________________
હોય તે કેસર એ ભીના કપડાથી એટલે ભીનું કપડું વતા ક્વતા દૂર કરવું જોઇએ એટલે બરાબર ભગવાનનું અંગ કેસર રહિત કરવું જોઇએ. એ રીતે કરતાં કરતાં કદાચ કોઇ અંગમાં કેસર રહી ગયું હોય તો તે દૂર કરવા માટે વાળાકુંચીનો ઉપયોગ જેમ પોતાના દાંતમાં કોઇ અનાજનો કણીયો ખાતા ખાતા ભરાઇ ગયો હોય તો સળી વડે જે રીતે કાઢીએ છીએ કે દાંતમાં પીડા ન થાય અને નીકળી જાય એમ ધીમે ધીમે વાળાકુંચીથી એ કેસર સાફ કરવું જોઇએ.
આ રીતે કેસર સાફ કર્યા પછી ભગવાન સંપૂર્ણ નિર્માલ્ય દ્રવ્યથી રહિત થાય છે અને પછી જ પંચામૃતથી અભિષેક કરવાનો હોય છે.
પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, સાકર અને કેસર. આ પાંચ દ્રવ્યોના મિશ્રણથી જે તૈયાર થાય તેને પંચામૃત કહેવાય છે. પંચામૃત તૈયાર કર્યા પછી કળશમાં એ પંચામૃત લઇને તેમાં કળશ એવા જોઇએ કે ઉપરથી ઢાંકણાવાળા કે જેથી અભિષેક કરતાં કરતાં નાળચામાંથી જે ધારા પડે એ ધારા વખતે કોઇ કસ જીવો ઉડતા ઉડતા આવી કળશમાં પડીને મરણ ન પામે એ જીવોની જીવ હિંસા ન થાય એ માટે ઢાંકણાવાળા કળશો જોઇએ. એ કળશોમાં પંચામૃત ભરીને થાળીમાં એ કળશ લઇ બે હાથે થાળી પડીને પછી થાળી નીચે મૂકી બે હાથે કળશ પકડીને ભગવાનના મસ્તકના અંગ ઉપરથી પંચામૃતનો અભિષેક કરવો જોઇએ.
- વાસ્તવિક રીતિએ ક્ષીર સમદ્રના પાણીથી ભગવાનનો અભિષેક કરવાનો કહેલો છે. એ ક્ષીર સમુદ્રના પાણીમાં એવી જોરદાર શક્તિ રહેલી છે કે એ પાણીનું એક ટીપું પણ જો પીવા મલે તો મનુષ્યના શરીરમાં રહેલા સઘળા રોગોનો નાશ કરવાની શક્તિ રહેલી છે. અર્થાત એક ટીપાથી શરીરના સંપૂર્ણ રોગો નાશ થઇ શકે છે એવી તાકાત હોય છે પણ તે લાવી શકીએ એવી તાકાત ન હોવાથી પંચામૃત બનાવીને ક્ષીર સમુદ્રના પાણીની કલ્પના કરી અભિષેક કરવાનો કહેલો છે.
પલાળ માટેનું જળ કુવાનું અથવા ટાંકામાં વરસાદનું સંઘરી રાખેલ જળ જ વાપરવું જોઇએ. હાલમાં આવતું પાણી બીલકુલ અશુધ્ધ તેમજ ભયંક્ર આશાતના લગાડનાર છે. શ્રી જિનમંદિરમાં લોખંડની એક ખીલી પણ નહિ વાપરનાર આપણે લોખંડની પાઇપમાં પસાર થતા ગંદા-દવા નાખીને અપાતા પાણીનો ઉપયોગ શ્રી અરિહંત પરમાત્માના પક્ષાળ માટે કરીને કેટલી આશાતના કરીએ છીએ તે વિચારો. શક્તિશાળી સંઘોએ જગ્યાની અનુકુળતા હોય તો અવશ્ય ટાંકુ બનાવીને આશાતનાથી બચી જવું જ જોઇએ.
જ્ઞાની ભગવંતો એ અંગપૂજાને વિજ્ઞોપશમનિકી એટલે કે વિઘ્નોને ઉપશમાવનારી કહેલી છે. આત્માને વિપ્ન રૂપ ચીજ થાય તે અંતરાય કહેવાય. એટલે કે આત્મિક ગુણના દર્શનમાં વિઘ્ન કરનાર. એટલે કે ધર્મની આરાધના કરાવતા કરાવતા જીવને ગથીની ઓળખ કરાવીને ગ્રંથીભેદ સૂધી ન લઇ જવામાં વિઘ્ન કરનાર એ અંતરાય કહેવાય છે.
જ્યાં સુધી જીવોને ભગવાનની જલપૂજા કરતા કરતા શરીરનો રાગ રહેલો હોય છે એટલે કે પોતાના શરીરનો રાગ પુષ્ટ થતો જાય-ગમે-આનંદ પેદા કરાવે ત્યાં સુધી ભગવાનની અંગપૂજા એ સાચી અંગપૂજા ગણાતી નથી અને જીવો પોતાના આત્મામાં રહેલી ગ્રંથીને ઓળખી શકતા નથી. અનુકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે ગાઢ દ્વેષ એ ગ્રંથી કહેવાય છે.
અનાદિ કાળથી જીવોનો સ્વભાવ પડેલો છે કે બીજા જીવોના અંતરના (આત્માના) રાગાદિ પરિણામને ઓળખી શકે છે પણ પોતાના રાગાદિ પરિણામને ઓળખી શકતો નથી અને જ્યાં સુધી પોતાના રાગાદિ પરિણામને ઓળખવાનું મન ન થાય એ જ વાસ્તવિક રીતિએ અંગપૂજા જે જલ પૂજા પંચામૃત રૂપે
Page 13 of 97