Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 17
________________ બપોરના મધ્યાન્હ કાળે અષ્ટપ્રકારી પૂજા કરવામાં જળપૂજા આવે છે તે જળપૂજા ભાવપૂજા ત્યારે જ છે બને કે જ્યારે જીવ અનુકૂળ પદાર્થોથી નિર્ભય બને. જીતના અંતરમાં નિર્ભયતા પેદા થતી જાય તેમ વૈરાગ્ય ભાવ પેદા થતો જાય અને એ તૈરાગ્ય ભાવ આવે એટલે હૈયું એવું બને તેમજ જીવન પણ એવું બને કે ઘરના કુટુંબીઓ તેમજ બહારના પરિચિત વ્યક્તિઓને લાગે કે આ વ્યક્તિ આખી બદલાઇ ગઇ. એ બધાથી જીવન ન્યારું થઇ જાય, જેમણે પુરૂષાર્થ કરીને પોતાના સઘળાય કર્મ મળનો નાશ કરેલો છે એવા પરમાત્માનો અભિષેક હું મારા કર્મમળનો નાશ કરવા માટે કરૂં છું એ ભાવના રાખીને અભિષેક કરવાનો છે. હે ભગવાન્ ! આપ તો સંપૂર્ણ શુધ્ધ છો. આપને આ પક્ષાળની કોઇ જરૂર નથી પરંતુ કર્મરૂપી મેલથી હું ખરડાયેલો છું. માટે ખરેખર તો મારે શુધ્ધ બનવાની જરૂરત છે જે આપના જેવા ઉજ્વળ મનોભાવવાળા તેમજ પૂર્ણ જ્ઞાનીની આરાધના વિના અશક્ય હોવાથી તે વાતની સતત યાદને માટે હું આપની આ પક્ષાળ પૂજા કરૂં છું. પુણ્યથી મળેલી અનુકૂળ સામગ્રી બીજા જીવોના ઉપયોગમાં જેટલી વધારે વપરાય એનાથી ચારે પ્રકારના ઘાતીકર્મોનો ક્ષયોપશમ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે અને એજ સામગ્રી પોતે અને પોતાના કુટુંબના ઉપયોગમાં જેટલી વધારે વપરાય એનાથી ચારે પ્રકારના ધાીકર્મી ગાઢ રૂપે બંધાય છે. જળપૂજા એટલે પંચામૃતનો અભિષેક કર્મમળ અથવા કર્મરજના નાશને માટે કહેલી છે, એ કર્મમળ જ્ઞાની ભગવંતોએ ત્રણ પ્રકારના કહેલા છે. (૧) દુ:ખ આપનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે. (૨) સુખ આપનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે અને (૩) પાપ કરાવનારા કર્મો કર્મમળ રૂપે કહેલા છે. જે જીવો જળપૂજા કરતાં કરતાં દુઃખ આપનારા કર્મમળનો નાશ કરવા પ્રયત્ન કરતા હોય એટલે એનાથી ગભરાતા હોય તો એ જીવો કદી દુઃખ આપનારા કર્મમળનો નાશ કરી શકતા નથી કારણકે દુઃખ આપનારા કર્મમળ શેના કારણે પેદા થાય છે એ જાણતા નથી તથા દુઃખ ન જોઇએ મારે દુઃખનો નાશ કરવો છે, આવી બુધ્ધિવાળા જીર્યા અંતરથી સુખ આપનારા કર્મોને ઇચ્છી રહેલા હોય છે અને એ સુખ આપનારા કર્મો માટે ગમે તેવા પાપ કરવા પડે તો એ પાપથી ગભરાતા નથી પણ એ પાપોને કર્તવ્ય ફરજ માનીને સારી રીતે કરતા હોય છે આથી આ વિચારણાઓ અને વૃત્તિ રહેલી હોવાથી દુઃખ આપનારા કર્મમળનો નાશ થવાને બદલે એ કર્મમળ મજબૂત થતા જાય છે અને એથી જ જળપૂજા કરતાં કરતાં જન્મ મરણનો પરંપરા દુઃખ આપવાવાળી વધતી જ જાય છે. જે જીવો જળપૂજા કરતા કરતા પાપ કરાવનારા કર્મમળથી ગભરાઇને દૂર કરવા માગતા હોય તો તે જીવોનાં પણ પાપ કરાવનારા કર્મમળ નાશ પામતા નથી કારણ કે આ જીવોને પાપ કરાવનારા કર્મોથી ગભરાટ પેદા થતાં એનો નાશ ઇચ્છે છે પણ સુખ આપનારા કર્મમળ કાઢવાનું મન થતું નથી આથી એ પાપ કરાવનારા કર્મોથી જે ગભરાય છે તે સુખ આપનારા કર્મો માટે થતાં પાપ કરાવનારા કર્મો દૂ કરવાની ભાવનાવાળા હોય છે તથા અનાદિકાળથી જગતમાં પરિભ્રમણ કરતા જીવોને એ ખબર નથી કે પાપથી દુઃખ આવે છે એટલે જે જીવોએ પાપ કરેલા હોય એ જીવોને દુઃખ આવ્યા જ કરે છે તેમજ પુણ્યથી સુખ આવે છે એટલે જે જીવોએ પુણ્ય કરેલા હોય તે જીવોને સુખ સુખ આવ્યા જ કરે છે છતાંય જગતના જીવો જે પાપ છે કરે છે એ શાના માટે કરે છે ? તો એનો જવાબ એજ આવે છે કે સુખ । આપનારા કર્મો મેળવવા-ભોગવવા Page 17 of 97

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97