Book Title: Ashta Prakari Pujanu Varnan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ શુધ્ધિ સાત પ્રકાર ॥૧॥ (૧) અંગ :- બે હાથ, બે પગ, મસ્તક, છાતી, પેટ અને પીઠ. આ આઠ અંગ કહેવાય છે. આ આઠ અંગોની શુધ્ધિ પાણીથી કરીને સ્વચ્છ કરવાનું વિધાન છે. એટલે જેમ બને તેમ ઓછા પાણીથી અંગોની શુધ્ધિ કરવાની હોય છે. જો એમાંના કોઇપણ અંગ અશુધ્ધ હોય તો જ્ઞાની ભગવંતો કહે છે કે પ્રભુજીને સ્પર્શ કરવામાં જે પ્રમાણે અંતરમાં શુધ્ધિ પેદા કરવી છે તે આવતી નથી માટે અંગોની અશુધ્ધિ દૂર કરીને શુધ્ધિ કરવાનું વિધાન કહેલું છે. (૨) વસન :- પૂજા કરવા માટેનાં વસ્ત્રો શુધ્ધ જોઇએ છે. એટલે કે સાંધા વિનાનું વસ્ત્ર પૂજામાં જોઇએ. પુરૂષોને માટે ધોતીયું અને ખેસ આ બે વસ્ત્રો જોઇએ. એમાં ખેસથી જ મુખકેશ કરવાનો હોય છે. રૂમાલ જુદો રાખવાનું વિધાન નથી. ધોતીયું અને ખેસ ફાટેલા જોઇએ નહિ તેમજ મેલાં જોઇએ નહિ. રોજે રોજ સેવા પૂજા કર્યા પછી-પજાનાં કપડાં પાણીમાં બોળીને સુકવી નાંખવા જોઇએ કારણકે પરસેવા વાળા કપડા સુકવીને બીજા દિવસે ઉપયોગમાં લેવાતા નથી માટે રોજ પાણીમાં બોળી દેવા જોઇએ. વ્હેનો માટે સાડી, ચણીયો તથા બ્લાઉઝ સાંધા વિનાના ફાટ્યા વગરના જોઇએ તેમજ મુખકોશ બાંધવા માટે રૂમાલ જોઇએ એ કપડા પણ સેવા પૂજા કરીને પાણીમાં બોળીને સુકવી નાંખવા જોઇએ. પરસેવા વાળા કપડા સુકવીને બીજા દિવસે ચાલે નહિ આથી નિશ્ચિંત થાય છે કે પુરૂષોને પાટલુન ખમીસ પહેરીને સેવા પૂજા થાય નહિ. કેવળ પૂજાના વસ્ત્રો જ નહિ પરંતુ પૂજાના અન્ય ઉપકરણો જેવા કે પક્ષાળ માટેના કળશ-કેસર સુખડની વાડકી-ધૂપીયું-દીવી-સ્કૂલ માટેની થાળી વિગેરે પણ રોજે રોજ ચોક્ખી માટીથી સાફ કરીને ચકચકાટ રાખીને વાપરવા જોઇએ. છોકરાઓને પણ ધોતીયું પહેરવાની ટેવ પાડવી જોઇએ. (૩) મન :- પૂજા કરવા માટે મનની પણ શુધ્ધિ જોઇએ. એટલે કે ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા ટકાની વિચારણાવાળું મન અથવા અનુકૂળ પદાર્થોને મેળવવા આદિની વિચારણાવાળું મન એ અશુધ્ધ મન કહેવાય છે. અનાદિકાળથી જીવોને અનુકૂળ પદાર્થો પ્રત્યે રાગ રહેલો હોય છે અને એ રાગના કારણે મારાપણાની બુધ્ધિ રહેલી હોય છે. આથી એ વિચારોથી છૂટવા માટે ઉપકારી એવા શુધ્ધ પરમાત્માઆના અંગે સ્પર્શ કરવા માટે જેટલો કાળ અંગ શુધ્ધ કરી વસ્ર શુધ્ધ કરી સેવા પૂજા કરવામાં જાય ત્યાં સુધી મનમાં એ અનુકૂળ । પદાર્થોના વિચારો પેદા ન થાય એ માટે મનની શુધ્ધિ પણ જરૂરી છે. કારણ કે એ મનની શુધ્ધિ વગર શુધ્ધ પરિણામ પેદા કરીને સંપૂર્ણ શુધ્ધ બનવાની ભાવના પણ પેદા થઇ શકતી નથી માટે મન શુધ્ધિ કહેલી છે. (૪) ભૂમિકા :- જ્યાં શુધ્ધ-સંપૂર્ણ શુધ્ધ આત્માને સ્થાપન કરવા છે એ ભૂમિ પણ શુધ્ધ જોઇએ છે. જો અશુધ્ધ ભૂમિમાં સ્થાપન કરવામાં આવે તો એ અશુધ્ધ ભૂમિના પ્રતાપે મન શુધ્ધિની સ્થિરતા પેદા થઇ શકતી નથી. જેટલી ભૂમિની શુધ્ધિ સારી એટલી મનની પ્રસન્નતા, એકાગ્રતા સુંદર રીતે લાંબા કાળ સુધી ટકી શકે છે. માટે ભૂમિ પણ હાડકા વગરની કોઇપણ જનાવર આદિના કલેવર વગરની તેમજ ખરાબ તત્વોથી રહિત થયેલી જોઇએ કે જેથી કોઇ દુષ્ટ દેવાદિનો ઉપદ્રવ પેદા થઇ શકે નહિ. (૫) પૂજો પગરણ સાર ઃ- ભગવાનની ભક્તિના એટલે પૂજાના ઉપકરણો જેમકે કળશ, થાળી, વાટકીઓ, પૂજાની ડબ્બી આદિ ચીજો એટલે પદાર્થો ઉપકરણ રૂપે કહેવાય છે. એ પણ ચોક્ખા શુધ્ધ કરેલા અને સુંદર જોઇએ. શ્રાવકે પોતાની શક્તિ મુજબના સારામાં સારા ઉપકરણો લાવીને એ ઉપકરણોથી ભગવાનની ભક્તિ કરવી જોઇએ. (૬) ન્યાય દ્રવ્ય :- જ્ઞાની ભગવંતો કહે છે કે ભગવાનની ભક્તિમાં જોઇતા દ્રવ્યો જેમકે Page 11 of 97

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97