાં આગળ વધતો જાય આજ જળપૂજાથી ચિત્તની પ્રસન્નતા પેદા થતી જાય છે એજ ખરેખર જળપૂજાનું ફ્ળ કહેલું છે.
આથી નિશ્ચિત થાય છે કે દુઃખ આપનારા કર્મો તેમજ પાપ કરાવનારા કર્મો આત્માને જેટલું નુક્શાન નથી કરતા એના કરતાં સુખ આપનારા કર્મો જીવોને વિશેષ રીતે નુક્શાન કરે છે કારણ કે જીવોને સુખ । મેળવવા માટે પાપ કરવામાં જરાય આંચકો (લાગતો નથી) અને એના કારણે છેવટે દુઃખની પરંપરા ચાલુ થઇ જાય છે. આથી ધર્મ કરવા છતાંય અંતરમાં ધર્મ પેદા નહિ થવા દેવામાં પણ એ સુખ
Page 18 of 97